________________
૧૭૬
શ્રી આનંદઘનજીનાં પદે વ્યંજનાવગ્રહ, કઈ વસ્તુને સ્પર્શ થયે એમ જણાય તે અર્થાવગ્રહ, એ પુષ્યજાતિ છે એમ વિચારે તે ઈહા, એ ગુલાબનું ફૂલ છે એ નિર્ણય થાય તે અપાય અને તે નિર્ણયને હદયમાં ધારી રાખે એ ધારણ. આ વ્યંજનાવગ્રહ વિગેરેના કમ વગર અનુભવજ્ઞાન થાય છે, એ પિતાની મેળે અંદરથી જાગ્રત થાય છે. આ સાખીમાં ઇન્દ્રિયવિષયત્યાગને પણ ભાવ બતાવી દીધું છે એમ સમજી લેવું. ઇદ્રિના વિષયે આદરવા યોગ્ય નથી પણ ત્યાગ કરવા યોગ્ય છે એમ કહી તેને નિષેધ સૂચવ્યું છે.
રાગ-ધનાશ્રી અથવા સારંગ. *अनुभव नाथकुं क्युं न जगावे, ममता संग सो पाय अजागल, थनतें दूध कहावे. अनुभव० ॥१॥
હે અનુભવ ! નાથને કેમ જગાડતો નથી; મમતાની સેબત તેણે કરી છે તેથી બકરીના ગળામાં રહેલા સ્તનમાંથી તે ( સુખરૂપ) દૂધ દોહવા ઈચ્છા રાખે છે.”
ભાવ–શુદ્ધ ચેતના અનુભવને કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ ચેતના છે. શુદ્ધસ્વરૂપનું જ્ઞાન તે અનુભવ છે. આત્મા જ્યારે શુદ્ધ સ્વરૂપમાં આવે ત્યારે તે શુદ્ધ ચેતનાને સ્વામી થાય છે, અશુદ્ધ દશામાં વર્તતે હોય છે ત્યારે તે કુમતિને સ્વામી કહેવાય છે. શુદ્ધ સ્વરૂપ એ તેનું મળ રૂપ છે. જેમ એક પતિની બે સ્ત્રીઓ જેને વ્યવહારમાં શેક કહે છે તેઓને બહુધા વિરોધ હોય છે તેમ શુદ્ધ ચેતના અને કુમતિને હમેશાં વિરોધ છે. એક વસ્તુના બે ખપી હોય છે ત્યારે એ જ પ્રમાણે બને છે. શુદ્ધ ચેતનાને પતિ કુમતિ પાસે જાય એ જરા પણ પસંદ આવતું નથી, શેકનું સાલ એના મનમાં નિરંતર ચાલ્યા કરે છે અને તેથી પિતાના પતિ ઉપર ખેદ રહ્યા કરે છે, છતાં પણ એનું મન સ્ત્રીના જેવું અતિ કોમળ હોવાથી કઈ વાર પતિ રંગમાં આવી જાય છે ત્યારે પિતે તેને કુમતિને સંગ છોડવાનું કહે છે, કઈ વાર કઈ દૂતની સાથે સંદેશે કહેવરાવે છે અને કઈ વાર દૂતને વચ્ચે રાખી રુબરુ વાતચીત કરે છે. આ પ્રસંગે અનુભવ અને શુદ્ધ ચેતના એકઠાં મળી ગયાં છે ત્યાં પ્રસંગ જોઈ શુદ્ધ ચેતના અનુભવને કહે છે તે બરાબર વિચાર કરવા જેવી હકીકત છે.
હે અનુભવ ! તું મારો ઘણા કાળનો મિત્ર છે, મારું અને મારા પતિ ચેતનરામનું એકત્રપણું કરવામાં અને તે થયેલું જોવામાં તું અતિ આનંદ લેનારો છે, ત્યારે હું તને કહું છું કે-હે બંધુ! તું મારા પ્રાણનાથ-પતિને જગાડતે કેમ નથી ? એ તો બાપડા મેહનિદ્રામાં ઊંઘી ગયા છે અને પિતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, પિતા પર અંકુશ ચૂકી
* નાથ ચેતનને. કયું=કેમ, પાય=પામીને. અગજાલ થનોં બકરીના ગળામાં લટકતા સ્તનમાંથી. દૂધ ધાવણું. દુહા-દુહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org