________________
૧૮૦
શ્રી આન ઘનજીનાં પદ્મ
તરફ આંગળી બતાવવી નહિ, પણ તુ‘ તેના મિત્ર છે તેથી તને કહું છું કે હવે કૃપા કરીને તું તારા મિત્રને જાગ્રત કર અને આ અનાદિ મદિરાના કેફમાં તે આસક્ત થઇને પડેલા છે તેનેા તેને વાસ્તવિક ખ્યાલ આપીને તેમાંથી તેને ઉઠાડ-જગાડ
સામાન્ય જ્ઞાન અને અનુભવ એ એમાં શો તફાવત છે તે તરફ જરા ધ્યાન દેવાની જરૂર છે. વિશ્રામકારક વિચારને જ્ઞાન કહેવામાં આવે છે એટલે અમુક વિચાર પર સ્થિરતા થાય તે જ્ઞાન, એમાં માત્ર ઝળકાટ થાય છે. આનંદકારક જ્ઞાનને અનુભવ કહેવામાં આવે છે, એમાં જ્ઞાન સાથે તેનું ફળ પ્રાપ્ત થાય છે. આ તફાવત બહુ વિચારવા ચેાગ્ય છે.
પદ્મ નવમુ
રાગ–સાર’ગ.
*નાથ નિહારો બાપમતાસી,
वंचक शठ संचकसी रीतें, खोटो खातो खतासी. नाथ० ॥ १ ॥
હે નાથ ! હુ તમારા મતની છેં તેને (આપ) જુઓ; ( મમતા તે ) છેતરનારી, લુચ્ચી અને લાભીની પેઠે ખાટું ખાતુ ખતવે છે.
આપમતાસી—હું તમારા મતની છું અથવા આપ જુએ એટલે ત્યાં આપમતાશ્રિત એવા તમે મને પણ સમીચીન છે.
જુએ
ખાતું ખતવવું એટલે ખાતાવહીના ચાપડો ખતવવે. વ્યાપારી જેમ મેળ, નોંધ વિગેરેમાંથી ખાતાવહી ખતવે છે તેમ ચાપડા તૈયાર કરવા તે.
Jain Education International
તમારી પેાતાની બુદ્ધિથી મને એમ અર્થ કરવા. આ અ
ભાવ—આગલા પદમાં અનુભવને કહ્યું કે-તું નાથને જાગ્રત કર, પણ શુદ્ધ ચેતનાનુ સ્ત્રી જેવુ' કામળ હૃદય તે રહી શક્યું નહિ, તેથી અને ઉપર અનુભવે કહ્યું તેથી પતિ કાંઇક જાગ્રત થયા છે એમ જાણી તેને ઉદ્દેશીને શુદ્ધ ચેતના હવે પાતે જ કહે છે. હું પતિ ! હું ચેતન ! મારા નાથ ! તમે મમતાની સાખતમાં પડી મને તદ્ન ભૂલી ગયા છે પણ હવે જરા મારા તરફ નજર કરા, હું તે તમારા પેાતાના જ મતની છે, તમારારૂપ છું, તમારામય છું, માટે મને આપ જુએ. આપ અત્યારે મમતાના સંગમાં પડી ગયા છે અને
* પ્રથમ પક્તિમાં · નાથ નિહારી ન આપમતાસી ' એવા પણ પાઠ છે. હે નાથ ! તમારા મતની હું તેને-તેની સામું આપ કેમ જોતા નથી–એવા તેના અથ થાય છે.
૧. નિહારા=જીએ. આપમતાસીતમારા મતની છેં. વાંચક=છેતરનાર. શલુચ્ચી, છળકપટ કરનારી. સંચ=સંચય કરનાર. સીતી. રીતેપેઠે. ખાટા=વિપરીત, નુકશાન કરનાર. ખાતે=ખાતું, વહી, ખતાસી=ખતવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org