________________
અગિયારસુ' પદ્મ
૧૯૫
કરી, બહુ મોટા જય મેળવ્યેા ! સારું કામ કર્યું...! તમે તે! બહુ જાગ્યા ! ખરેખરા જાગ્રત થઈ ગયા ! બહુ આશ્ચર્યકારી કામ કર્યું.
27
આત્મા જ્યારે સાતમા ગુણસ્થાનકથી આગળ વધી આડમે નવમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી માંડી વધે છે ત્યારે કર્માની તે ખરેખરી કાપણી જ કરે છે, એક અંતહૂત માં એટલાં કર્માને ખપાવી દે છે કે તેનો ખ્યાલ-તેની સંખ્યાના ખ્યાલ આવવા મુશ્કેલ છે. તે તે। પછી સુમતિને પણ ખાજુ પર મૂકી દઇ શુદ્ધ ચેતના સાથે જોડાઈ જાય છે, તદ્રુપ થઇ જાય છે. એ વખતે એના ખરેખરા કુટુંબીએ દીક્ષા, જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, સતાષ વગેરે મેાઢામાંથી ‘ અહે। અહા ’ એમ એલી જાય છે. આ જીવના અત્યારે તે। ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, ભય, શાક, દુગા, રતિ અતિ, વેદ, વગેરે સગા થવા આવે છે, પણ તે ખરેખરા સગા નથી, ખરા સગા તાદશ યતિધર્માદ્વિ છે, જે આ જીવનુ નિરંતર ધ્યેય ઈચ્છી તેના સુખમાં આનંદ માને છે અને તેને સુખ થાય તેવી સ્થિતિ સાથે જોડી આપે છે. તેએ સમજે છે કે ખરેખર, હવે ચેતનજી જાગ્યા તે ખરા, હવે જરૂર શુદ્ધ ચેતનાના ઘરમાં પધારી તેને નિર'તરને માટે સુખી કરી દેશે, એ વાતમાં સ ંદેહ લાગતા નથી. આવા તેના વિચાર સાથે ચેતનજી કર્મીની જે કાપણી કરવા મંડી ગયા છે તે જોઇ તેઓના મુખમાંથી આશ્ચર્યોંન્ગાર નીકળે એ તદ્દન સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ જ્યારે કાઇ લડાઈ જીતે છે ત્યારે તેને જયજયારવ થાય છે અને તેને અભિનંદન અપાય છે તેવા પ્રકારના અભિનંદનનું આ વચન સમજવું.
જીવનના મુખ્ય હેતુ જ્ઞાનવૃષ્ટિ જાગ્રત કરી સંયમમાગ આદરી તેમાં એકાગ્રતા કરવાના છે. આત્મસંયમ જ્યાં સુધી થશે નહિ ત્યાં સુધી ભવસ્થિતિ પરિપકવ કદિ પણ થવાની નથી. સાધુમાગ પર અરુચિ આવે તે અનંત ભવ સુધી ચારિત્ર ઉંય આવે નહિ અને તે વિના કદિ સંસારથી મુક્તિ થવાની નથી-કર્મોથી મુક્તિ થવાની નથી ઉપાધિથી મુક્તિ થવાની નથી એ સ્પષ્ટ હકીકત છે. હવે આવી રીતે મેાહુ રાજા સાથેની લડાઇમાં ચેતનજીના સબ'ધમાં તેના ખરા સગા સંબંધી આશ્ચર્યના ઉદ્ગારા કાઢવા લાગ્યા. પછી આગળ તેને કેવું સુખ થયું તે પણ પૂરું' બતાવી દે છે.
केवल कमला अपछर सुंदर, गान करे रस रंग भरीरी;
जीत निशान बजाइ विराजे, आनंदघन सर्वैग घरीरी. आतम० ३
“ કેવળજ્ઞાન લક્ષ્મીરૂપ સુંદર અપ્સરા રસ અને રંગથી ભરાઇ જઇને ગાયન કરે છે અથવા રસરંગથી ભરપૂર ગાયન કરે છે. એ વખતે જીતના ડંકા વગાડીને આનંદઘન આખા શરીર પર ( મને ) ધારણ કરીને બિરાજે છે. ’
૩ કમળા–લક્ષ્મી. રસલયલીનપણું, રંગ=પ્રેમ. છતનિશાન=જીતના કા. ખજાવગાડીને, વિરાજે બિરાજે. સવંગ=આખા શરીર પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org