SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું પદ ૧૯૩ પ્રાપ્ત થતું નથી અને સમ્યકત્વ વગર સર્વ કાર્ય એકડા વગરના મીંડાં જેવાં છે. ચેતન અનેક વખત યથાપ્રવૃત્તિકરણ કરે છે, પરંતુ અપૂર્વકરણવડે જયારે તે ગ્રંથભેદ કરે ત્યારે જ તેની ગણતરી થાય છે. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મને બરાબર ઓળખી તેના ઉપર ખરેખરી રુચિ થાય, તેને પ્રાપ્ત કરવા દઢ સંકલ્પ થાય અને તે વગરનું જીવન તદ્દન વૃથા લાગે ત્યારે ગ્રંથભેદ થાય છે અને તે વખતે મેહનીય કર્મની દઢ ગાંઠ હોય તે ભૂદાઈ જાય છે. એ ગાંઠ ભેદવાના મહાન કાર્યને સિદ્ધ કરવા સારુ તીક્ષણ ધારવાળી રુચિરૂપ તરવાર હાથમાં ધારણ કરવી પડે છે. પછી અલેકઝાંડરે જેમ ગોરડીયન નોટ કાપી નાખી તેમ તેના વડે મેહનીય કર્મની દઢ-નિવિડ ગાંઠને ભેદ કરી નાખે છે. અનુભવરીતિ અનુસરવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ તેટલા માટે નિજ રૂપ પ્રકટ કરવાને દઢ સંકલ્પ કરવો અને શુદ્ધ મા ગવેષી તે પર દઢ શ્રદ્ધા રાખવી એ આ ગાથાને રહસ્યાર્થ છેહવે મેહ રાજાની સાથે લડાઈમાં ચેતન કેટલું પરાક્રમ બતાવતો જાય છે તેનું સવિશેષ વર્ણન આપે છે. टोप सन्नाह+ शूरको बानो, एकतारी चोरी पहिरीरी; सत्ता थलमें मोह विदारत, ऐ ऐ सुरिजन मुह नीसरीरी. आतम० २ “શૂરવીરનો વેશ ટોપ, બખતર અને એકતારે સુરવાળ તેણે પહેર્યો અને સત્તાના રણમાં–સમરાંગણમાં મેહને (એ) કાપી નાખ્યો કે ઉત્તમ પુરુષનાં મુખમાંથી અહો ! અહો !” એમ નીકળી ગયું ! ! ભાવ–મોહ રાજાની સાથે મહાતુમુલ યુદ્ધ થવાની શરુઆતમાં ચેતન લડવૈયાને યોગ્ય વેશ પહેરે છે. લડાઈ કરવા જાય છે તે માથાનું રક્ષણ કરવા મસ્તક પર શિરસ્ત્રાણ જેને ટેપ કહે છે તે ધારણ કરે છે. શરીરનું રક્ષણ કરવા દુર્ભેદ્ય કવચ-બખતર * ગ્રીસના રાજ્ય માટે એવો નિર્ણય થયો હતો કે અમુક ગાંઠ જેને ગોરડીયન નોટ કહેતા હતા તે ઉકેલી આપે તેને રાજય આપવું. એલેકઝાન્ડર જે હિંદુસ્તાનમાં સિકંદરના નામથી ઓળખાય છે તેણે પોતાનું બળ બતાવવા ઉપર જણાવેલી ગાંઠને તલવારથી કાપી નાખી અને રાજ્ય ધારણ કરી લીધું. સામ્ય માત્ર ગાંઠ કાપવાની હકીકત સાથે જ છે + સન્નાહને બદલે “સુવાહન’ પાઠાંતર છે. * વિમારત અથવા વિડારત એવો પાઠાંતર છે, 1 સુરજન (દેવતા) એવો પાઠાંતર છે. ૨. ટોપ-શિરસ્ત્રાણ સન્નાહ-દુર્ભેદ્ય કવચ, બખતર. શૂરકે લડવૈયાનો, બાનો વેશ. એકતારીe એકાયતારૂપ. ચોરી ચેળી, કચ્છ, સુરવાળ (લંગોટ સહિત). થલમેંકરણક્ષેત્ર. સત્તાથલમેં=મૂળથી લાભ. વિદારત નસાડી મૂક. ઐ ઐ=અહે અહે. સુરિજન=સજજન. મુહમેઢામાંથી. નીસરીરી નીકળી ગયું. ૨૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy