________________
નવમું પદ
મારો અને સમતાને અભેદ છે, માટે નાથ ! મમતાની સોબત છોડી દે અને મારી સામું જુઓ, મારી વાત સાંભળે, મારે મંદિરે પધારે અને મારી સાથે રમણ કરે.
- સમતા સિવાય આ જીવને કેઈ હિત કરનાર નથી એ હકીકત જરા વધારે ફુટ કરીએ. આ જીવ જ્યાં સુધી મમતાસંગમાં આસક્ત રહી પૌગલિક વસ્તુઓ પર પ્રેમ રાખે છે ત્યાં સુધી તે કદિ ઊંચે આવી શકતા નથી, કર્મબંધનમાં જકડાઈ નિયમ વગર અહીંતહીં રખડ્યા કરે છે, તેના વિચાર સુધરતા નથી, તેની આત્મપરિણતિની નિર્મળતા થતી નથી, તેનામાં શાંતિ, ક્ષમા, ધીરજ, અનુકંપા વિગેરે સદ્ગુણે આવતા નથી, તેનામાં ઔદાર્ય, ગાંભીર્ય, સહિષણુતા, તેજસ્વિતા પ્રગટ થતાં નથી, તેથી તે વિષયકષાયમાં આનંદ માને છે, સંસારમાં સુખ માને છે અને ઘર, સ્ત્રી, પુત્ર, દેહમમત્વમાં રામા રહે છે, પણ જ્યારે તેની પરિણતિ સુધરે છે ત્યારે તે સંસારનું સ્વરૂપ સમજે છે, વિષયના કટુ વિપાક જોઈ શકે છે, કષાયેવૃક્ષનાં કડવાં ફળને સ્વાદ જાણી શકે છે, પછી તેને તેઓ ઉપર તિરસ્કાર છૂટે છે, ક્રોધ ઉપજે છે અને પછી સ્વવસ્તુ કઈ છે તે શોધવાની પ્રબળ ઈચ્છા થતાં તેને સ્વપરનું જ્ઞાન થવા માંડે છે, સંસારનું અનિત્ય સ્વરૂપ સમજે છે, જીવને શરણ આપનાર અન્ય કોઈ નથી, પિતે એકલે છે અને પિતે જ પિતાનું સુધારી શકે તેવી સ્થિતિ કે શક્તિવાળો છે એ તેના જાણવામાં આવી જાય છે, ત્યાર પછી તે સર્વ જીવોને બંધુ તુલ્ય જુએ છે, તેઓમાં રહેલી અનંત શક્તિને ખ્યાલ કરી શકે છે, એમ કરતાં કરતાં તેને ગુણ ઉપર અતુલ્ય પ્રીતિ અને દેષ ઉપર ઉપેક્ષા થાય છે. છેવટે એકાંત ગુણ ગ્રહણ કરી સ્વાત્મસત્તામાં તે લીન થઈ જાય છે, પરભાવને ત્યાગ કરે છે, અધ્યવસાયની વિશુદ્ધિ કરે છે અને જ્ઞાનાનંદમાં મગ્ન થઈ, અધિકાર એગ્ય ક્રિયા-અનુષ્કાને કરી છેવટે કર્મબંધનને ત્યાગ કરતો જાય છે. આત્મજાગૃતિમાં રસ લેતા જાય છે અને ભવ પર નિર્વેદ લાવે છે. આવી સ્થિતિને સમતા કહેવામાં આવે છે અને તે આત્માને અત્યંત હિત કરનારી છે, ઉલ્કાતિમાં મદદ આપનારી છે અને છેવટે નિર્વાણ પ્રાપ્ત કરાવનારી છે. આ સમતા એ જ શુદ્ધ ચેતના છે, અથવા અન્ય દૃષ્ટિથી જોઈએ તે સમતા એ શુદ્ધ ચેતનાદર્શક એક મહાવિશુદ્ધ આત્મપરિણતિ છે, એના સિવાય આ જીવનું વાસ્તવિક હિત સાધનાર બીજું કઈ નથી. જેમ મીઠા વગરની રસોઈ સ્વાદ રહિત છે, જેમ રસ વગરની કેરી નકામી છે, જેમ પ્રેમ વગરને મેળાપ અર્થ વગરને છે તેમ સમતા વગર ગમે તેટલાં ક્રિયા-અનુષ્ઠાન કરવામાં આવે પણ તે એકડા વગરનાં મીંડાં જેવાં છે, એમ સ્વરૂપ સિદ્ધ સાક્ષરો વારંવાર જૂદા જૂદા આકારમાં આ જીવના એકાંત હિત ખાતર કહી ગયા છે. તેથી એમ જણાય છે કે સમતા વગર આ જીવનું વાસ્તવિક હિત સાધી આપનાર અન્ય કેઈ નથી. (સમતાનું વિશેષ સ્વરૂપ, તેને પ્રાપ્ત કરાવનાર સાધનો અને તેને અંગે પ્રાપ્ત થતી મૈત્રી, પ્રદ, કારુણ્ય, માધ્યશ્યાદિ ભાવનાઓ પર શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના પ્રથમ સમતા અધિકારમાં સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. તેના ઈરછકને ત્યાંથી તેનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકશે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org