________________
૨૨
શ્રી આનંદઘનજીનાં પહે पंच तलें है दुआ भाई, छक्का तलें है एका; सब मील होत बराबर लेखा, यह विकेक गिनवे का. प्राणी. ३
હે ભાઈ પંચા તળે દુઓ છે અને છકકા નીચે એકે છે. સર્વે મળીને ચેકસ હિસાબ થાય છે તેને વિવેક ગણવામાં આવે છે.”
ભાવજેઓ પાટની રમત પાસાથી રમી જાણતા હોય તેઓએ જોયું હશે કે સર્વ પાસા ઉપર જણાવ્યું તેમ એક સરખા જ આવે છે, તેમાં પાંચ દાણું આ પ્રમાણે હોય છે. ક, આ પાંચ દાણુની બરાબર સામે એટલે પાસાને જમીન પર મૂ હોય અને આપણી સામે બરાબર પાંચ દાણું ઉપર આવે તેમ પાસાને ગોઠવ્યા હોય તે જમીનની સામી બાજુએ બે દાણા : આવી આકૃતિમાં આવે છે. બાજુમાં જમણી બાજુએ છ દાણું :: આવી આકૃતિથી આવે છે અને તેની સામી ડાબીએ બે વચ્ચે એક દાણ આવે છે. આવી રીતે સર્વે પાસા એક સરખા જ હોય છે તેથી મૂળ ગાથામાં કહે છે કે હે ભાઈ ! પાંચ નીચે પાસામાં દુગો આવે છે અને છક્કા નીચે એક આવે છે. એ સર્વ મળીને બરાબર હિસાબ થાય છે જે વિવેકપૂર્વક ગણવાથી આવી રહે છે. હવે એ ગણવાને વિવેક આધ્યાત્મિક રીતે કેવો થાય છે તે સમજાવવા યત્ન કરીએ.
હિંસા, મૃષાવાદ, તેય (ચોરી), અબ્રા અને પરિગ્રહરૂપ પાંચ આશ્રવના પાંચ દાણા નીચે જ્યારે બે દાણારૂપ કરવું અને કરાવવું આવે, એટલે પાંચ આશ્રવ કરવા કરાવવારૂપ કર્મપ્રણાલિકા પ્રાપ્ત થાય-મતલબ સાત દાણ આવે ત્યારે સાત ગતિમાં રખડવું પડે છે. જેટલા દાણું આવે તેટલા બાજીના નિયમ પ્રમાણે ચાલવા જ જોઈએ તેથી સાતે ગતિમાં રખડવાનું થાય છે અને જુગ ચાલી શકાય નહિ તેથી સોગઠી ઊડવાને ભય રહે છે, કારણ તે છૂટી પડી જાય છે. સાત ગતિ શાસ્ત્રકારે નીચે પ્રમાણે બતાવી છે.
૧ એકેંદ્રિય ગતિ. ૨ વિકદિય ગતિ. (બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્રિય.) ૩ નરક ગતિ. જ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ ગતિ. ૫ ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ ગતિ. ૬ મનુષ્ય ગતિ. ૭ દેવ ગતિ.
૩ પાંચ-પંચે. દુઆ દુગી. છક્કા=૭ દાણ. લેમી. મીલ મળીને. લેખા=હિસાબ. યહ તેને. ગિનકા ગણવામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org