________________
૨૫૨
શ્રી આનંદઘનજીનાં પદ છે અને સર્વ રીતે સ્વરૂપસુંદરતાની પ્રતીત આ આરીસામાં જેવાથી થાય છે. આવી રીતે સુંદર શણગાર ધારણ કરી અને તેની સરખાઈ કૈવલ્યઆરસીમાં નિહાળી જ્યારે શુદ્ધ ચેતના તૈયાર થઈને બેસે અને પછી જ્યારે તેના મંદિરે ચેતનજી પધારે ત્યારે મેળાપસુખ કેવું, કેટલું અને કેવા પ્રકારનું થતું હશે તે કલ્પનાને જ વિષય બની રહે છે.
उपजी धुनी अजपाकी अनहद, जितनगारे वारी झडी सदा आनन्दघन बरखत, वनमोर एकनतारी. अवधू० ५
અજ૫ જાપને વનિ ઉત્પન્ન થયા અને અનાહત નાદના વિજયડંકા બારણે (વાગવા માંડ્યા); પછી આનંદરાશિને સદા વરસાદ વરસે છે અને જંગલને મયૂરે એક્તારરૂપ થઈ જાય છે તેમ ભવ્ય વનના મયૂરે એકાગ્રતા ધારણ કરે છે. ”
ભાવ–૧૨. પતિમેળાપ થતાં અરસ્પરસ આનંદવાર્તા કરી પતિ પત્ની સમય નિર્ગમન કરે છે ત્યારે એક જાતને આનંદધ્વનિ ઉછળે છે અને તેઓને કામદીપન કરનાર વીણા, વેણુ, મૃદંગ વગેરે વાજિંત્રો વાગતાં હોય છે તેનો પણ ધ્વનિ ઉછળે છે. એ વખતે આખી સૃષ્ટિમાં તેઓને આનંદ આનંદ લાગે છે અને જાણે જીવનમાં કઈ પ્રકારનું દુઃખ ન હોય, વિરહાવસ્થા ન હોય એમ ભાસ થાય છે. ચેતનજી અને પતિવ્રતા શુદ્ધ ચેતનાને મેળાપ થતાં અજલ્પ જાપને ધ્વનિ હૃદયમાંથી ઉઠે છે. મુખેથી ઉચ્ચાર કર્યા વગર હદયમાં “સહં સહં અને ધ્વનિ થાય છે અને તેનું માધુર્ય એવું લાગે છે કે તેમાં ચેતનજી શુદ્ધ ચેતના સાથે આનંદમસ્ત રહે છે અને અગાઉની વિરહાવસ્થા ભૂલી જાય છે. એ ધ્વનિ એ સુંદર અને અપૂર્વ છે કે તેની પાસે મધુર વણા કે વેણુને ધ્વનિ કાંઈ ગણતરીમાં નથી. ચિદાનંદજી મહારાજ એ ધ્વનિ પર વિવેચન કરતાં એક જગ્યાએ કહે છે કે,
સેહ સેહં હં હં, સેહં હં રટના લગીરી, ઈંગલા પિંગલા સુખમના સાધકે, અરુણું પ્રતીથી પ્રેમ પગીરી; વંકનાલ ખટ ચક ભેદ, દશમેં દ્વાર શુભ તિ જગીરી. સેહં. ખુલત કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીત ભગીરી; કાચશલ દે ચિંતામણિ લે, મુમતા કુટિલ સહજ ઠગીરી. સેહં. વ્યાપક સકલ સ્વરૂપ લ ઈમ, જિમ નભમેં મગ લહત ખગીરી;
ચિદાનંદ આનંદમય મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગરી. સેહં. આ પદમાં અજપા જાપની જ અતિ આનંદજનક સ્થિતિનો ખ્યાલ આપે છે,
૫ ધુની=સ્વનિ. અજપાકી=અજ૫ જાપની. અનહદ=અનાહત નાદરૂ૫. જિતનગાનવજયડંકો. વારી દ્વારિ, બારણામાં. ઝડી=અખંડ મેધધારા. બરખત=વરસે છે. વનમોર-જંગલને મોર, સંસારી મરડા-છો. એકનતારી એકતાર થઈ જાય છે, હર્ષમાં આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org