________________
દશમું પ
૧૮૭
લાગ્યા, ઘરબાર, સ્ત્રી, ધન, પુત્રમાં પેાતાનું સમ્વ સમજવા લાગ્યા અને વિષયકષાયરૂપ કાદવમાં રગદોળાવા લાગ્યા, ત્યારે છેવટે શુદ્ધ ચેતના મનાવી મનાવીને થાકી તેથી પેાતાના પેટની બળતરા પેાતાની સખી શ્રદ્ધા પાસે કાઢવા લાગી. સ્ત્રીએ હમેશાં મહેનપણીને મળે છે ત્યારે તેની પાસે પેાતાની ગુપ્ત હકીકત કહે છે અને ખાસ કરીને જે સ્ત્રીઆને શાકનુ શલ્ય હાય છે તે પેાતાના પતિના સંબંધમાં અને તેના તરફથી થતા વર્તનના સંબંધમાં વારંવાર પેાતાની સખી પાસે ફરિયાદ કર્યાં કરે છે. તેવી રીતે શુદ્ધ ચેતના શ્રદ્ધાને કહે છે કે–જ્યારે ઓરન એટલે બીજી મારી શેક મમતા, અજ્ઞાનતા વગેરે મારા પતિ પાસે આવે છે ત્યારે તે તદ્દન નરમ થઈ જાય છે, પોચા થઈ જાય છે, ઢીલા થઈ જાય છે. અવલાકન ઉપરથી જણાશે કે-મનુષ્યના સ્વભાવમાં એક નબળું તત્ત્વ હાય છે તેને જ્યારે અડવામાં આવે છે ત્યારે આ જીવ તદ્દન રૂ જેવા નરમ થઈ જાય છે, ગમે તેવી શક્તિવાળા હાય તે પણ તે અશક્ત થઇ જાય છે અને જાણે તેની બુદ્ધિ આગળ જરા પણ વધી શકતી ન હેાય તેવા તે થઇ જાય છે. ચેતન પણ મમતાની સામતમાં હાય છે ત્યારે ઘેંસ જેવા નરમ થઇ જાય છે, તેની સાથે લટી પડે છે, તેના સંબંધમાં આવવાથી જાણે તકૂપ જ હોય તેમ વર્તન કરે છે. જો કે એ મારા પતિ માહન છે એટલે સને માહુ પમાડે તેવા, આકષ ણુ કરે તેવા સુંદર છે, ગુણુના રાહણાચળ છે અર્થાત્ ગુણ્ણારૂપી રત્નાની ખાણુ જેવા છે અને સાહન એટલે સુંદર ગતિવાળા છે, છતાં જ્યારે મારી શાક તેની પાસે હાય છે ત્યારે વિભાવદશાનુ જોર એના પર એટલું બધું થઈ જાય છે કે જાણે પાતે તદ્રુપ હોય તેવા તેના દેખાવ લાગે છે, તેનાં વન, વાણી અને વિચારા મમતામય હાય-સૉંસારમય હોય તેવા દેખાય છે, તે જાણે સ્વભાવદશામાં વર્તતા હાય, જાણે મમતા એ જ એની સ્વભાવદશા હેાય એવા એ અનાદિ વિભાવને લીધે થઈ જાય છે અને જ્યારે મારા સંબંધની વાત એની પાસે કાઈ કરે છે, મારું નામ કેઈ તેની પાસે લે છે, મારી સાથે રમણ કરવાની કોઇ તેને સૂચના કરે છે ત્યારે તે તે એવા કઠોર બની જાય છે કે તે વાત તરફ્ ધ્યાન પણુ આપતા નથી, તે તરફ રુચિ બતાવતા નથી અને તે ભાવમાં રમણ કરવાનું મન બતાવતા નથી. મારી શાકના સંબંધમાં હાય ત્યારે તે લહેરમાં આવી જાય છે અને મારી વખતે તે જાણે અણુમાનીતી સાથે વર્તન કરવું હાય તેવા કડક બની જાય છે, મારાં બતાવેલાં એનામાં સ્વભાવે રહેલાં છે તેવાં શાંતિ, ક્ષમા, દયા, બ્રહ્મચર્ય, સત્યાદિ ગુણા તે પેાતામાં પ્રકટ કરતા નથી, ઉગાડતા નથી, વિકસ્વર કરતા નથી. મમતાના સંબંધમાં જેવા તે પાચા–નરમ હૃદયના થાય છે તેવા જ મારા સંબંધમાં કઠોર હૃદયના ( hard-hearted ) તે થઇ બેસે છે. આ પ્રમાણે અર્થ કરવામાં બીજી ગાથામાં રહેલ પદના અર્થ જરા ખેંચવા પડે છે તે વિચારવા ચાગ્ય છે, બાકી સામાન્ય રીતે એ અર્થ આગળના પદ સાથે અને વસ્તુરચના સાથે હુ અનુપમ થઈ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org