________________
ચોદયુ પદ્મ
૨૧૭
છે, ઠગારી છે, કપટી છે અને પેાતાના કુટુંબને ( પીયરીઆને) પાષનારી છે—એવું મનમાં કેમ વિચારતા નથી અથવા એની સાખત અટકાવી ઢો. ’’
ભાવમારા પતિને તૃષ્ણા ઉપર રાગ બધાણા છે અને તેની સાથે સંબંધ થયા છે તેનું સ્વરૂપ હે અનુભવ ! તમે કેમ વિચારતા નથી ? આવા શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નાના ધણી થઇને મારા પતિ કેવી સ્ત્રીઓ સાથે સંબંધ કરે છે તે તે જુઓ. તમે વિચારશે તે તમારા મનમાં અતિ ખેદ આવશે, ત્રાસ ટશે કે-અહા ! જેના ઘરમાં શુદ્ધ પવિત્ર આદરૂપ સ્ત્રીઓ છે તે કાના ઘરમાં આથડે છે ? ધન સંગ્રહ કરવાની બુદ્ધિને તૃષ્ણા કહે છે. એ કુલટા સ્વચ્છંદી સ્ત્રી છે અને ભાંડની દીકરી છે. ભાંડ મશ્કરી કરીને અથવા ભિખ માગીને પેાતાના નિર્વાહ કરે છે. સમાજમાં તેઓ તદ્દન અધમ વર્ગોમાં આવે છે અને ભવાયાના નામથી ઓળખાય છે. એ ભાંડ સ્થાને અહીં લેાભ સમજવા, એવા ભાંડ-ભવાયાની દીકરીને ( એના કુળમાં ) શિક્ષણ પણુ સ્વચ્છ ંદતાનુ જ મળે છે. હવે એકલી કુલટા સ્ત્રી તે તમારા ઘરમાં આવીને શું જયવારા કરશે ? શું ઉર્જારા કરશે ? એ તમારા ઘરનું શું લીલું કરશે ? હે અનુભવ ! તમે ચેતનજીને કહા કે આવી અધમ સ્ત્રીઓ સાથે તમારે પરિચય કરવે એ તમને જરા પણ ઘટતુ નથી. વળી એ તૃષ્ણા કેવી છે તેનું સ્વરૂપ ચેતનજીને જાણવુ' હાય તે હજી પણ તેને ખતાવે કે એ તૃષ્ણા તે શઠ છે એટલે ભૂખી અક્કલ વગરની છે, એને પતિ કે યારના ખ્યાલ પણ નથી; વળી એ મહાધુતારી છે, જ્ઞાનધનને ઠગીને હરી જનારી છે અને સવ ધન-ઘરબાર લૂંટી જઇ પુણ્યધન વગરના કરી તેને ખાવા બનાવી મૂકે તેવી છે; તેમ જ વળી જૂદા જૂદા વેષા કરનારી, છળપ્રપંચથી ભરેલી અને છળની જ વાર્તા કરનારી છે. આવી રીતે તે શ છે, ઠગ છે અને કપટી છે; વળી તે ઉપરાંત તે રાગ, દ્વેષ, અજ્ઞાન વિગેરે પેાતાના પીયરીયાંને પોષનારી છે, વધારનારી છે અને તમારા ક્ષમા, ધૈય વિગેરે કુટુ બી સાથે લડાઈ કરનારી છે.
આવી શરમ વગરની, હલકા કુળની, મૂખી, કપટી, લુચ્ચી અને પીયરીઆંને પોષનારી તૃષ્ણા તમારા ઘરમાં શું જયવારા કરવાની છે ? તમને શું સારા રૂપમાં દેખાડવાની છે? એ તે એવી એવી વાત યુક્તિપૂ`ક કરશે કે તેનું રહસ્ય તમારા ખ્યાલમાં પણ આવશે નહિ કહેશે કે મારા ભાઇ । બાપડા આજે ઘેરથી જાય છે તે જતા જતા આવતી કાલે પાછો આવે છે અને તમારા ભાઇ તેા એણુ પાર આણુ પાર લાગેલા જ છે. વાત એમ હતી કે પેાતાના ભાઇ દરરાજ ઘેર આવતા અને પતિના ભાઇ વરસે એ વરસે આવતા, પણ ભાષાપ્રપંચથી હકીકતને એવા રૂપાંતરથી બતાવવામાં તૃષ્ણાદિક કપટી સ્ત્રીએ વાાળ પાથરે છે કે જેમાં ભદ્ર જીવા ફસાઈ જાય છે.
હે અનુભવ ! આવી અધમ કુલટા તૃષ્ણા છે એમ મારા પતિ કેમ વિચારતા
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org