________________
આમુ પદ્મ
૧૭૫
“ આત્મઅનુભવરૂપ ફૂલ-પુષ્પની કેઇ નવીન રીતિ છે, નાક તેની વાસના પકડતુ નથી ( પણ) કાનને તેની પ્રતીતિ થાય છે. ”
ભાવાર્થ-આત્મઅનુભવનું સ્વરૂપ આપણે કાંઈક ચાથા પદના અર્થાંમાં જોઇ ગયા, એ યથાર્થ સ્વરૂપના અવબાધથી આત્મા અતિ ઉન્નત દશા ભોગવે છે અને યોગમાર્ગોમાં સવિશેષપણે પ્રગતિ કરતા જાય છે. અત્રે આનંદધનજી મહારાજ એ અનુભવજ્ઞાનને પુષ્પ સાથે સરખાવી તેનું એક સામાન્ય તત્ત્વ બહુ ઉત્તમ રીતે બહાર લાવે છે. સાધારણ રીતે પુષ્પ તેની સુગધીથી આળખાય છે. ગુલાબ, ચંપા, ચમેલી વિગેરે પુષ્પની સુગધી નાકને પહાંચે છે, એટલે તે ઢંકાયલ હાય, તેના પર કપડું વીંટી રાખ્યું હોય તે પશુ નાક તેની વાસના ગ્રહણ કરી તેની હૈયાતી બતાવી આપે છે, પણ તેને કાંઈ અવાજ ન હાવાથી કાનને તેના અસ્તિત્વની ખબર પણ પડતી નથી; પણ અનુભવજ્ઞાનરૂપ પુષ્પની રીતિ તે નવીન પ્રકારની છે. નાકને અનુભવપુષ્પની ખબર પડતી નથી, પરંતુ કાનમાં અનાહત નાદ ચાલે છે જેનું સ્વરૂપ છઠ્ઠા પદ્મની પ્રથમ ગાથાના વિવેચનમાં આપણે વિચારી ગયા છીએ, તેનાથી કાનને તેની હૈયાતીની ખબર પડે છે. ક્ ર્હમ્ અથવા સોડમ્ સોધમ્ ના અદ્ભુત વિન કાનની અંદર ચાલે છે ત્યારે અનુભવપુષ્પની પ્રતીતિ થાય છે, અનુભવપુષ્પની આ નવીનતા છે.
કાન ન ગહે પ્રતીત' આ પ્રમાણે પાઠાંતર ખીજી પંક્તિમાં છે તે પ્રમાણે આ સાખીને અથ વિચારતાં નીચે પ્રમાણે અથ પ્રાપ્ત થાય છે તે પણ વિચારવા ચેાગ્ય છે. અનુભવજ્ઞાનના વિષય આગલા પટ્ટમાં લીધા હતા તે અનુભવનું સ્વરૂપ બતાવી પછી શુદ્ધ ચેતના અનુભવને કહે છે કે-મારા નાથને જાગ્રત કર. અનુભવ એટલે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, એ અનુભવને અત્ર પુષ્પ સાથે સરખાવીને કહે છે કે-એ ફૂલની રીતિ તે કોઇ જૂદા જ પ્રકારની છે. સામાન્ય ફૂલ હોય તેા નાકને તેની વાસ આવે છે, જમીન પર તે પડે તે સહજ અવાજ થવાથી અથવા ખીજાઓના કહેવાથી કાનને તેની પ્રતીતિ આવે છે પણ યથાર્થ સ્વરૂપજ્ઞાનની રીતિ તેથી ઊલટી જ છે. નાક તેની વાસ લઈ શકતું નથી અને કાનને તેના અવાજ આવતા નથી, તેવી જ રીતે શરીરને તેને સ્પર્શ થતા નથી, રસના તેને સ્વાદ લઇ ત્રાકતી નથી અને ચક્ષુ તેને દેખી શકતી નથી. એનું જ્ઞાન આત્માને ઈંદ્રિય દ્વારા થતુ નથી પણ સ્વયં થઇ જાય છે. બાહ્ય વસ્તુનું જ્ઞાન ઇંદ્રિય દ્વારા થાય છે, પ્રથમ વ્યંજનાવગ્રડુ થાય છે તે મન અને ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયા સાથે વસ્તુના સબધ થવાથી થાય છે, પછી આ કાંઇ છે એવા બાધ પાંચ ઇંદ્રિયા તથા મનથી થાય છે તેને અર્થાવગ્રહ કહે છે, કયા વર્ષોંની તે વસ્તુ છે વિગેરે વિચારણાને ઠંડા કહે છે, તે વર્ગમાંથી અમુક વ્યક્તિરૂપ એ વસ્તુ છે એમ નિણુય થવા તેને અપાય કહે છે અને તે નિણૅયને ધારી રાખવા એને ધારણા કહે છે. એવી રીતે બાહ્ય વસ્તુ સ્થળ વસ્તુનું જ્ઞાન ઈંદ્રિય દ્વારા થાય છે. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ ડાય તે હાથને અડકે કે તરત જ જે જ્ઞાન થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org