________________
૨૪૨
શ્રી આન ઘનજીનાં પદા
છપાયેલ છે તે અશુદ્ધ જણાય છે. નથી. અત્ર પાઠ લખ્યા છે તે પ્રમાણે
આ ગાત્રાનું બીજું પદ્મ ભી. મા. ની બુકમાં ‘ મેટકુરાહિત રાજ’ એમ છપાયેલ છે તે કેાઈ પ્રતમાં ચારે પ્રતમાં છે. રાહિત રાજ એટલે અન્યાયી રાજ્ય.
ભાવ—જ્યાં પ્રેમ હાય ત્યાં ધાખા નહિ, બે પ્રકાર નહિ. ઉપરથી દેખાડવાનુ દુ અને વતન જૂદુ એવા પ્રકારના દ્વિર્ભાવ પ્રેમમાં હાતા નથી, તેમ જ જ્યાં સાચા પ્રેમ હાય ત્યાં ખાલી ભપકે! હાતા નથી. પ્રેમમાં સંકલ્પવિકલ્પ હાતા નથી. મેક્ષ મેળવવાના જો તમારા મનમાં પ્રેમ હાય તેા પછી તેમાં કેાઈ જાતની શંકા રાખેા નહિ, એ ભાવ રાખા નહિં, ગોટા વાળા નહિ, સંયામા વિનતિ એ તેા જાણીતી વાત છે, માટે શુદ્ધ પ્રેમ તમને શુદ્ધ ચેતના ઉપર હાય તેા પછી ખીજા ગોટા વાળવા મૂકી દઈ એક નિષ્ઠા રાખો. સંશય રાખનારનું એક પણ કામ સિદ્ધ થતું નથી અને વળી ખાલી ભપકા મૂકી દે, પ્રેમમાં કાંઇ આડંબર કરવાની જરૂર નથી, એમાં કાંઇ પડારે કરવા પડતા નથી; માટે તમે ગોટા વાળવા છેાડી દો અને સંશય મૂકી દો. આ પ્રમાણે થશે એટલે આનંદધન પ્રભુ પેાતે ચાલીને સમતાના મંદિરે પધારશે અને તેની સેજ ઉપર-તેના પલ’ગ ઉપર બિરાજશે. આનંદઘન પ્રભુ ઉપર તમને પ્રેમ થશે ત્યારે તે પણ દુવિધા-એ ભાવ રાખે તેવા નથી, તેઓ પાતે ચાલીને તમારા હૃદયમંદિરમાં રહેલ સુમતિની સેજડીએ બેસશે અને તમારામાં ને આનધન પ્રભુમાં છેવટે કાંઇ પણ ભેદ રહેશે નહિ. આવી રીતે થશે એટલે રીસાયલી શુદ્ધ ચેતના મનાઇ જશે.
આ મનુષ્યજીવનનું કર્તવ્ય શુદ્ધ ચેતનાને મનાવવાનું છે. જો સંસારચક્રના પાર પામવે। હાય, સંસારસમુદ્ર આળગી જવા હાય, સંસારાટવી ઉતરી જવી હાય તે શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવા-તેને પ્રગટ કરવાના કાર્યમાં જોડાઈ જવું, તેને મનાવવાના બતાવેલા ઉપાયાનું સેવન કરવુ' અને તેને હૃદયમંદિરમાં સ્થાન આપવા દૃઢ નિશ્ચય કરવા. જે જીવનું એ સાધ્ય હાય તેવા પુરુષાનુ આ જીવન યેાગ્ય છે; અન્યને તેા ફેરા માત્ર છે.
પદ્મ એગણીસમુ
રાગ-વેલાવલ.
दुलह नारी तुं बडी बावरी, पिया जागे तुं सोवे;
पिया चतुर हम निपट अग्यानी, न जानु क्या होवे । दुलह० १
* આ પદ કાઈ પણ પ્રતમાં જોવામાં આવતુ નથી, માત્ર શા. ભીમસીંહ માણેકની બુકમાં છે, કૃતિ આનંદઘનજીની ડાય તેમ લાગતું નથી, કારણુ કે એક તો પદના અર્થ કરતાં બહુ ખેંચીને ભાવ લાવવેા પડે છે. બીજું પ્રથમ ગાથાની પંક્તિમાં વિશેષણ વિશેષ્ય વચ્ચે અઘટિત લાંબે આંતરા રહે છે. ત્રીજી' એક જ પદમાં ચેતન અને ચેતના સામસામી વાતો કરે એ આનંદધનજીની સામાન્ય કૃતિને અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org