________________
સત્તરમું પદ
૨૩૩ હજુ તો બાળ છે, નાને છે, ભદ્રક પરિણામી છે, સર્વનું ભલું ઈચ્છનારે છે, સર્વનું સુખ ઇચ્છનારો છે, બાળભેળો છે. સંયમ કદિ કેઈનું માઠું કરનારો થતો નથી અને પોતે વળી અમૃત જેવાં મધુર વચન બોલે છે. કહે છે કે-સર્વ જીવોની દયા પાળો, સાચું બેલે, ચોરી નહિ કરો. વિગેરે વિગેરે. આવો બાળભેળો કરે છે તેને તું શું જોઈને મારવા ઊભો થયે છે? મૂર્ખ મડદા ! જા, જા ! હું તને કહું કે તારે ભૂલેચૂકે પણ મારા સંયમરૂપ છોકરાને મારે નહિ.
(૨) વળી વિવેક વધારે કહે છે કે-હે મૂર્ખ ! તું તે લાકડી લઈને ચાલે તે ઘરડા થઈ ગયા છે, તારું શરીર શીખળવિખળ થઈ ગયું છે અથવા તારા હાથમાં મુનિવેશદર્શક ડાંડે લીધો છે. અથવા તું લાકડી લઈને છોકરાને મારવા ચાલ્યા છે, સામે જાય છે, પણ શું તારા નેત્રે ફૂટી ગયાં છે? તારી આંખ ગઈ છે? શું તારા હૈયાનાં નેત્રો ફૂટી ગયાં છે? તારે લાકડી લઈને ચાલવાનો વખત આવ્યે (ઘડપણ અથવા દીક્ષાને લીધે) છતાં પણ હજુ તું બીજાના પ્રાણ હરણ કરવા જાય છે. તારી તે હજુ પણ આંખ ઊઘડતી નથી. તું વિચાર કર, જરા જે. તું કોણ છે? તારી સ્થિતિ કેટલી છે? તારું શરીર કેવું છે? તું કેના ઉપર ઘા કરવા જાય છે? તું તો મરણને કાંઠે સૂતો છે, હાથમાં લાકડી લીધી છે અને આ છોકરાને મારવા ઊભે થયે છે, પણ જરા વિચાર તો ખરો કે તને આવતા ભવમાં જેટલી પણ કોણ આપશે ? ખાવાનું કોણ દેશે ? પરભવમાં કાંઈ મોસાળ નથી, પલંગ પાથરી રાખ્યા નથી, ત્યાં તો “પૂર્વત્તા ૪ થા વિઘા, પૂર્વવત્ત તુ ચદ્ર” જે હશે તે જ તને મળવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી.
(૩) વળી એ નાનો સંયમરૂપ બાળક છે તે હવે જરા જરા બોલે છે. કાંઈ પાંચ, પચીશ અને પચાસ તથા તેથી વધારે વચનો પણ બેલે છે, તે હવે તદ્દન નાનો બાળક નથી, ભાંગ્યું તૂટયું હવે તે બોલવા લાગે છે.
પાંચ બેલ-પાંચ મહાવ્રતરૂપ તે સંયમરૂપ છે અને સુખદાયી (સુધા) છે. પચીશ બોલ–પાંચ મહાવ્રતની પચીશ ભાવના છે.
પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના ૧ ઈસમિતિ સમતા રાખવી. ૨ અવલોકન કરીને ભેજનાદિ કરવાં. ૩ વસ્તુ ગ્રહણ નિક્ષેપમાં જુગુપ્સા ન કરવી, પ્રમાર્જના કરવી. * વિસ્તારથી જાણનાર ઈચ્છુક પ્રવચનસારોદ્ધાર ગ્રંથનું તેરમું દ્વાર જેવું.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org