SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી આનંદઘનજીનાં પદા રાખવી નહિ. હે પ્રભુ! તમારે કોના બાપની સાડી બાર છે, તમારે કેની ગરજ છે, તમારે કેની દરકાર છે? તમે તદ્દન બેદરકાર થઈ જાઓ. પગલિક વસ્તુમાત્રની આશા છોડી દ્યો, તે તમને હાનિકારક છે, ઉપકારક નથી. વળી આ જીવ અન્યની આશા ઉપર અનેક કામો કરે છે, અન્યને ઘેર ધાન માફક ભટકે છે, મોટા માણસના મુખ સામું જોયા કરે છે વિગેરે બાબત પર અઠાવીશમા પદમાં વિવેચન થશે; પણ હે નાથ ! તમારે શામાટે કેઈની દરકાર રાખવી પડે છે? તમારે જે જોઈએ તે તમારી પાસે છે, તમારી સાથે છે, તમારામાં છે, તમારા જ રૂપ છે; માટે કેઈની દરકાર તમારે કરવી નહિ. એ પ્રમાણે સર્વ ઉપર નેકનજરથી જશે અને પરની દરકાર મૂકી દેશે એટલે કાર્યસિદ્ધિ તરફ પ્રયાણ થશે. ઉપરાંત તમારે શુદ્ધ ચેતનાને મનાવવા માટે શું કરવું તે પણ હું કહું છું. ઉપર પ્રમાણેની સ્થિતિ પ્રાપ્ત કર્યો પછી તમે શુદ્ધ ચેતના તરફ જરા નજર કરશો અને તેને મુજર કરશો તો તે તમને આવીને મળશે–ભેટશે અને વળી તે એવી સારી રીતે મળશે કે સાથે તે અજર, અમર સુખ લેતી આવશે એટલે તે તમને મળ્યા પછી તમારે વૃદ્ધાવસ્થા અને મરણનું દુઃખ હમેશને માટે મટી જશે. સંસારમાં ઘડપણનું દુઃખ મેટું છે અને વળી વારંવાર મરણ પામવાં અને જન્મ લેવાં એ પણ એવી જ મહાઉપાધિ છે. એ સર્વ પીડા નિરંતરને માટે મટી જાય તેટલા માટે જેમ તમે રાજાનો મુજ કરે છે ત્યારે તે તમારી સામે નજર કરે છે તેમ શુદ્ધ ચેતનાને મુજરો કરવાથી તમારી ભવની ભાવઠ ભાંગી જશે. કહેવાની મતલબ એ છે કેકનજરે સર્વ પ્રાણીઓને જોવાથી અને તેઓની સ્થળ લાભ માટે દરકાર ન કરવાથી એક લહેજામાં તમે મેક્ષ પ્રાપ્ત કરી શકશે. ઉપર ઉપરનાં શુભ જણાતાં પણ કેવલ કીર્તિને માટે જ કરાતાં કાર્યો વ્યવહારને અંગે કરી તમે કાળ નિર્ગમન કરી નાખે છે તે હવે છેડી દો અને શુદ્ધ ચેતનાને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરો, જેમ કરવાથી તમારે નિરંતરની ઉપાધિનો છેડો આવી જાય. निशि अंधयारी घन घटा रे, पाउं न वाटको फंद; करुणा करो तो निरबहुं प्यारे, देखुं तुम मुखचंद. रिसानी० ४ અંધકારમય રાત્રિ છે, વાદળાની છાયા ( ફેલાયેલી છે). હે પ્રભુ! રસ્તાનાં વિઘો ન થાય એવી મારા પર કૃપા કરો તો હું આવું અને તમારા મુખચંદ્રનું દર્શન કરું.” * અંધારીને બદલે “ અંધારી ” એ પાઠ છે. ૪. નિશિ=રાત. અંધયારી=અંધકારવાળી. ધનવાદળાની. ઘટા=છાયા. પાઉં ન=મને ન થાય, ન મળે. વાટકા=રસ્તાનાં. ફંદ=વિડ્યો. નિરવહું=આવું. દેખું દર્શન કરું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy