________________
વીસમું પદ
૨૪૯ ભાવ–શુદ્ધ ચેતનાએ પતિને મળતી વખતે જે શણગાર સજ્યા તેનું કાંઈક સ્વરૂપ ઉપર બતાવ્યું, વિશેષ સ્વરૂપ બતાવતાં આગળ કહે છે કે –
૪. વ્યવહારુ કુળવધ પતિમેળાપ વખતે હાથમાં ચૂડીઓ પહેરે છે. પતિવિરહ વખતે સામાન્ય રીતે હાથમાં માત્ર એક સૌભાગ્યકંકણુ જ રાખે છે, પણ પતિને મેળાપ થતાં દેશરિવાજ પ્રમાણે હાથમાં ઘણી ચૂડીઓ પહેરે છે. શુદ્ધ ચેતનાએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગાદિ સ્વભાવરૂપ ચૂડીઓ પહેરી. શુદ્ધ દશામાં શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને તેને બાહ્યાલંકારની જરૂર રહેતી નથી, કારણ તે બાહ્યાલંકારથી પણ અતિ કિમતી અંતરંગ અલંકાર છે. આત્માના શુદ્ધ સ્વભાવમાં તે અનંત ગુણો કિમતી ગણું શકાય તેમ છે અને તે પ્રત્યેક અલંકારનું કાર્ય કરે છે. કહેવાની મતલબ એ છે કે-શુદ્ધ ચેતના પ્રાપ્ત થવાથી ચેતનને શુદ્ધ સ્વભાવ-તેનું નિર્દોષ સ્વરૂપે પ્રગટ થયું.
૫. સૌભાગ્યવતી સ્ત્રી પતિને મળે છે ત્યારે ચૂડીઓ ઉપરાંત હાથમાં સોનાનાં કંકણ પહેરે છે. અહીં શુદ્ધ ચેતનાએ સ્થિરતારૂપ મૂલ્યવાન કંકણુ ધારણ કર્યો, ચેતનાના સ્થિર પરિણામ અથવા અડગ પરિણામરૂપ જડાવ કંકણ જેને નાની અવાજ કરતી સોનાની ઘુઘરીઓ લટકાવી દીધી હોય છે તે શુદ્ધ ચેતનાએ ધારણ કર્યા. સ્થિરતા વગર ગુણ કરતા નથી, મજા આપતા નથી અને સિદ્ધના જીવોને તે નિજ ગુણરમણુતારૂપ સ્થિરતા એ જ ચારિત્ર હોય છે. મનનું ચંચળપણું દૂર કરી વિક્ષોભને ત્યાગ કરવો તેને સ્થિરતા કહેવામાં આવે છે. અને જ્યાં સુધી તેવી રીતે ચિત્તતુરંગ પર લગામ આવતી નથી ત્યાં સુધી શિવસાન થઈ શકતું નથી. સ્થિરતાનું વિશેષ સ્વરૂપ સમજવા માટે ઉપાધ્યાયજી શ્રીમદવિજયજીનું ત્રીજું સ્થિરતા અષ્ટક જેવું.
૬. શણગારઅવસરે વડારણ એટલે જે મોટી દાસી હોય છે તે સારાં વસ્ત્રો પહેરી કુળવધૂને પિતાના મેળામાં લઈને પતિ સન્મુખ બેસે છે. ઇંદ્રાણીની સેવા કરનારી ઉર્વશી એક વડારણ છે. અહીં ઉર્વશીરૂપ ધ્યાન-પ્રભુસ્વરૂપમાં લયલીનતા શુદ્ધ ચેતનાને પિતાના ખેાળામાં લઈને બેસે છે એટલે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકત્રતા થાય છે, નિજ સ્વરૂપ અથવા આદશમય પ્રભુસ્વરૂપનું ધ્યાન જ કર્તવ્ય મનાય છે અને તે સિવાય બીજી કઈ પણ વિભાવદશા તરફ અધ્યવસાયની પ્રવૃત્તિ થતી નથી. ધર્મધ્યાન
અને શુકલધ્યાનના ચરચાર ભેદ, જેનું સૂક્ષ્મ સ્વરૂપ યેગશાસ્ત્રમાં શ્રીમાન હેમચંદ્રાચાર્યું વિસ્તારથી બતાવ્યું છે તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ સંસારદશાથી આ જીવ ઉપર ચડતો જાય છે અને વિભાવને દૂર મૂકતો જાય છે. જૈન શાસ્ત્રકારે
ગને અંગે ધ્યાનનું સ્વરૂપ એવું ઉત્તમ રીતે બાંધ્યું છે કે મનને તદ્દન મારી નાખ્યા વગર ધ્યાનની પ્રગતિમાં જ છેવટે પોતાનું અક્ષય પદ ચેતન પ્રાપ્ત કરે છે. એના પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org