SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ તેરમું પદ ૨૧૧ વચ્ચે જે વાતચીત થાય છે તે આનંદઘનજી મહારાજે ચીતરી છે, તે પર ધ્યાન આપવા યોગ્ય છે. સુમતિ કહે છે–હે અનુભવ ! હું તો આત્મરાજ-ચેતનજીની દાસી છું-કિંકરી છું, નિરંતર તેમની સેવામાં તત્પર છું. તેઓ મને જે આદેશ આપે તે કરનારી છું. અથવા હે અનુભવરાજ ! હું તો તમારી દાસી છું, તમારી આજ્ઞા પ્રમાણે વર્તનારી છું. જે તમે મંદ છે તે હું પણ મંદ હોઉં છું અને તમે તીવ્ર હે તે હું પણ તીવ્ર હોઉં છું. મારે અને તમારે આ સંબંધ સુપ્રસિદ્ધ છે. પણ માયા અને મમતા ચેતનજીની પટરાણીઓ હાલ થઈ બેઠેલી છે તે કયાંથી આવી છે અને ક્યાંની રહેનારી છે તે હું જાણતી નથી. માયા એ છળ પ્રકૃતિ છે, હું કહેવરાવનાર છે. મમતા એ મારાપણું છે, મોહ રાજાને એ મંત્ર છે અને જગતને એ અંધ બનાવનાર છે. આ બંનેને આમરાજ પટ્ટરાણી તરીકે ક્યાંથી બેસાડી દીધી ? તેઓનું કુળ શું છે? તેઓ ક્યાંથી આવી છે ? અને તેઓ ક્યાંની રહેવાવાળી છે? તેની પણ પૂરી તપાસ ચેતનજીએ કરી હોય એમ મને લાગતું નથી. તેઓ ચેતનજીને વળગી પડી છે અને ચેતનજીએ તેને પટરાણી તરીકે ઠોકી બેસાડી છે, પણ તેઓને કુળધર્મ શું છે તેની પણ પૂરી તપાસ કરી હોય એમ લાગતું નથી. આ મમતા કોની દીકરી છે અને એવી અધમ વર્ગની કુલટા સ્ત્રી કેટલું કામ બગાડી નાખે છે એ સંબંધી વિશેષ સ્વરૂપ આવતા પદમાં તપાસ કરીને સુમતિ જ અનુભવને કહેશે. અહીં તાત્પર્યાથ એટલે છે કે જેના ઉપર આત્મરાજ આટલી પ્રીતિ કરી પિતાનું સર્વસ્વ ગુમાવે છે અને રાશીના ફેરામાં ફર્યા કરે છે તેનું સ્વરૂપ બરાબર હું જાણતી નથી. એક સ્ત્રી સાથે સંબંધ કરવા પહેલાં સુજ્ઞ પુરુષોએ વિચાર કરવો જોઈએ કે એ સ્ત્રીને સ્વભાવ કેવો છે, એનું ખાનદાન કેવું છે, એના માતપિતા કોણ છે અને એનું સામાન્ય વર્તન કેવું છે. આ સર્વ બાબતમાં ચેતને તપાસ કરી હોય એમ લાગતું નથી અને ગમે તેવી સ્ત્રીઓને ઘરમાં બેસાડી દીધી છે એ શું તેને યુક્ત છે ? रीज परे वांके संग चेतन, तुम क्युं रहत* उदासी वरज्यो न जाय एकांत कंतको, लोकमें होवत+ हांसी. अनु० २ તેની સોબતમાં ચેતનજી ખુશી ખુશી થઈ ગયા છે, (પણ) તમે ઉદાસ કેમ રહે છે? પતિને સર્વથા તજી શકાતો નથી અને (અમારા) લોકોમાં પતિની મશ્કરી થાય છે. * “રહે ન’ એવો પાઠ રહતને સ્થાને છે. + “હત ન” એવો પાઠ હેવતને સ્થાને છે. ૨ રીજ પરેગરીઝી પડે, ખુશી ખુશી થઈ જાય છે. વાંકેઃતેના, માયા મમતાન. કયું શામાટે. ઉદાસીદિલગીર, વરત , છોડ્યો. એકાંત સર્વથા. હાવત= થાય છે. હાંસી મશ્કરી, ઠેકડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy