________________
વીસમું પદ
૨૫૧ તે અંદર પડી રહે છે તેને Potential energy કહે છે, એને વ્યય થાય ત્યારે તેને ઉપગ કહેવામાં આવે છે, એ Kinetic energy છે.
૯. વળી શુદ્ધ ચેતનાએ અતિશય સાવધાનપણુવડે હશિયારી વાપરીને અંબોડધમ્મિલ વાજે. શુદ્ધ ચેતનાને ચોટલો-વેણીબંધ તે નિરક્તતારૂપ સમજ. નિજ સ્વભાવમાં રક્ત રહેવું, અન્ય ભાવમાં ગમનાગમન ન કરવું એ નિરક્તતા છે. સ્ત્રીની સુઘડતા તેના ચોટલા ઉપરથી બહુ સારી રીતે જણાય છે, કુવડ સ્ત્રીઓના બાળની અસ્તવ્યસ્ત સ્થિતિ ઘણીવાર તેની બેદરકારી અથવા મૂર્ખતાનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. અહીં તો અંબોડાને બંધ નિરક્તતારૂપ છે એટલે એમાંથી એક બાલ પણ આડાઅવળો ખસી શકતો નથી, તે પછી શુદ્ધ ચેતના કેટલી સુઘડ હશે એને ખ્યાલ આવે એમાં તો જરા પણ નવાઈ નથી.
૧૦. શણગાર સજીને ઘણું કાળની વિરહી સ્ત્રી પતિઆગમનની રાહ જુએ છે ત્યારે ઘરમાં દીપમાળા કરવામાં આવે છે. વિરહાવસ્થામાં એકાદ દીપક હોય છે અથવા અંધારું જ રાખવામાં આવે છે, પણ પતિમેળાપ પ્રસંગે તો દિવાળીની જેમ ઝાકઝમાળ કરવામાં આવે છે. શુદ્ધ ચેતના પતિને મળતાં આત્મતત્ત્વમાં જે પ્રકાશનો ઉદ્યોત થયે તે ત્રણ ભુવનમાં પણ પડવા લાગે. શુદ્ધ ચેતના પ્રગટ થતાં લોકાલેકનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે, સમજાય છે, અનુભવાય છે; પ્રથમ જે સ્થિતિ સમજાણું નહોતી તે જાણે પ્રત્યક્ષ હાય તેમ દેખાય છે અને તેવી રીતે પદાર્થજ્ઞાન અને સંસારસ્વરૂપ સ્પષ્ટ જણાતાં જે ઝળઝળાટ ત્રણ ભુવનમાં લાગે છે તેને ખ્યાલ આવો મુશ્કેલ છે. સંસારનાં સવ બનાવો, સંબંધ, હકીકતો અને સ્વરૂપે પ્રગટ દેખાય છે અને તેના સંબંધમાં પ્રથમ જે મુશ્કેલી અને પડદે લાગતો હતો તે સર્વ દૂર ખસી જાય છે. આ પ્રકાશ ત્રણ ભુવનમાં જણાય છે પણ વાસ્તવિક રીતે તે તે પિતાના ઘટમાં જ-હદયમાં જ પડે છે. પ્રકાશ પાડનાર સૂર્ય પર જે આવરણ હતું તે ઓછું થઈ જવાથી અથવા તદ્દન ખસી જવાથી સ્વયંપ્રકાશ ઘટ પર પડે છે
૧૧. નવોઢા સુંદરી શણગાર સજી સ્વમુખ આરસીમાં જુએ છે અને બધી વાતે ઠાકઠીક કરી નાખે છે તેવી રીતે શુદ્ધ ચેતનાએ પિતાનું મુખ જોવા માટે કેવળજ્ઞાનરૂપ આરીસે બનાવ્યો. ત્રણ ભુવનમાં પ્રકાશ પાડનાર આ જ્ઞાનનું માહાત્મ્ય કહી શકાય તેમ નથી. એથી સર્વ ભાવ, કાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે અને તેમાં કોઈ પણ સ્થિતિ, સત્તા, સમય કે અવસ્થાને ભેદ ન રહેતાં અતીત, અનાગત અને વર્તમાન ભાવ એક સમયે દેખાય છે. આવા કૈવલ્યસ્વરૂપમાં દિવ્ય જ્ઞાનરૂપ આરીસામાં ચેતના પિતાનું સ્વરૂપ જુએ એટલે પછી એની પ્રબળ શાંત મુખમુદ્રા પર ડાઘ કે બટ્ટાને અવકાશ તો અસંભવિત જ છે. આખા શરીર પર સજેલો શણગાર આ આરીસામાં દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org