________________
ઓગણીસમુ' પ
૨૪૩
“ હું નારી! તું મહુ બેવકૂફ્ છે, મળવા મુશ્કેલ એવા તારા પતિ જાગે છે અને તું સૂઈ જાય છે. ( સ્ત્રી જવાબ આપે છે) પતિ નિપુણુ છે અને હું તે તદ્ન અજ્ઞાની ( તેથી ) શુ થાય છે તે હું જાણતી નથી. ”
ભાવ-આ ચેતન અશુદ્ધ ક્રિયામાં-દ્રવ્યક્રિયામાં જાગતા છે, તે વભાવદશામાં જાગ્રત રહે છે, સંસારનાં હેતુભૂત દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિકના મેહમાં પડી રહી તેને અંગે જે ખટપટ કરવી પડે છે તેમાં તે જાગતા રહે છે. અલબત, એની પતિવ્રતા સાધ્વી સ્ત્રી આવા પારકા ઘરે રખડનારા પતિ સાથે રીસાય તેમાં નવાઇ નથી. એ કારણથી તે પતિ સન્મુખ જોતી નથી. ચેતનજીને હવે કાંઇક સ્વરૂપજ્ઞાન થવા લાગ્યું છે તેથી શુદ્ધ ચેતનાને જાગ્રત કરવાની ઈચ્છા તેને થઇ છે, પણ તેને મેળવવા યેાગ્ય પાતાનું વર્તન થયું નથી. આવા પ્રસંગે ચેતન શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે.
હું ચેતના ! તું વારંવાર તારા પતિની વાટ જુએ છે, તેના વિરહથી દુઃખી થાય છે, પશુ હું પાતે તારા પતિ તને આજે કહું છું તે તું સાંભળ. તુ તદ્ન મૂખ છે, બેવકૂફ છે, ગાંડી છે. પતિમેળાપ અતિ દુર્લભ છે એમ તુ જાણે છે, જીવની ચેતના શુદ્ધ થવી એ અતિ મુશ્કેલ કાય છે, અનંત ભવભ્રમણ કર્યાં પછી અકામ નિર્જરા થાય ત્યારે જીવ નિગોદમાંથી નીકળી શ્રીમે ધીમે ઊંચા આવતા જાય છે અને છેવટે મહામુશ્કેલીએ મનુષ્યભવ પામે છે, ત્યાં પણ માર્ગાનુસારી ગુણેા પ્રાપ્ત કરતાં કેટલીક વાર બહુ કાળ નીકળી જાય છે. એ પ્રમાણે અથડાતાં પછડાતાં કોઈ વખત અપૂર્વ અધ્યવસાયના નિમિત્તથી ગ્રંથિભેદ થાય છે ત્યારે થોડો વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને વળી તેને વમી દઈ આત્મધન ગુમાવી નાખે છે. આવી દશામાં પણ કેટલીક વાર અ પુદ્ગલપરાવત જેટલા કાળ ગુમાવી નાખે છે અને તેના છેવટના ભાગમાં શુદ્ધ ચેતના મહામુશ્કેલીએ પ્રાપ્ત કરે છે. આથી સામી બાજુની હકીકત ખતાવી જીવ ચેતનાને કહે છે કે-હે ચેતના ! તું અતિ મૂર્ખ છે, આ તારા પતિ જે હું તેની સાથે તારા મેળાપ થવા અતિ મુશ્કેલ છે એ તુ જાણે છે. હવે હું તારા પતિ આત્મા-ચેતનજી તેા વિભાવદશામાં જાગું છું, દ્રવ્યક્રિયાદિ કરું છુ અને વ્યવહારના સ` પ્રસંગે અનુભવું છું. જીવમાં ચારિત્રગુણુ સ્વાભાવિક છે એ બણીતી વાત છે. એ ચારિત્રગુણ રમણભાવરૂપ સમજવા. સિદ્ધના જીવામાં પણ તે સ્થિરતારૂપે હાય છે, મિથ્યાત્વ અવસ્થામાં જીવ તે ગુણુને લઇને વિભાવદશામાં રમણ કરે છે. જેટલા પૂરતા વિભાવ ઉઘાડા છે તેટલા પૂરતે સ્વભાવ બંધ છે. રમણભાવ તા સદા રહે છે, પણ રૂપ નથી અને ચેાથું ભાષા આનંદધનજીના ખીજા પોથી વિલક્ષણ જણાય છે. આ પદ ક્ષેપક હોય એમ મારું માનવુ છે.
૧. દુલહ=દુ:ખે મળી શકે તેવા, દુર્લભ. તેનું વિશેષ્ય
પિયા શબ્દ જે દ્વિતીય પંક્તિમાં આવે છે
તે છે. બડી=ભારે, મોટી. બાવરી–ગાંડી, ખેવકૂક, પિયાપતિ, ભરતાર. નિપટ=તદ્દન. અગ્યાની=અજાણી, અજ્ઞાની. હાવે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org