________________
૨૩૧
સત્તરમું પદ્મ
ભાવ—હું વૃદ્ધ જઠર ! રેણુ ! મિથ્યાત્વ ! તું જો, આ ચેતનજી જેને ઉપશમ સમકિત પ્રાપ્ત થયું છે તેનુ સ્વરૂપ કેવુ' છે તે વિચાર. એ બાળક સ્વરૂપસાક્ષાત્કાર કરે છે અને પેાતાના બે પગેા ઉપર લાકડીનેા ટેકા દઇને ટગુમગુ ચાલવા લાગ્યા છે. એના બે પગ તે તાત્ત્વિકવૃત્તિ રુચિ અને આગમાનુયાયી શુદ્ધ શ્રદ્ધા સમજવી. તાત્ત્વિક શુદ્ધ વસ્તુસ્વરૂપના જ્ઞાન ઉપર રુચિ અને આગમકથન ઉપર શુદ્ધ શ્રદ્ધા એ સમકિતનાં આ બન્ને પગ ઉપર ચેતનજી ઉપશમ સમકિતરૂપ લાકડીના ટેકા ઈ ટગમગ ટગમગ ચાલવા લાગ્યા છે. એને સાધ્યનુ દૂરથી દન થયુ છે, સ્વરૂપજ્ઞાનના પ્રકાશ તેના પર પડવા લાગ્યા છે અને ગ્રંથીના ભેદ થયા છે. આવી રીતે ચાલવા લાગ્યા એટલે ઉત્ક્રાન્તિમાંચતુર્થાં ગુણસ્થાનકમાં વિશેષ વધારો કરવા લાગ્યા અને આગળ પ્રગતિ કરવા લાગ્યા. અરે જઠર મિથ્યાત્વ ! ડાસા ! તું શું આ દેખતે નથી ? તને આ સ સૂઝતું નથી ? પણ ખરેખર, તને તે ક્યાંથી સૂઝે? તારા કેવળજ્ઞાન, કેવળદશનરૂપ નેત્રા તે અનાદિ કાળથી ફૂટેલાં છે તે કાંઈ આજકાલનાં ફૂટેલાં નથી અને જેનાં નેત્રા ફૂટી ગયાં હોય તે શુદ્ધ સ્વરૂપ ક્યાંથી દેખી શકે ? તું તે। આજન્મ આંધળા છે તેથી તને આ
હકીકત દેખાય જ ક્યાંથી ?
વળી હૈ મિથ્યાત્વ ! તું અનાદિ કાળથી ચેતનજીના ઘરમાં વિલાસ કરીને જેમ ઘરને કાલ કાતરે છે, ડુક્કર ઘરને ખેાઢી નાખે છે તેમ તે તેનાં જ્ઞાન, દર્શન, ચારિત્રને ખાદી નાખ્યાં છે, પણ હવે તે તુ' મરણને આશીકે સૂતા છે એટલે તારા છેડા નજીક આવ્યે છે; કારણ કે આગમમાં કહ્યું છે કે પળવારા ઉત્તમચં ભવચક્રમાં ઉપશમ સમકિત પાંચ વાર પ્રાપ્ત થાય છે. ચેતનજી પાંચ વાર તે ઉંપશમ સમકિત પામી ચૂકયા છે. હવે નિયમા ક્ષપકશ્રેણી આર ભશે તેથી તારા અંત નિરંતરને માટે આવી પહે ંચ્યા છે. તારુ જીવન તારા આહાર ઉપર છે, તારા આહાર અન'તાનુબંધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી અને સમકિત મેાહની, મિશ્ર મેાહની અને મિથ્યાત્વ મેાહની છે અને સમકિત પ્રાપ્ત થતાં તેના ક્ષય, ક્ષયાપશમ કે ઉપશમ થાય છે તેથી એ તારા આહાર મળતા તને બંધ થયા છે. આવી રીતે તારા જીવનના આધારરૂપ સાત કમ પ્રકૃતિના આહાર તને મળતા બંધ થવાથી તારું મૃત્યુ નજીક આવી પહેાંચ્યું છે. હવે તે ચેતનજી કદિ પણ તારી નજીક આવશે નહિ, તને દાદ દેશે નહિ અને તારી સંગત કરશે નહિ. મિથ્યાત્વનુ જોર એટલુ બધુ સખ્ત વર્તે છે કે સમકિત પ્રાપ્ત થયા પછી પણ તેનાથી બની શકે ત્યાં સુધી આ જીવને ખેંચી ખેંચીને પણ મિથ્યાત્વ ઉપર પછાડે છે પણુ સમ્યક્ત્વપ્રાપ્તિ પછી છેવટે વધારેમાં વધારે અધ પુદ્ગલપરાવન જેટલા કાળમાં તે તે ક્ષપકશ્રેણી માંડી સર્વ કર્મને હટાવી દે છે અને તે વખતે મિથ્યાત્વને સથા કાપી નાખે છે, નિરંતરને માટે કાપી નાખે છે અને પછી મિથ્યાત્વનું તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર પર જે સામ્રાજ્ય ચાલતું હતું તે અટકી જાય છે. એ સમકિત ગમે તે। ક્ષાયિક હાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org