________________
૨૫૬
શ્રી આનંદઘનજીનાં પ હોય ત્યારે કર્મથી બંધાય છે તે રૂપી દ્રવ્ય છે, પૌગલિક પદાર્થ છે. આ પ્રમાણે હોવાથી આત્માને અરૂપીનું વિશેષણ પણ સંપૂર્ણ રીતે લાગુ પડી શકે નહિ.
ત્યારે તારી નિશાની બતાવવા હે ચેતનજી! હું તને રૂપારૂપી કહું એટલે અમુક અંશે રૂપી અને અમુક અંશે અરૂપી એમ કહું તો તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધ ભગવાન અષ્ટ કર્મથી રહિત, નિજ સ્વરૂપસ્થિત, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણ કરનાર અને જન્મ, જરા, મરણનાં દુઃખથી રહિત છે તેમને આ રૂપારૂપીનું વિશેષણ લાગુ પડતું નથી. સિદ્ધદશામાં આત્મા અરૂપી છે તેથી તેને રૂપારૂ પીપણું ઘટતું નથી. એ પ્રમાણે હોવાથી આત્માને રૂપી, અરૂપી કે રૂપારૂપી. કે કહે તે વાતની મોટી મુશ્કેલી આવે છે. અહીં ચેતન ! તારું સ્વરૂપ તો કઈ વિલક્ષણ જણાય છે, અને જાણવું ને સમજવું તે બહુ અસાધારણ કામ છે.
सिद्ध सरूपी जो कहुं रे, बंध न मोक्ष विचार; न घटे संसारी दशा प्यारे, पुन्य पाप अवतार. निशानी० २
જે તને સિદ્ધ સ્વરૂપવાળ કહું તો તેમાં બંધ અને મોક્ષને વિચાર ઘટતે નથી, સંસારમાં રહેવાની દશા ઘટતી નથી અને પુન્ય પાપનાં ફળ તરીકે સારા અને ખરાબ જન્મે ઘટતા નથી. ”
ભાવ—જે ચેતનજીને સિદ્ધસ્વરૂપવાળા કહું તે તેમાં પણ વિરોધ આવે છે. સિદ્ધદશામાં કર્મબંધ થતો નથી અને કર્મથી મુક્તિ પણ થતી નથી, સર્વ કર્મથી જ્યારે મુક્તિ થાય ત્યારે જ આ જીવ સિદ્ધ થાય છે, પણ સિદ્ધ થયા પછી તેને નવીન મેક્ષ કઈ પણ પ્રકારને થતો નથી. નવીન કર્મ આત્મા સાથે બંધાવાં તેને બંધ કહેવામાં આવે છે અને કર્મથી મૂકાવું તેને મુક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગતભવમાં આયુષ્ય બાંધ્યું હોય તે આ ભવમાં ભગવાય છે અને તેટલા પૂરતો કર્મથી મેક્ષ થયો એમ કહેવાય છે. આવું આત્માનું બંધક્ષપણું સંસારાવસ્થામાં પ્રત્યક્ષ દેખાય છે, અને સિદ્ધ આત્માને તે ઘટતું નથી માટે આ ચેતનજીને સિદ્ધસ્વરૂપી એકાંતે કહી શકાય નહિ.
વળી ચેતનજી સંસારમાં વર્તે છે, કષાયાદિમાં પ્રવર્તે છે, પોગલિક વસ્તુ સાથે સંબંધ રાખે છે, ખાય છે, પીએ છે, ફરે છે એ સર્વ સંસારી દશા છે, એવી દશા સિદ્ધ આત્માની હાય નહિ. વળી આ જીવ દેવ, મનુષ્યના શુભ ભ તે પુણ્ય અવતારો અને તિર્યંચ, નારકી તથા નિગેદના અશુભ ભ તે પાપ અવતારો પામ્યા કરે છે અથવા તદ્રુપ સંસારી દશામાં વર્યા કરે છે તેથી તેનું સિદ્ધસ્વરૂપ કહેવું ઘટતું નથી. જે ચેતનજી
૨ બંધ કર્મબંધ, ન ઘટે ઘટતું નથી. સંસારી દશા=સંસારમાં હવાની દશા. પુન્ય શુભ કર્મ પાપ=અશુભ કર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org