________________
અરયું પદ
૨૦૩
આવી રીતે પાંચ આશ્રવને કરવા કરાવવારૂપ દાણું આવે ત્યાં સુધી સાત ગતિમાં રખડવાનું થાય છે, પણ અષ્ટમી ગતિ જે મેક્ષ છે તેમાં જવાનું થતું નથી.
તેવી જ રીતે છ દાણાની નીચે એક દાણ આવે છે એટલે છકાય જીવનું મર્દન થાય-હિંસા થાય તેની સાથે એક એટલે અસંયમ આવે છે. આવી રીતે સાત દાણા થાય તેનું પરિણામ પણ સાત ગતિમાં રખડવારૂપ જ થાય છે.
સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ વેદને આશ્રયીને પણ સાત ગતિ શ્રી સુગડાંગ સૂત્રમાં ગણવામાં આવી છે, તે નીચે પ્રમાણે –
૧ નપુંસકવેદની એક ગતિ. તે સર્વથા એકે દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌદ્રિય અને નરકગતિમાં હોય છે. ૨ પંચેંદ્રિય તિર્યંચમાં સ્ત્રીપુરુષવેદ તેની બે ગતિ
અહીં તેમ જ નીચે મનુષ્યગતિમાં નપુંસકવેદ પણ હોય છે, પણ મુખ્યતા અત્ર સ્ત્રીપુરુષવેદની જ છે, કારણ નપુંસકને પણ ચિહ્ન તે પુરુષનું અથવા સ્ત્રીનું હોય છે, તદાશ્રયી અત્ર બે જ ગતિ ગણવી.
૨ પંચેંદ્રિય મનુષ્યજાતિમાં ઉપર પ્રમાણે સ્ત્રીપુરુષવેદ. ૨ દેવગતિમાં સ્ત્રી પુરુષવેદ.
બધા પાસાને ગણશે તો પણ આ પ્રમાણે જ હિસાબ આવશે. પાસા ગણવાનોદા ચલાવવાનો આ જ વિચાર છે એ વિવેકપૂર્વક ગણનાર એટલે ખરું ખોટું પારખનાર સમજી શકશે. મતલબ જ્યાં સુધી દા લીધા કરવાને હશે ત્યાં સુધી રમનારને સાતે ગતિમાં રખડવાનું થશે, માટે કઈ રીતે દા લેવો ન પડે એ પ્રયત્ન કરે.
આ પાસા ગણવાન વિવેક બીજી રીતે પણ સૂચવી શકાય છે. પાંચ ઇદ્રિ પર જય મેળવવારૂપ પાંચ દાણા આવે એટલે રાગ દ્વેષના બને દાણા નીચે દબાઈ જાય છે. તેવી જ રીતે ષડરિપુ પર જય કરવારૂપ-કામ, ક્રોધ, લેભ, મેહ, મદ, મત્સર પર જય મેળવવારૂપ છ દાણું આવે એટલે એક મન પર જય થવારૂપ એક દાણે નીચે દબાઈ જાય છે અર્થાત મનને જય થઈ જ જાય છે. તેવી રીતે દાણું ગણવાને વિવેક પ્રાપ્ત થાય એટલે પાંચ ઇદ્રિય અને પરિપુ પર જય મેળવવાનું બની શકે એટલે પછી મનેનિગ્રહ દ્વારા આત્મસંયમ થઈ પરમ સાધ્ય પ્રાપ્ત થાય છે.
અથવા પંચમ ગુણસ્થાનક પ્રાપ્ત થવા પાંચ દાણા આવે એટલે દેશવિરતિ ગુણ (પાંચમે ગુણસ્થાનકે) પ્રાપ્ત થાય એટલે અપ્રમત્ત અવસ્થા (સાતમે ગુણસ્થાનકે )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org