________________
૨૨૦
શ્રી આનંદઘનજીનાં પર મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી પ્રભાત થયે. આત્માને જ્ઞાનગુણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને સર્વત્ર અજવાળું દેખાય છે, તેને સ્વપરનું ભાન થાય છે અને તેની સર્વ અંધકારજનિત મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
શુદ્ધ ચેતન પોતે ચક છે અને શુદ્ધ ચેતના ચકવી છે. આ ચકવા ચકવીને આખી રાતને વિરહ હતો. બંને નદીના જૂદા જૂદા (સામસામા ) કાંડા ઉપર બેસીને કાંક્રાં અવાજ કરીને શોરબકોર કરતા હતા તે અવાજ હવે બંધ થઈ ગયે. પ્રભાત થવાથી રાત્રિને વિરહકાળ બંધ થશે અને શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતન મળ્યાં. ચક અને ચકવી આખી રાત નદીના બે કાંડા પર બેસી શેરબકેર કર્યા કરે છે, પણ અંધારાને લીધે એક બીજાને દેખી શકતાં નથી. પ્રભાત થાય છે ત્યારે તેમને વિરહ મટી જઈ બને એકઠાં થાય છે.
શુદ્ધ ચેતન અને શુદ્ધ ચેતન વસ્તુસ્વરૂપે એક જ છે. સ્વરૂપ સ્વરૂપવંતથી ભિન્ન હોતું નથી, તેઓ વચ્ચે ગુણ ગુણીને સંબંધ છે, પણ અનાદિ કર્મસંતતિથી શુદ્ધ સ્વરૂપ પર જે આવરણ આવી ગયું હતું તે જ્ઞાનભાનુના પ્રકાશથી દૂર થાય છે. આવરણ દૂર થયું-આચ્છાદન ખસી ગયું અને સ્વરૂપાનુસંધાન થયું એટલે અજ્ઞાન અંધકાર ચોતરફ ફેલાયે હતો અને કર્મપ્રચુરતારૂપ નદી બન્નેની વચ્ચે આડી પડેલી તે સર્વ જ્ઞાનભાનુના ઉદયથી પ્રભાત થતાં ખસી ગયાં અને ઘણું કાળનો ચેતન ચેતનારૂપ ચકવા ચકવીને વિરહ હતા તે દૂર થયે. જ્યાં સુધી અજ્ઞાનાવરણ વચ્ચે અંતરાય કરતું હોય
ત્યાં સુધી શુદ્ધ વસ્તુનું દર્શન થતું નથી. અને તે ન થાય ત્યાં સુધી શુદ્ધ ચેતનાને મળવા કઈ કઈ વાર ઈચ્છા થાય, કઈ વાર તે મેળવવા પ્રયાસ થાય, શોકગાર થાય પણ તે સર્વ પરિણામ વગરના થઈ પડે છે. જ્ઞાનભાનુને ઉદય થતાં રાત્રિકાળ પૂર્ણ થાય છે અને ચેતન ચેતનાને સંબંધ વ્યક્ત થાય છે–પ્રગટ થાય છે અને વિરહકાળ પૂર્ણ થાય છે. આ સ્થિતિ (લેભને નાશ ત્યાં થાય છે માટે) દશમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. તે વખતે વિશેષ શું થાય છે તે પણ સામાન્ય રીતે બતાવે છે તે આપણે વિચારીએ.
फैली चिहुं दिस चतुरा भावरुचि, मिट्यो भरम तम जोर;
आपकी चोरी आपही जानत, और कहत न चोर. मेरे० २
વિચક્ષણતારૂપ કાંતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ, ભ્રમરૂપ અંધકારનું જોર મટી ગયું; પિતાની ચિરી (ચોરી કરનાર) પિતે જ જાણે છે, બીજાને ચેર કહેતા નથી.”
ભાવ–સૂર્ય ઉદય થતાં જેમ સર્વત્ર કાંતિ ફેલાય છે તેમ ઘટમાં જ્ઞાનભાનુને ઉદય થતાં સર્વત્ર કુશળતાવાળી સ્વાભાવિક કાંતિ ફેલાઈ ગઈ. જ્ઞાનથી લોકાલોકના સર્વ
૨ ફેલી ફેલાણી. ચિહું દિસ=ચાર દિશામાં સર્વત્ર. ચતુરા–વિચક્ષણ. ભાવરચિવભાવરૂપ કાંતિ. મિચ્યો=મટી ગયું. તમ=અંધકાર. આપહી=પને જ. જાનત=જાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org