________________
૨૪૧
અઢારમું પદ
ભાવ-આ પ્રકારે શુદ્ધ ચેતનાને મનાવવાની વાત અને તેમ કરવાના ઉપાય સુમતિએ ચેતનજીને કહ્યા ત્યારે આ ચેતન શુદ્ધ ચેતનાને મનાવવા કાંઈ ઉદ્યત થયે, તેથી તે પ્રથમ તો આનંદઘન પ્રભુને વિનતિ કરે છે હે પ્રભુ ! એક તો સહા અંધારી રાત્રિ છે અને વળી તેમાં સખત વાદળાં થયેલાં છે, તેથી હું રસ્તાનાં વિહ્યો જોઈ શકતો નથી, પણ હવે આપ મારા ઉપર કૃપા કરીને કાંઈ એવું કરે કે મને માર્ગના વિડ્યો ન નડે અને આપશ્રીનું દર્શન થાય.
મોહરૂપ અંધકારમય રાત્રિ છે, તે સ્વભાવે અંધારી છે, તેમાં સ્વયં પ્રકાશ પડતો નથી, અને ચંદ્રને પણ :પ્રકાશ નથી, તે કૃષ્ણ પક્ષની રાત્રિ છે, તદુપરાંત આકાશમાં ઘનઘટા વ્યાપી રહી છે. મેહરાત્રિ ચંદ્રપ્રકાશ વગર અંધકારમય તો છે જ, તેમાં વળી વાદળાં ચડી આવ્યાં છે એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયરૂપ મેઘની ઘટા છવાઈ રહી છે તેથી તારાનો પ્રકાશ પણ પડતો નથી. ઘણું કૃષ્ણપક્ષીઆ જ હોય છે. આવી સીહા અંધારી રાતમાં વાટે ચાલતાં અનેક વિદ્ગો આવી પડે છે, પગ જ્યાં ત્યાં અથડાય છે, કૂવા કે ખાડામાં પડી જવાય છે અને ચોરને ભય લાગે છે. હે આનંદઘન પ્રભુ ! મારા નાથ ! હવે તો આપ કાંઈ એવું કરે કે રસ્તાનું મને કોઈ પણ પ્રકારનું વિશ્વ ન થાય અને હું એકદમ તમારી તરફ ગમન કરીને તમારા મુખચંદ્રનું અવલોકન કરું. પ્રભુદર્શન માટે જતાં રસ્તામાં પડી જવાય, લુંટાઈ જવાય તો પ્રભુ સુધી પહોંચી શકાતું નથી અને પ્રભુદર્શન થતું નથી, તેથી આનંદઘન પ્રભુને વિનતિ કરે છે કે હે નાથ ! મારે મારી શુદ્ધ ચેતનાને મનાવવી છે, તે કારણે જ આપ મહાત્માનું દર્શન કરવા ઈચ્છા રાખું છું અને તે દ્વારા તેને મનાવવા ઈચ્છું છું, તો હવે મારા માર્ગમાં જે વિધ્રો આવે તે દૂર કરી આપ મને આપના દર્શન કરાવો. આપના મુખચંદ્રનું દર્શન થતાં મેહરાત્રિની અંધકારમય સ્થિતિ અને જ્ઞાનાવરણીયાદિ ઘનઘટાને નાશ થઈ જશે. જ્યાં સુધી એમ ન બને ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું મને ભાન થાય નહિ, ભાન થયા વિના શુદ્ધ ચેતના ઓળખાય નહિ અને ઓળખાયા વિના તેને મનાવાય નહિ, એટલા માટે પ્રભુમુખચંદ્રના દર્શન સારુ ચેતનજી વિજ્ઞપ્તિ કરે છે.
प्रेम जहां दुविधा नहि रे, *नहि ठकुराइत रेज; आनंदघन प्रभु आई बीराजे, आपही समता सेज. रिसाणी० ५
જ્યાં પ્રેમ હોય છે ત્યાં બે ભાવ હોતા નથી તેમ જ જરા પણ ખાલી ભપકે પણ હેતું નથી. આનંદઘન પ્રભુ પિતે જાતે આવીને સમતાની સેજડીએ બિરાજમાન થાય છે.”
* “મેટકુરાહિત રાજ ” એવો પાઠાંતર માત્ર ભીમશી માણેકવાળી બુકમાં છે. ૫ દુવિધા=દ્વિધા, બે ભાવ. કુરાઈત ભપક. રેજ=જરા પણ, આઈ આવીને. આપહી=પતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org