SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમું પદ ૨૧૩ જ આખું વાક્ય બોલે છે અને તે પ્રથમ ગાથાના અનુસંધાનમાં જ આવે છે. તે પ્રમાણે અર્થ કરીએ તો સુમતિના મુખમાં નીચેના શબ્દો આવે છે -એ માયામમતાના પ્રસંગમાં આવીને ચેતન તો તેના ઉપર ખુશી થઈ ગયા છે, તેમના ઉપર વારી ગયા છે, ત્યારે એ હકીકતને લઈને તે અનુભવ ! તમે દિલગીર રહેતા નથી? તમને એ વાતથી ખેદ આવતું નથી ? તમને એમ થતું નથી કે આવો અનંત શક્તિને ધણી ચેતન જેની સત્તામાં અનંત ગુણો રહેલા છે તે આવી વેશ્યાની સેબતમાં પડી જઈ ધન ગુમાવી બેઠે છે, પિતાની શક્તિ સમજતો નથી અને પિતાના કુળધર્મને ખ્યાલ કરતો નથી ? હે અનુભવ ! આમ છે છતાં પતિને મારાથી એકાંતે તજી શકાતો નથી, હું કુળવાન રહી તેથી એને ત્યાગ મારા ખ્યાલમાં આવતું નથી ત્યારે શું આપણા લોકમાં પણ મારી મશ્કરી ન થાય ? આપણું લેક શાંતિ, ક્ષમા, દયા, ધૃતિ, નિર્વેદ વગેરે મારી મશ્કરી ન કરે કે આ સુમતિ તો પતિની બેદરકારી છતાં તેને વળગ્યા જ કરે છે? આ પ્રમાણે અર્થ કરે એ ગાથાના આગળ પાછળના સંબંધને અનુરૂપ છે. એમાં આશય એ જ આવે છે કે માયા-મમતાના પ્રસંગમાં ચેતનજી એવા રાચી રહ્યા છે કે સુમતિને બોલાવતા પણ નથી અને તેમ છતાં પણ સુમતિ કુળવધૂ અથવા નિમકહલાલ પરિચારિકા તરીકે તે બાબત ઉપર ખેદ કરી અનુભવને પિતાની સ્થિતિ સમજાવે છે, જે સાંભળી પતિ નિજ મંદિરે પધારવા નિર્ણય કરે એ તેને ગુહ્ય ઉદ્દેશ છે. समजत नाहि निठुर पति एति, *पल एक जात छमासी; आनंदघन प्रभु घरकी समता, अटकली और लबासी. अनु० ३ કઠોર પતિ ( આત્મરાજ ) એટલી વાતથી સમજતા નથી અને (મારી) એક ક્ષણ છ માસ જેવી જાય છે. હે આનંદઘન પ્રભુ! સમતા તમારા ઘરની પટરાણી છે, બીજી (માયા મમતા) લબાડી છે એમ અટકળો-જાણે-સમજો. ભાવ–વળી સુમતિ આગળ વધી અનુભવને પિતાનું હૃદય ખાલી કરતાં જણાવે છે. તે અનુભવ ! તને જણાવ્યું તેમ મારા પતિની સર્વ જગ્યાએ અને ખાસ કરીને ભદ્રલોકમાં હાંસી થાય છે અને મારાથી તે સહન થતું નથી તેથી મારા પતિને સમજાવવા હું ઘણી ઘણી જાતની યુક્તિ કરું છું. અગાઉ (દશમા પદમાં) જણાવ્યું તેમ હું ગાઉં છું, નાચું છું પણ તે તો મારા મંદિરે પધારતા નથી અને માયામમતા સાથે બાજી ખેલ્યા કરે છે, તેની સાથે આનંદવિલાસમાં મસ્ત બની પડ્યા * “પલક' એવો પાઠાંતર છે. ૩ નિદુર કઠોર. એતી એ વાતથી. છમાસી=છ માસ, અડધા વરસ જે ઘરકી=પતાની, ઘરની. અટલી=અટકળે, જાણ. ઔરીજી, માયા મમતા. લબાસી=બાડ, ગપ સપા, ગાલ પુરાણ. Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy