________________
શ્રી આનઋનજીનાં પદા
“ આત્માએ જ્ઞાનદશા અંગીકાર કરી. આત્મસ્વરૂપરૂપ અનુપમ મેડ બનાવ્યા અને તીક્ષ્ણ રુચિરૂપ હાથમાં તરવાર ધારણ કરી.
22
૧૯૨
ભાવ—અગાઉ શુદ્ધ ચેતનાએ પેાતાની બહેનપણી શ્રદ્ધાની પાસે આત્મા સંબંધી વાત કરી અને તે મમતા પાસે કેવા સીધા ચાલે છે અને પેાતાની સાથે કેવા કઠોર થઈ જાય છે તે પણ કહ્યુ'. તે વખતે ચેતન ખાજુમાં રહી સર્વ વાત સાંભળતા હતા, તે હવે સુમતિને મંદિરે આવવાના વિચાર કરવા લાગ્યા. તેવા પ્રસંગમાં અનુભવજ્ઞાનવડે તે કેવી દશા વર્તાવશે તે સુમતિ તાદૃશ્ય ચિતારથી બતાવી આપે છે. આ સાધક દશાનું સ્વરૂપ બતાવવાનું કારણ એ છે કે એથી ચેતન સુમતિને મંદિરે જરૂર આવે. અહીં સુમતિ અને શુદ્ધ ચેતના વચ્ચેના તફાવત જણાવી દેવા પ્રાસંગિક થઇ પડશે, સુમતિ એટલે શુદ્ધ વિચાર. તે દ્રવ્યથી ખારમા ગુણસ્થાનકના અંત સુધી રહે છે, અને જ્યારે મેહનીય વિગેરે કમના ક્ષય થઈ કૈવલ્યદશા પ્રાપ્ત થાય છે ત્યારે શુદ્ધ ચૈતના પ્રાપ્ત થાય છે જે સિદ્ધદશામાં પણ બની રહે છે. ખાધક દશા મિથ્યાત્વવાળી સ્થિતિમાં જ હાય છે. ક્રમે ક્રમે ત્યાર પછી ચેતના શુદ્ધ થતી જાય છે અને તે વખતે તેને સુમતિ નામ આપવું વધારે ઉચિત છે.
ઉપર પ્રમાણે વાત સાંભળી ચેતનજી કાંઇક ઠેકાણે આવ્યા અને સુમતિને મંદિરે પધાર્યાં. આ વાતની વધામણી શુદ્ધ ચેતના સુમતિને આપે છે. આ પત્રમાં શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવા ચેતનને જે માટું યુદ્ધ કરવુ પડે છે. તેનું વર્ણન પણ આપે છે. એ વન મનન કરવા લાયક છે. આત્માએ અનુભવની રીતિ કાંઇક ગ્રહણ કરી છે, તે માર્ગ પર આવવા લાગ્યા છે, તેની જ્ઞાન દશા જાગ્રત થઈ છે. તેણે જ્યારે અનુભવની રીતિ આદરવા માંડી ત્યારે તેને તુમુલ યુદ્ધ થયું. અગાઉ રાજાએ લડવા જતા ત્યારે માથા ઉપર ટોપની આગળ મેાડ બાંધતા હતા, જે રાજ્યચિહ્ન ગણાતુ હતુ. હાલમાં લગ્નાદિ પ્રસંગે સ્ત્રીએ મેતીને મેડ કપાળ પર બાંધે છે. ચાલુ ભાષામાં તેને મુગટ કહી શકાય. અહીં ચેતન જ્યારે મેહુ સાથે લડવા નીકળ્યા ત્યારે નિજ સ્વરૂપરૂપ-જેની ઉપમા આપી ન શકાય એવા મેડ બનાવ્યે અને તેને મસ્તક પર ધારણ કર્યાં. આત્માનું મુખ્ય કાર્ય નિજ રૂપ પ્રગટ કરવાનુ` છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય વગેરે રત્ના પર આવરણ આવી ગયુ છે તે દૂર કરી તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રાદુર્ભાવ કરવા માટે એ સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવાનુ છે, અને તેથી જ તેને ભાલસ્થલ પર ધારણ કરી તેને પ્રકટ કરવાના દૃઢ સંકલ્પ બતાવે છે. આ નિજ રૂપ એવુ* અપ્રતિમ છે કે એને દુનિયાદારીની કોઇ વસ્તુ સાથે સરખાવી શકાય તેમ નથી, કારણ કે રત્નાદ્રિક પાર્થિવ પદાર્થાંની કિમત હદવાળી હાય છે પણ આ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીની કિમત જેવડે આંકી શકાય તેવા તા કોઇ પદાથ જ આ જગતમાં નથી.
વળી તીક્ષ્ણ રુચિરૂપ તરવાર ચેતનજીએ હાથમાં ધારણ કરી છે. આ તીક્ષ્ણ રુચિરૂપ તરવાર ધારણ કરવામાં બહુ સામર્થ્ય તેણે બતાવ્યું છે, કારણ કે તીક્ષ્ણ રુચિ વગર સમ્યક્ત્વ
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org