________________
શ્રી આન ઘનજીનાં પદ્મા
चेतन गात मनात न एंते, मूल वसात जगात बढावे; कोई न दूती दलाल विसीठी, पारखी प्रेमखरीद बनावे. परम० २
"6
હું ગાઉં છું પણ ચેતન એથી પણ મનાતા નથી અને મૂળ વસ્તુથી જગાત વધારી મૂકે છે. વળી વચ્ચે કાઇ હુશિયાર તી કે દલાલ પણ નથી જે પ્રેમની પરીક્ષા કરી તેની ( પ્રેમની ) ખરીદી કરાવે. ”
ભાવ—અહીં પહેલા અને ખીજા શબ્દની જગ્યા ફેરવવી પડી છે એટલેા અ તાણુવા પડે છે. હું સખી શ્રદ્ધા ! હું આટલું આટલું ગાઉં છું, કહું છું, મેં ચેતનને ખુશી કરવા અગાઉ સારગ રાગવડે મમતાની સ્થિતિ સમજાવી અને તેવી રીતે તેમને આનંદ આપવા અને મારે વશ કરવા હું અનુપમ ગાન કરું છું પણ એ તે એટલાથી માનતા નથી અને મારી શાક-કુલટા મમતાને ઘેર ગયા જ કરે છે, એનેા સંગ જ છેાડતા નથી અને મારી સાથે કઠારપણે વર્તે છે, મારી વાત પશુ સાંભળતા નથી. આવી રીતનું વર્તન કરીને તેઓ મૂળ વસ્તુની કિંમત કરતાં જગાત-દાણુ વધારી મૂકે છે. સામાન્ય રીતે જગાત સે રૂપિયાના માલ પર અડધા ટકા કે ટકા હોય છે. કોઈ જગ્યાએ દોઢથી બે અને કેટલાંક રાજ્યમાં પાંચ ટકા હેાય છે, પણ મારા નાથ તે મૂળ વસ્તુ કરતાં તેના પરના ખેો વધારી મૂકે છે એટલે સે રૂપિયાના માલ પર ખસે, પાંચસે કે હજાર ટકા જગાત આપવી પડે એવી સ્થિતિ લાવી મૂકે છે. મમતાના સંગમાં રહી ટૂંકા વખતમાં એટલાં બધાં કર્યાં ખાંધે છે કે તેને લઈને દુર્ગતિમાં અનંતા કાળ રખડવુ પડે છે. હાલ તે તેએ મમતાના સંગમાં રહીને માહન, ગુણુરોહન ને ગતિસાહન મટી જઇ દોષના સ્થાન અની ગયા છે, પણ જ્યારે તેનું ઋણ ચૂકવવું પડશે ત્યારે તેઓને ખરું ભાન થશે કે આ તેા મૂળ વસ્તુને હજારાગણા ખાજા તળે મૂકી દીધી છે અને તે એવી રીતે કે તેને ઊંચે આવતાં પણ બહુ વખત લાગે તેમ છે. અથવા મૂળ વસાત-એટલે મૂળ-થેાડાં માની લીધેલાં સુખની વસાત–વાસ્તે ક ખ ધરૂપ દેવું વધારી મૂકે છે. આ સંબંધમાં ‘ મૂલડો થોડો ભાઇ વ્યાજડા ઘણા રે, કેમ કરી દીધા જાય ' એ પર ચાપનમું પદ છે તે પર વિસ્તારથી વિવેચન કરવામાં આવશે.
હવે આવી રીતે હે બહેન ! મારા નાથ તે પરભાવમાં મસ્ત બની તદ્રુપ (દુર્ગુણુના રાશિરૂપ) થઇ જઇ મારી વાત પણ સાંભળતા નથી, મારા સામું પણુ જોતા નથી. કમનસીબે તેઓને ઠેકાણે લાવે તેવી સ ંદેશા લાવ લઈ જાવ કરનારી કાઇ દૂતી પણ નથી. તીનું કામ પ્રેમી જોડા વચ્ચેના સંદેશા લાવ લઇ જાવ કરી તેઓના મેળાપ કરી આપવાનું
Jain Education International
૨. ચેતન=આત્મા. ગાત=હુ' ગાઉં છું. એ તે=એટલેથી, મૂલવસાત=મૂળ વસ્તુથી. જગાત=દાણ. ખઢાવે=વધારી મૂકે છે. વિસીડી વિશિષ્ટ, ચાલાક, પારખી=પરીક્ષા કરી. પ્રેમખરી=પ્રેમના સોદો. બનાવે= કરી આપે.
* જુએ પદ નવમું.
For Private & Personal Use Only
www.jainelibrary.org