________________
શ્રી આનંદઘનજીનાં પદો વર્તવાનું પ્રથમ પગલું છે. અંતરાત્મ ભાવમાં જ્યારે ચેતન વર્તતે હોય છે ત્યારે તે ઈદ્રિનું સ્વરૂપ સમજી પિતાની શુદ્ધ દશા પ્રાપ્ત કરવા પ્રબળ પ્રયાસ કરે છે અને અનાત્મભાવ પરભાવરમણુતા દૂર કરે છે. બહિરાત્મ દશામાં વર્તતા તેને જે બાબતમાં પ્રીતિ થતી હતી તેમાં તેને આપત્તિસ્થાન દેખાય છે અને જેમાં તેને ભય લાગતું હતું તે બાબતે આનંદમંદિર થાય છે. ઈદ્રિને સારી રીતે સંવર થયા પછી અંતરાત્મા જ્યારે બરાબર પ્રસન્ન થાય છે ત્યારે શેડ વખત જે તરવરફૂરણે થાય છે તે પરમાત્મ ભાવનું રૂપ છે. આત્મતત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકને તજી દેવા અને મનને આત્મતત્વમાં છ દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મ ભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મ ભાવ છે.
જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસારબન્ધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાં સુધી પરમાત્મ ભાવ પ્રગટ થતું નથી, અને આત્મ અવસ્થિતિ કરવાને મુખ્ય ઉપાય એ જ છે કે આત્મતત્વનું અંતરંગમાં દર્શન કરવું, બહાર દેહગેહ વિગેરેનું દર્શન કરવું અને તે બન્નેના સંદેહ વગરના જ્ઞાતા થઈ આત્મનિશ્ચયથી જરા પણ ડગવું નહિ. બહિરાત્મ, અંતરાત્મ અને પરમાત્મ ભાવ સંબંધી વિવેચન અવારનવાર પદોમાં આવ્યા કરશે.
બહિરાત્મ ભાવમાં વર્તતા જીવને અત્ર શિક્ષા આપે છે કે-હે બંધુ! તું શરીર ઉપર આસક્ત થઈ કેમ ઊંધ્યા કરે છે? જરા જાગ્રત થઈને જે તે ખરે કે તારા હૃદયમાં શું ભર્યું છે? તું તે શરીરની લાલનપાલનામાં, તેનાં સુખસાધને એકઠાં કરવામાં અને તેને એશઆરામ આપવામાં જ મસ્ત રહે છે, પણ એમાં કોઈ સુખ નથી, એ વસ્તુ તારી પિતાની નથી અને ઘરના ઘર ઉપર ખર્ચ કરે છે તે ડહાપણભરેલું ગણાય પણ ભાડાના ઘર ઉપર શા માટે તું આટલે બધે વ્યય કરી નાખે છે ?
વળી તું વિચાર કર. એ શરીરરૂપ ઘરને તારે જરા પણ વિશ્વાસ કરે યુક્ત નથી, કારણ કે તે એક ક્ષણમાં આખું ને આખું ધસી પડે તેવું છે. કાચી માટીના બનેલા કાયારૂપ ઘરને પાયે જ નથી, એથી પાયા વગરનું ઘર એક ક્ષણવારમાં પડી જાય છે. આપણે આપણું અનેક મિત્રોને શરીર છોડી ચાલ્યા જતા જોયા છે, સાંજના જેની સાથે વાત કરી તે સવારમાં ભસ્મીભૂત થઈ ગયા સાંભળ્યા છે, પાંચ મિનિટ પહેલાં મળેલા હોઈએ તે મિત્રને હૃદય બંધ થતાં કાળને કેળિયો થઈ જતા જોયા છે, તે પછી એ શરીરઘરને ભસે કેવી રીતે રાખે? એ તે એક ક્ષણમાં ધસી પડે તેવું પાયા વગરનું છે. શરીરને પંપાળવાની જેમની ટેવ પડી ગઈ હોય છે તેમણે આ બહુ વિચારવા જેવું છે. વાત વાતમાં તબીયત બગડી જનારાએ, એક ઉપવાસ કરતાં ગળે ઠંડા પાણીનાં પિતાં મૂકનારાઓ અને ઉનાળામાં હવા ખાવા જનારાઓએ શરીર પાસેથી શું કામ લેવાનું છે? તેની શું કિમત આપવાની છે? અને તેની ખાતર કેટલે ખેટે પ્રયાસ થાય છે? તે લક્ષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org