________________
સાતમું પદ
૧૭૧
આત્મનિરીક્ષણ જ્યારે કેઈ ભાગ્યવાન પ્રાણી કરે છે, એટલે જ્યારે તે બહિરાત્મ ભાવ તજી અંતરાત્મભાવમાં રમણતા કરે છે ત્યારે પિતાના હૃદયમાં રહેલ સૂક્ષ્મ બારી દ્વારા પોતાના માથા ઉપર પંચ પરમેષ્ઠીને જુએ છે. હૃદયમાં રહેલ સૂમ બારી તે ક્ષયોપશમને લીધે થયેલ સૂવમ ભાવગ્રાહી બંધ સમજે. જ્યારે જ્ઞાનાવરણીય કર્મને વિશેષ ક્ષય પશમ થાય ત્યારે સૂક્ષમ વસ્તુ જાણી શકાય તે બધ આત્માને થાય છે. આ બારીને રસ્તે કઈ ભાગ્યવાન પ્રાણી હોય તે આત્મઅભ્યાસ કરે છે, એટલે સૂમ બધ ધારણ કરી આત્મસ્વરૂપ જોવાને અભ્યાસ કરે છે. તે જુએ છે કે પિતાના માથા પર પંચ પરમેષ્ટી વસે છે અને તેની આજ્ઞા પિતાને માથે વહન કરવાની છે અને વળી વધારે બારિકીથી જુએ છે ત્યારે તેમને જણાય છે કે ત્યાં સૂમ ધ્રુવને તારો ઝળકે છે. મતલબ સૂમ બંધ થતાં આત્મસ્વરૂપના પ્રકાશનું તેજ તેને દૂરથી દેખાય છે. એ દૂરથી જે સૂમ દીપક દેખાય છે તે પરમાત્મ ભાવ છે, એને સ્વયંપ્રકાશ તે અતિશય વિશેષ છે પણ હજુ આ જીવ આત્મઅભ્યાસ દ્વારા અવલોકન કરવાની શરૂઆત કરે છે ત્યારે તેને પરમાત્મદશાનું ઝાંખું સ્વરૂપ દૂરથી દેખાય છે અને પછી એના પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરવા એવી પ્રબળ ઈચ્છા થાય છે કે તેનું વર્ણન કરી શકાય નહિ. પાંચસે પાવરના વિજળીના દીવાને પ્રકાશ કે
૧ લાઇટને પ્રકાશ આ પ્રકાશની પાસે કોઈ હિસાબમાં નથી. વળી તે ધ્રુવના તારાની પઠે નિશ્ચળ છે. ચેતન ! આ ભૂત ખવીસના સ્થાનરૂપ શરીરઘરની પ્રતીતિ છોડી સદરહુ ધવને તારે જેવા યત્ન કર. એ એક વખત જોઈશ એટલે પછી આ શરીરઘરની સાથે કેટલે સંબંધ રાખવે તે બાબતને તારા મનમાં દઢ નિર્ણય થશે.
“આપ અભ્યાસ પ્રકાશે વિરલા, નિરખે ધ્રુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારે ભાવ આપે છે. શિર પર પંચપરમેષ્ઠી વસે છે અને હદયઘટમાં સૂક્ષમ બારી છે તે બારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે-ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તદ્દદ્વારા ધ્રુવને તારે-શુદ્ધ પરમાત્મભાવ-આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે. આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે-આવી રીતે પ્રવને તારે દેખનાર વિરલ હોય છે, ભાગ્યશાળી હોય છે, જવલ્લે જ હોય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્ય-પ્રાપ્તવ્ય સ્થાન હેવાથી તેમાં અદ્દભૂત શાંતિસમૃદ્ધિનું સામ્રાજ્ય હોય છે. પ્રેકી તારી એ પરમાત્મભાવ સમજ.
પદની આ ગાથામાં કોઈ અપૂર્વ ભાવ હોય એવી ફુરણા થાય છે, યોગની કેટલીક હકીકતને તેમાં સમાવેશ કર્યો જણાય છે. પંચપરમેષ્ટી એટલે પંચમહાવ્રત હોવા સંભવિત છે. સર્વ જીવની હિંસાને ત્યાગ, સર્વથા અસત્ય ભાષાને ત્યાગ, પરવસ્તુ રજા વગર ન લેવાને નિયમ, અખંડ બ્રહ્મચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામિત્વ સ્થાપન ગ્રહણદિને સર્વથા ત્યાગ એ પંચમહાવ્રતોનું સ્થળ સ્વરૂપ છે. સમ્યગજ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org