________________
ચાંદમું પદ
૨૧૫ એની પરિણતિની નિર્મળતા થતી નથી, એને વસ્તુસ્વરૂપનું ભાન થતું નથી અને સમતાની સાથે તેની પિછાન થતી નથી. જીવનનો સાર પ્રાપ્ત કર હોય, જિંદગીને સરવાળે કાંઈ જમે કરી લઈ જવું હોય તે સુમતિનું સ્વરૂપ ચેતનજી! સમજે અને તેને મંદિરે પધારે. સુમતિ અથવા સુમતા હજુ પણ ઉદ્ગારરૂપે અનુભવને વિશેષ કહે છે, તે માટે નીચેનું પદ વાંચે. એમ કરવાને હેતુ એ છે કે એથી જે ચેતનજી બરાબર માયા–મમતાને ઓળખી જઈ તેને સંગ છોડતા જાય તો પરિણતિની નિર્મળતા કરી છેવટે શુદ્ધ ચેતના સાથે પ્રેમમાં પડી રહે અને આ ચકભ્રમણને છેડે લાવે.
પદ ચૌદમું
રાગ-સારંગ. अनुभव तुं है हेतु हमारो. अनु० आय उपाय करो चतुराई, औरको संग निवारो. अनु० १
હે અનુભવ ! તું અમારે (મારે અને ચેતનનો ) હિતસ્વી છો, (તો) ચતુરાઈથી લાભવૃદ્ધિને ઉપાય કરે અને બીજાઓની સેબત અટકાવી દે.”
ભાવ-હજુ પણ અનુભવને ઉદ્દેશીને સમતા વધારે વાત કહે છે. હે બંધુ અનુભવ ! તું અમારા બંનેને ખરેખ હિત કરનાર છે. મારા પતિનું અને મારું શુભ ઈચ્છનાર જો ખરેખરું કઈ હોય તો તે તું જ છે. જેમ અનુભવ વધે તેમ ચેતન સુમતિને મંદિરે વધારે આવે, સુમતિ સાથે પ્રેમ વધારે બતાવે અને સુમતિને પિતાની સ્ત્રી તરીકે સવિશેષપણે સુખ આપે. અનુભવ મિત્ર ! આ હકીકત તું સારી રીતે જાણે છે, માટે વિચક્ષણતા વાપરીને કઈ એવો ઉપાય કરે કે મારા પતિના સંબંધરૂપ લાભ મને પ્રાપ્ત થાય. મિત્રની ફરજ છે કે પિતાના સ્તદારને હરકોઈ પ્રકારે લાભ થાય તેવો ઉપાય તેણે ચિંતવી આપ-જી આપ-ગેડવી આપો. વળી અનુભવ મિત્ર જ્યારે તમે મારું અને મારા પતિ બન્નેનું શ્રેય ઈચ્છે છે તે સાથે એ પણ ઉપાય
જો કે એ માયા મમતાને સંગ મૂકી દે. જ્યાં સુધી ચેતન માયા મમતાની જાળમાં ફક્સેલા રહેશે ત્યાં સુધી એને સ્વપરવિવેચન થશે નહીં–પિતાના અને પારકાને ઓળખશે નહિ અને પરકામે લાગ્યા કરશે. એને આખા દિવસમાં જરા પણ ફુરસદ મળશે નહિ અને પૂછશે તો કહેશે કે-હું મારા કામે જાઉં છું, પણ પિતાનું કામ શું છે એ બિચારો સમજતો નથી. જ્યારે માયા મમતાને સંગ મૂકી સમતાને મંદિરે પધારી આત્મનિરીક્ષણ કરશે ત્યારે તેને સમજાશે કે પોતે જેને પિતાનું કામ માને છે તે તે
૧ હેતુ=હિતકારી, વૃદ્ધિ કરનાર, હિતેશરી. આય પ્રાપ્તિ, લાભ-તેને. ચતુરાઈવિચક્ષણતા. ઔર = બીજાને. સંગબત. નિવારો=અટકાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org