________________
પ્રસ્તાવના
સંગીતના સાજ સાથે ગાવાને પ્રબંધ કરવામાં આવશે તો આનંદઘનજીનાં પદમાં એવું મૃતિપટુત્વ છે કે તે શબ્દોને ઇવનિ કર્ણમાં નિરંતર થયા કરશે. આ ક્રમ પ્રમાણે અર્થ વિચારણા અને સંગીતનો ઉપયોગ કરી એક વખત પદ પર અવગાહના કરી જવા ખાસ વિજ્ઞપ્તિ છે. આ પદોમાં એવો ચમત્કાર છે કે એ પર વિચાર કરવામાં આવશે તો આત્માનુભવથી જ એની મહત્તા સમજાઈ જશે. આ વિષય પર વિશેષ વિવેચના ઉપદુઘાતમાં કરવામાં આવી છે અને પદમાં પણ વિવેચન પ્રસંગે અવારનવાર એના ચમત્કારનું દર્શન કરવામાં આવ્યું છે. વળી પદને મથાળે બતાવેલ રાગ ઉપરાંત ઉસ્તાદ ગાયનકુશળ મનુષ્ય તેને બીજા અનેક લયમાં ગાઈ શકે છે તેથી નટેશન બહુ ઉપયોગી થઈ શકશે નહિ એમ સૂચના થવાથી તે પર વિશેષ લક્ષ અપાયું નથી.
આ પદના ગૌરવને સમજાવવા માટે પંન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજે જે પ્રયાસ લીધો ન હોત તો આ પદે સમજી શકાય તેવી સ્થિતિ નહતી, કારણ કે આનંદઘનજી મહારાજની ભાષાના જાણનાર મને હજુ સુધી કઈ મળી શક્યા નથી. આવા ઉપકારી મહાત્માનો ફેટેગ્રાફ આ પુસ્તકની શરૂઆતમાં આપે છે. તેઓશ્રીની હૈયાતીમાં આ પુસ્તક બહાર પાડી શકાયું નહિ એટલો ખેદ થાય છે. આનંદઘનજી મહારાજને ફેટેગ્રાફ લભ્ય થઈ શક હોત તે પ્રથમ દાખલ કરો એગ્ય હતા, પરંતુ જે દશામાં
જીવન ગાળ્યું છે અને જે પર હવે પછી વિવેચન કરવાનું છે તે દિશામાં તેમ જ ફેટોગ્રાફની પ્રસિદ્ધિના કાળમાં તેઓશ્રીનું જીવન ન હોવાથી તેઓને ફેટે લભ્ય થઈ શકે એ અસંભવિત છે તેથી તેને માટે ખેદ બતાવી વિરમવું પડે છે. વિવેચન કરવામાં એટલું ખાસ લક્ષ રાખવામાં આવ્યું છે કે આ પુસ્તક જેમ બને તેમ સર્વ પંક્તિના વાંચનારાઓને ઉપયોગી થઈ શકે. જૈન જૈનેતર, અભ્યાસી અને સામાન્ય વાંચનાર સમજી વિચારી શકે એવા શબ્દોમાં ગહન વિષયનો વિચાર કરવામાં આવ્યો છે, તેમાં પણ બનતાં સુધી પારિભાષિક શબ્દ ઓછા વપરાય અથવા ખુલાસા સાથે વપરાય એમ કરવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં વિષયની ગંભીરતાને અંગે તદ્દન સામાન્ય વાંચનાર પણ આ પુસ્તકના અધિકારી થઈ શકે એ શંકાસ્પદ છે.
જુદી જુદી જાતની ત્રણ અનુક્રમણિકા, વિષયસંપ અને સામાન્ય વિષયાનુક્રમણિકા પુસ્તકને ખાસ ઉપયોગી બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ છે. અન્વેષણ( Reference)ને અંગે એ સર્વ બહુ ઉપયોગી થઈ પડે છે એ ઘણાં પુસ્તકે જેમને વારંવાર જોવાં પડે તે જાણી શકે તેમ છે.
પુસ્તકને પ્રેસમાંથી પસાર કરાવવામાં તથા પ્રફ જોવામાં મારા મિત્ર શ્રી ઉજમશી દયાળજીએ મદદ કરી છે તે માટે તેમને ઉપકાર માનું છું અને ખાસ કરીને મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org