________________
૧૫૯
અન્યત્ર પર્યકાસનને વિધિ કહ્યો છે. તીર્થકર મહારાજની મૂર્તિમાં બન્ને પગને સાથળ ઉપર લાવવામાં આવ્યા હોય છે તે માત્ર પૂજનની સગવડ ખાતર જ હોય છે એમ સમજવું. આ ઉપરાંત વીરાસન, ભદ્રાસન, અજાસન, દંડાસન, ઉત્કટિકાસન, દેહિકાસન અને કાર્યોત્સર્ગનું વર્ણન ગગ્રંથમાં કર્યું છે. અને છેવટે કહ્યું છે કે-જેને આસન કરવાથી મનની સ્થિરતા પ્રાપ્ત થાય તેણે તે આસન કરવું. આસન એ મનની સ્થિરતાનું સાધન છે એટલું ધ્યાનમાં રાખવું. ચલિત અસ્થિર આસન હોય ત્યાં સુધી એગ પર અંકુશ આવતું નથી. યોગમાર્ગે ગમન કરનાર સંન્યાસી પર્યકાસન કરી ગસાધના કરે છે એ અત્ર બતાવ્યું,
જ્યાં મનને વેગ છે ત્યાં પ્રાણવાયુ છે, અને પ્રાણુ છે ત્યાં મન છે. એક પર જ્ય મેળવવાથી અન્ય પર જય મેળવાય છે અને બન્ને પર જય મેળવવાથી ઇન્દ્રિયનો જય થાય છે અને તેથી છેવટે મેક્ષ થાય છે. એ પ્રાણ પર જય મેળવવા માટે ધાસઉચ્છવાસની ગતિને રેકવું તેને પ્રાણાયામ કહેવામાં આવે છે, અને તેના રેચક, કુંભક અને પૂરક એમ ત્રણ ભેદ છે. બ્રહ્મરંધ, નાસિકા અને મુખવડે ઉદરમાંથી પવનને અતિ પ્રયત્નવડે બહાર કાઢવે તેને પ્રથમ રેચક પ્રાણાયામ કહે છે, બહારના વાયુને આકર્ષીને અપાનદ્વાર સુધી ઉદરમાં ભરે તેને પૂરક પ્રાણાયામ કહે છે અને વાયુને નાભિકમળમાં સ્થિર કરી રાખવે તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પવનની ગતિ, સ્થિતિ વિગેરે અનેક હકીકતે એગગ્રંથમાંથી માલૂમ પડે છે, જે સંબંધમાં ઉપર વિવેચન થઈ ગયું છે. એના ઉપયોગથી શું ફળ થાય છે તે અગાઉ આ જ પદના અર્થમાં જોઈ ગયા છીએ. રેચકથી શરીરની બહાર ના પ્રદેશમાં વાયુને રોધ થાય છે, પૂરકથી અંદરના પ્રદેશમાં અને કુંભકથી બંને પ્રદેશમાં રોધ થાય છે. રેચક પ્રાણાયામ બધા નાસિકાના અગ્રથી બાર આંગળ જેટલા કરવામાં આવે છે અને તેટલે દૂર રૂ જેવો પદાર્થ મૂક્યો હોય તે તે ઊડી જવાથી રેચકના બાહ્ય પ્રદેશનું પ્રમાણ તેટલા આંગળનું આવ્યું સમજવું. રેચક પ્રાણાયામની ભૂમિકા બાહ્ય દેશથી આ પ્રમાણે નિશ્ચય કરાય છે. પૂરકનું પ્રમાણ આત્યંતર દેશથી નિશ્ચય કરાય છે. કંઠ, ઉદર વિગેરે જે ભાગમાં વાયુ પૂરવામાં આવ્યું હોય તે ભાગમાં પિપીલિકા( કીડીઓ)ના
સ્પર્શ જેવું ભાન થાય છે, તે સ્પર્શ કંઠ વિગેરે જે પ્રદેશમાં લાગે ત્યાં સુધી પૂરક પ્રાણાયામ થયે સમજે. કુંભકને નિર્ણય બાહ્ય અને આત્યંતર અને પ્રદેશથી થાય છે, કારણ કે તેમાં આંતર તથા બાહ્ય બને વાયુને રાધ થાય છે. પ્રાણાયામને આવી રીતે દેશથી નિર્ણય થાય છે. કાળથી થતો નિર્ણય તે સ્પષ્ટ છે, જેટલા ક્ષણ રેચક, પૂરકાદિ થાય એટલે તેને કાળ સમજ. સંખ્યાથી નિર્ણય કરવાના ઘણા પ્રકાર છે પણ સામાન્ય રીતે એક માત્રાથી*
( શ્લોક સદર પછીના આઠ ગ્લૅકે. યોગશાસ્ત્ર, પંચમ પ્રકાશ, શ્લોક ત્રીજો.
* લગભગ એક સેકન્ડ જેટલા કાળને માત્રા કહેવામાં આવે છે. સાધારણ વેગથી ઘુંટણની આસપાસ હાથને પ્રદક્ષિણા કરાવીને એક ચપટી વગાડીએ એટલામાં એટલે કાળ થાય તેટલો કાળ એક માત્રાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org