________________
૧૯૪
શ્રી આન ધનજીનાં પદ્મા
શરીર પર ધારણ કરે છે અને પગ ઉપર ધેાતીયુ નથી પહેરતા પણ સુરવાળ પહેરે છે. ધેાતીયાથી મજબૂતાઈ રહેતી નથી તેથી લડાઇ કરવા જતી વખત અંદર કચ્છ મારી ઉપર લાઢાની નળીવાળા સુરવાળ પહેરવાના રિવાજ છે. ચેતનજી પણ મેહ સાથે લડવા નીકળ્યા ત્યારે તેણે ટોપ, અખતર અને સુરવાળ ધારણ કર્યા, વળી તે પાર્થિવ નહિ પણ આધ્યાત્મિક હતા. હવે તે કેવા હતા તે જોઇએ.
આત્માએ જ્ઞાનદૃષ્ટિરૂપ ટોપ માથા પર ધારણ કર્યા. આથી મેાહ રાજાના ગમે તેટલા ઝપાટા વાગે તે પણ જ્ઞાનષ્ટિ આગળ સ નકામા થઇ પડે છે. માહ રાજાના સપાટામાંથી ખચવાને! ઉપાય જ્ઞાનદષ્ટિની સમીપતા છે. વળી એટલેથી નહિ અટકતાં શરીર પર સંયમરૂપ બખતર ચેતનજીએ ધારણ કર્યું. ઇંદ્રિયદમન, કષાયત્યાગ, પંચ મહાવ્રતને આદર અને મન, વચન, કાયાના યોગા પર અંકુશ-આવા દૃઢ આત્મસંયમરૂપ અખતરને ધારણ કરવામાં આવ્યું. આથી કના કષાય, નાકષાય ને વેદાદ સેનાનીએ ગમે તેટલા સખ્ત હુલ્લા કરે તે પણ ચેતનજીને એકદમ ભય પામવાનું કારણ નષ્ટ થયુ; અને વળી સાથે એકાગ્રતારૂપ લગાટ સહિત કચ્છ લગાવી દીધા એટલે જરા ભય લાગતા ધેાતીયાના બંધનરમ પડી જાય છે તે પીડા દૂર થઇ ગઈ. હવે ચેતનજી પેાતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવામાં એક ધ્યાન લગાવી રહ્યા છે એટલે એનુ` ધ્યાન મેાહના પાર્થિવ કલ્પિત અનિત્ય આનદ તરફ્ જતું અટકી પડયું. આવી રીતે જ્ઞાનદષ્ટિરૂપ ટેપ ધારણ કરી સંવરરૂપ બખતર ધારણ કર્યું, તેથી નવીન કર્માંના પ્રવાહ આવતા અટકી પડ્યો અને પછી સ્વરૂપપ્રાપ્તિમાં એકાગ્રતા લગાવી દીધી અને તેથી જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત વિચારધારા ચાલતી હતી તે અટકી પડી. ( ટખામાં આ જગ્યાએ માવતારૂપ ટોપ અને ક્ષમારૂપ બખતર લખ્યું છે છતાં આ અ અહીં સમીચીન જણાય છે. )
આવી રીતે સજ્જ થઇને સત્તાના રક્ષેત્રમાંથી પણ મેાને કાઢી નાખ્યા, ફૂંકી દીધા, દૂર કરી દીધા. જ્યારે જ્ઞાનષ્ટિ અને સયમ સાથે આવ્યાં હોય ત્યારે ધીમે ધીમે અંધ અને ઉદયમાંથી તે! મેાહનીય કર્મીને નસાડી મૂકે એમાં નવાઈ નથી, કારણ સંયમથી કમબંધ અટકે છે અને ઉદય પણ દશમા ગુણસ્થાનકથી બંધ પડી જાય છે પણ સત્તા(potentiality )માં કર્માં રહે છે. આ ચેતનજીએ ટેપ તથા અખતર પહેરીને સત્તાના ક્ષેત્રમાંથી પણ કર્મોની કાપણી કરવા માંડી. બારમે ગુણસ્થાનકે તે સત્તામાંથી પણ કર્મોને દૂર કરી નાખે છે, કારણ કે એના હાથમાં તરવાર છે, માથે મેાડ બાંધ્યા છે, મસ્તક પર ટાપ પહેર્યા છે, શરીરે બખતર પહેરી લીધુ છે અને પગે લગેટ લગાવી સુરવાળ ચઢાવી દીધા છે. પછી તે। તેણે શૂરવીર ક્ષત્રિય અહાદુરની પેઠે કર્માંશત્રુની એવી કાપાકાપી ચલાવી કે તે યુદ્ધને પરિણામે જે મહાપુરુષા હતા તેના મુખમાંથી પણ નીકળી ગયું કે “ અહા ! અહે। ! ભાઇ ! તમે તેા ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org