________________
૨૪૬
શ્રી આનંદઘનજીનાં પદે ભાવ-અનેક પ્રકારની શુદ્ધ ચેતનાની વિનતિ અને મેણું સાંભળીને અગાઉ જણાવ્યું તેમ તેના પતિ ચેતનજી તેને મંદિરે પધાર્યા અને તેની સેવા સ્વીકારી. એ વખતે શુદ્ધ ચેતનાના મુખમાંથી જે ઉદ્દગાર નીકળ્યા તે અત્ર બતાવે છે.
હે ચેતનજી! અવિનાશી નાથ ! તમે પિતે આજે મારી ખબર લીધી અને મારો અનાદિકાળથી તમારી સાથે વિરહ હતું, વિરહાનળમાં બળી જતી હતી તેની આપે પિતે મારા મંદિરે પધારીને ખબર-અંતર પૂછી, તેની હકીક્ત જાણવા જિજ્ઞાસા બતાવી અને તેને તમારી પિતાની દાસી બનાવી, તેથી ખરેખર, હવે હું સૌભાગ્યવતી નારી થઈ છું. આપે આપણે વચ્ચે કોઈ ચોવટીઓ પણ રાખ્યો નથી, દૂતી દલાલની પણ જરૂરીઆત ધારી નથી અને આપ જાતે જ મારે મંદિરે પધારી મને આપના પ્રત્યંગ સેવનારી દાસી કુલવધ બનાવી છે તે મારું અહોભાગ્ય છે. અહ! આજે મારા શિરછત્ર મુકુટમણિ પ્રાણનાથ મને મળ્યા, મારી પાસે આવ્યા, મારા મંદિરે પધાર્યા, તેથી મારું અખંડ સૌભાગ્ય વૃદ્ધિ પામ્યું. હવે હું તમારાં અંગે અંગમાં-રગેરગમાં પ્રસરી જઈશ અને તમે શુદ્ધ ચેતનામય થવાથી મારામય થઈ જશે અને તેથી શુદ્ધ બની જઈ મમતા, માયા વિગેરે કુલટાઓને જરૂર ભૂલી જશે. હું સૌભાગ્યવતી તે ત્રણ કાળમાં છું પણ આજે મારું સૌભાગ્ય પ્રકટ થયું, પ્રસિદ્ધ થયું, જાહેર થયું. મારા નાથને મળવાના અનેક ઉપાયે હું કરતી હતી તે આજે સફળ થયા અને મારી અભિલાષાઓ, ઈચ્છાઓ અને મને પૂર્ણ થયાં.
प्रेम प्रतीत राग रुचि रंगत, पहिरे जीनी सारी;
महिंदी भक्ति रंगकी राची, भाव अंजन सुखकारी. अवधू० २
પ્રેમ, પ્રતીત, રાગ અને રુચિના રંગથી રંગેલી ઝીણી સાડી પહેરે છે, ભક્તિના રંગની મેંદી ઊગી નીકળી અને ભાવરૂપ અંજન અતિ સુખ આપનાર થયું.”
ભાવ-પતિ વિરહિણી સ્ત્રી શરીર પર શણગાર સજતી નથી, એકાંત જિંદગી ગુજારે છે અને પતિનું મરણ નિરંતર કર્યા કરે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે, પણ પતિને મેળાપ થતાં સોળ શણગાર સજે છે. એ સોળ શણગાર જૂદા જૂદા કવિઓએ જૂદી જૂદી રીતે વર્ણવ્યા છે. એમાં મુખ્યત્વે કરીને શરીરનાં આભૂષણોને સમાવેશ થાય છે. કાંબી, ઝાંઝર, નુપૂર, ઘેનકુલ, કંદરે, મેહનમાળા, બાજુબંધ, કંકણુ, સૌભાગ્યસૂચક ફૂલ, દામણી, કેશબંધન એ આભૂષણે તથા આંખમાં આંજણ, કપાળે તિલક, મુખમાં તંબેળ, સેંથામાં સિંદૂર, ગળામાં પુષ્પને હાર, હાથે મેંદી, પગે અળતે વિગેરે શણગારના પ્રકારે છે અને વસ્ત્રમાં સુંદર કસકસતે કમખો, ઝીણી ઘુઘરીવાળો ઘાઘરો અને ઝીણી સાડી એવા અનેક
૨ પ્રેમ=બહુમાન. પ્રતીત=વિશ્વાસ, આસ્થા. સચિ=કારકસમક્તિરૂપ દઢ શ્રદ્ધા. પહિર=પહેરે. સારી સાડી. મહિંદી મેંદી. રાચી=ઊગી નીકળી, ભભૂકી ઉઠી. અંજન=આંજણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org