________________
૨૧૦
શ્રી આનંદઘનજીનાં પદો ફેરા મટી જાય એમ કેઈ પણ રીતે કરી મારી લાજ રાખો. એક વખત જો મને ભાવવિવેક પ્રાપ્ત થશે તો પછી ત્યાગ કરવા ગ્ય અને આદરવા ગ્ય વસ્તુનું સ્વરૂપ સમજી હું લાયકને આદરીશ, નાલાયકને ત્યાગ કરીશ.
સુમતિ કહે છે કે–પ્રાણુ આ પ્રમાણે પાટ ખેલે છે, ચારે ઘરમાં ફરે છે, પણ જ્યાં સુધી એને ભાવવિવેકનું પિ આવતું નથી ત્યાં સુધી એની બાજી કાચી છે, હજી તેને પિ મળ્યું નથી પણ જે આનંદઘન ભગવાન એને પો બતાવે તે જીવ બાજી જીતી જાય, એનું કામ થઈ જાય અને એ પછી રાજી થઈને ગાજી ઉઠે. ચેતન ! તમારે હાલ વખત છે, તમે ગમે તેમ કરીને પ્રભુચરણસેવા કરી આનંદઘન પ્રભુ પાસેથી પિનું દર્શન કરી તેને પ્રાપ્ત કરો.
ચેતનજીને ઉપદેશ આપવા અને વસ્તુસ્વરૂપને યથાર્થ ખ્યાલ આપવા માટે આનંદઘન મહારાજે ચેપાટ જેવી રમતને જે ગાર્થ કર્યો છે તે બતાવી આપે છે કે ચેતનજીને સમજાવવા માટે પરમ ઉપકારી મહાત્મા તેના પરિચયવાળી રમતગમતની વસ્તુને પણ કેવો સુંદર ઉપયોગ કરે છે. લક્ષ્યાર્થી મુમુક્ષુને ઉપદેશ લેવા માટે નિર્માલ્ય દેખાતા પદાર્થો પણ ઉપયોગી નીવડે છે. પ્રત્યેકબુદ્ધ જેવો સંસારના કોઈ જીવ અથવા વસ્તુને જોઈને પરોપદેશની અપેક્ષા વગર તરી જાય છે. આ પદને આશય વિચારી સર્વ વસ્તુમાંથી સાર ગ્રહણ કરવાને અભ્યાસ પાડે.
પદ તેરમું
રાગ-સારંગ.
अनुभव हम तो रावरी दासी, आइ कहातें माया ममता, जानुं न कहां की वासी. अनु० १
હે અનુભવ ! હું તે આત્મરાજની દાસી છું, (પણ) પેલી (પટ્ટરાણી) માયા મમતાઓ ક્યાંથી આવી ? વળી તે કયાંની રહેવાવાળી છે તે હું જાણતી નથી.”
ભાવ-હવે ચેતન તો ઉપર જણાવ્યું તેમ ચતુર્ગતિ ચોપાટ રમ્યા કરે છે, એ ચોરાશીના ફેરામાં ફર્યા કરે છે, પણ એને ભાવવિવેકનું પિ આવતું નથી અને એની બાજી કાચી રહ્યા કરે છે. મમતા માયાના સંબંધમાં પડી પાટ ખેલ્યા કરે છે, પણ સુમતિની વાત સાંભળતા નથી. સુમતિએ શ્રદ્ધાને અનુપમ રૂપમાં આવે ત્યારે ચેતનની સ્થિતિ બતાવી, પણ એ તે કાંઈ વાત સાંભળતા નથી, એ અનુભવમાર્ગ પર આવે ત્યારે તેની લડાઈને હેવાલ આપે પણ ચેતન તે માયા મમતામાં ફસી ગયા છે; એ બધી વાત ધ્યાનમાં રાખી સુમતિ આજે અનુભવને કહે છે. આ પદમાં સુમતિ અને અનુભવ
૧. રાવ રાજા; રાવરી રાજાની, આત્મરાજની. કહાંતે =કયાંથી. કહાંકી =કયાંની. વાસી=રહેવાવાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org