SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ખારસુ પદ ૧૯૯ ભાવચાપાટને ચાર પટ હાય છે, ચારે પટમાં થઈને છન્નું ઘર હાય છે, એ છન્નું ઘરમાં સાગઠી ફર્યા કરે છે, વચ્ચે મરી જાય છે ત્યારે પાછી ફરી વાર બેસે છે, પણ એનું સાધ્ય એ સ ઘર મૂકી દઇને વચ્ચેના સાધ્ય સ્થાનમાં આવવાનુ હોય છે. સોગઠી ચાર ર'ગની હેાય છે. કાળી, પીળી, લાલ અને લીલી અને દરેક રંગની ચચ્ચાર સાગઠી હેાય છે. કાડીથી રમે છે તે છ અથવા સાત કેાડીથી એ રીતે રમે છે અને અનેમાં દાણા ગણવાની રીત જુદી જુદી છે. પાસાથી રમે તે ઘણું કરીને બે પાસાથી રમે છે. એ દરેક પાસાને ચાર ચાર બાજુ હાય છે અને તે બન્નેના સરવાળાના દાણા ચલાવતી વખત જુગ વગેરે બંધાય છે. આ ચેતનજી તે। ચાર ગતિરૂપ ચાપાટ ખેલવા મંડી ગયા છે. જેમ ચોપાટમાં ચાર પટ હોય છે તેમ આ ચેતનજી પણ ચારે ગતિમાં ચકરાવા લેવા મંડી ગયા છે. એમણે જે બાજી માંડી છે તે એવી વિચિત્ર છે કે તેની પાસે સોગઠાબાજી કે ગંજીપે ( કાર્ડઝ ) કાંઈ ગણતરીમાં નથી, એને બુદ્ધિમાન માણસો કાંઈ ગણતા નથી અને સ્પષ્ટ રીતે કહે છે કે એમાં એટલે એ સાગડાંબાજીમાં કે ગંજીપામાં આ ચેતનજીની ચતુતિ ચોપાટની રમત પાસે કાંઇ દમ નથી. આ ચેતનજી તે। જરાવારમાં દેવગતિમાં પહેાંચી જાય છે, વળી ત્યાંથી તિય ગતિમાં જાય છે, વળી મનુષ્યગતિમાં આવે છે, ત્યાંથી પાપ કરીને નારકીમાં જાય છે; આવી રીતે મેાટી ચાલથી એવા દાણા ચાલે છે કે તમારી ચાપાટની રમત તેા તેની પાસે કુછ બિસાતમાં નહિ. એની રમતમાં એ આખા ને આખા ઘર કુદાવી જાય છે. આ પટમાંથી સામા પટમાં ચાલ્યા જાય છે. વળી તેની પાસે ગંજીપાની રમત પણ કાંઇ હિસાબમાં નથી. જે એ રમત પૂરી કરે છે તે તે ચાર પટ મૂકી દઇને વચ્ચેના ઘરમાં આવી જાય છે, તેવી રીતે ચતુતિ ચાપાટની રમત પૂરી કરી જીવ પણ શિવગતિરૂપ પંચમ ગતિમાં જાય છે ને ત્યાં સ્થિર થઈને રહે છે, પણ ચાર પતમાં હાય છે ત્યાં સુધી તે અહીં તહીં કરી મૂકે છે. દોડધામ અને ધામધુમ બુદ્ધિવરના અર્થ એક જગ્યા પર શેત્રજ કર્યા છે તે અ શબ્દને અનુસારે મને બરાબર બેસતા લાગતા નથી, બાકી તેવા રૂઢ અર્થ તે શબ્દના થઈ શકતા હાય તે તે પ્રસ્તુત સંબંધ સાથે વધારે મળતા આવે છે. વ્યવહારની ક્ષેત્રજની રમત પણ ચતુતિ ચાપાટની ચેતનજીની રમત પાસે કાંઈ અસાતમાં નથી—એ ભાવ તે અથી નીકળે છે. અસલના વખતમાં પણ ગંજીપાની રમત હતી. દશાવતારી ગંજીપા દેશમાં જ ખનતા. તેમાં ( ૧૧૦) પાનાં આવતાં અને તેનાથી શકાતી હતી. હજી પણ એ પાનાં ક્વચિત્ લભ્ય થાય છે બહુ Jain Education International For Private & Personal Use Only આન ંદદાયક રમત રમી પણ તેની રમવાની રીત www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy