________________
પંદરમું પદ
ર૧૯ ઈચ્છક છે તે વિચારે કે આનંદઘન મહાત્મા જેઓ સચ્ચિદાનંદસ્વરૂપ છે તેઓ તે સમતાને મંદિરે પધારશે, તે કદિ પણ માયા, મમતા, તૃષ્ણ જેવી કુટિલ સ્ત્રીઓના મંદિરમાં આવશે નહિ, તેની સામે દષ્ટિપાત પણ કરશે નહિ અને તેમ થશે ત્યારે જ ખરા વિજયડંકા વાગશે. એવા વિજયના ડંકા કાંઈ માયા, મમતાના મંદિરે જવાથી વાગશે નહિ; માટે અનુભવ ! તમે તમારા મિત્ર ચેતનજીને કહો કે હવે એ માયા, મમતાને ત્યાગ કરી પિતાના કોણ છે તેને વાસ્તવિક રીતે ઓળખે અને જે મંદિરમાં આનંદઘન ભગવાનને વાસ છે તે સુમતિના મંદિરમાં પધારી પિતાને વિજયડંકા વગાડે.
અનુભવને આ સર્વ હકીકત સુમતિ કહે છે તે ચેતનજી સાંભળે છે, કારણ કે અનુભવનું સ્થાન તો ચેતન જ છે. વિભાવદશા મૂકી બરાબર અવકન કરે એટલે યથાર્થ સ્વરૂપજ્ઞાન થાય તેને અનુભવ કહે છે.* ચેતનને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે તેને સ્વપરનું સ્વરૂપ બરાબર સમજાય છે, ધીમે ધીમે વિકસ્વરતા પ્રાપ્ત થતી જાય છે અને આનંદઘનપદ-પ્રાપ્તિ થાય છે. એ સ્વરૂપાનુસંધાનમાં શુદ્ધ ચેતનાને પણ પરિચય થાય છે અને અપૂર્વ સુખને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રહસ્ય આખા પદનું એ છે કે-તૃષ્ણ, કુમતિ વિગેરે વિભાવને ઓળખી તેને ત્યાગ કરવો અને શુદ્ધ સ્વભાવદશામાં રમણ કરવું એ જીવનનું લક્ષ્યસ્થાન છે અને પરમ સાધ્ય છે.
પદ પંદરમું
રાગ સારંગ. मेरे घट ग्यान भानु भयो भोर. मेरे०
चेतन चकवा चेतना चकवी, भागो विरहको सोर. मेरे० १ “મારા હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી પ્રભાત થયે, તેથી શુદ્ધ ચેતન ચક છે, ચેતના ને ચકવી છે (તેને) વિરહને શોરબકોર અટકી પડ્યો. ”
ભાવ-સુમતિએ અનુભવ દ્વારા ચેતનજીને આગળ કહી તે હકીક્ત કહેવરાવી એટલે ચેતનજીનું સ્વરૂપ પ્રગટ થવા માંડયું, તેઓ માયા મમતાના મંદિરેથી સુમતિના મંદિર તરફ આવી તેના સમાગમમાં વિશેષ રહેવા લાગ્યા, પિતાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ કરવા લાગ્યા અને તેને ઓળખવા લાગ્યા. એમ કરતાં કરતાં જ્યારે સત્તામાંથી પણ મોહનીય કર્મને ક્ષય કરી ચેતન શુદ્ધ થાય છે ત્યારે તેની શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. શુદ્ધ દશામાં વર્તત ચેતન નીચે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે તે રટણ કરવા યોગ્ય છે.
* ખટાશને યાદ કરતાં કે સારાં સારાં ભોજને યાદ કરતાં મુખમાં પાણી છૂટે છે ને તેને ખાતી વખત પણ પાણી છૂટે છે, તે પણ આ બેમાં જેમ ઘણે જ આંતર છે તેમ જ્ઞાન અને અનુભવમાં તફાવત છે.
૧ ઘટ=હૃદયમાં. ભાનુ સુર્ય, ભેર=પ્રભાત. ભાગ=અટક. સેર શોરબકોર, અવાજ,
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org