________________
૧૫૬
શ્રી આનંદઘનજીનાં પદે મૂળગુણ અને ઉત્તરગુણને તે ધારણ કરે છે અને મુદ્રા ધારણ કરે છે પર્યકાસને (બેસી એગમાર્ગમાં) ગમત કરે છે અને રેચક, પૂરક, કુંભક( પ્રાણાયામ)વડે મન અને ઈદ્રિય પર સંપૂર્ણ જય કરવાની ઇરછાવાળે (જય કરનારે) તે થાય છે.”
ભાવ-પેગમાર્ગમાં પ્રવેશ કર્યા પછી તેમાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ બાલુડા સંન્યાસીને શું શું થાય છે તે ઉપર બતાવ્યું. ત્યાં સ્વરદયજ્ઞાન, અનાહત નાદનું શ્રવણ અને અષ્ટાંગ યોગની અનુક્રમે પ્રાપ્તિ થતી જાય છે, એ પર ઉપર વિવેચન કર્યું. એ અષ્ટાંગ યોગની હકીકત બહુ ઉપયોગી છે અને યોગગ્રંથને તે મુખ્ય વિષય છે. એમાં અધિકારીના ભેદ પ્રમાણે અનુષ્ઠાન થાય છે તે બાબત પણ ઉપર જણાવી અને તેમાંના ધ્યાન અંગને માટે જરા વિસ્તારથી બતાવ્યું. હવે તેનાં કેટલાંક અંગોમાં પ્રગતિ કરતાં જરા વિગતમાં ઉતરીને જોઈએ તે બહુ આનંદદાયક તો પ્રાપ્ત થાય છે અને ગમાર્ગ તરફ જરૂર આકર્ષણ થાય તેમ છે તેથી તે પ્રગતિના વિષયની જરા ઝીણી વિગતમાં ઉતરી એનાં મુખ્ય તત્તે વિચારીએ.
પ્રથમ ગાંગ જે યમ તેના વિવેચનમાં ઉપર જોઈ ગયા છીએ કે એ પાંચ પ્રકારના છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમાં પણ પ્રથમ અહિંસા નામને યમ મુખ્ય છે અને બાકીના ચાર તેના રક્ષણ માટે છે અથવા તે અહિંસાના અવિરોધપણે અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. આ જેનના અભિપ્રાયને અનુરૂપ એગદર્શનકારોને અભિપ્રાય છે. દ્વિતીય પાદના ત્રિીશમા સૂત્રની ટીકામાં પાતંજલ યોગદર્શનમાં આ હકીકત સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “જેમ હાથીનાં પગલાંમાં સર્વ પાદથી ચાલનાર પાણીનાં પગલાં અંતર્ભાવને પામે છે તે જ પ્રમાણે સત્ય, અસ્તેય, દાન, યજ્ઞાદિ સર્વે પણ અહિંસામાં જ અંતર્ભાવને પામે છે.” જૈન દર્શનકારો એ હકીકત અનેક પ્રકારે કહે છે. આ મૂળ વત કહેવાય છે. એ જ અહિંસાના પાલન માટે અનેક ઉત્તરગુણ ગદર્શનકારે બતાવ્યા છે. પિંડવિશુદ્ધિ, ગોચરીના બેંતાલીશ દેષને ત્યાગ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વિગેરે ઉત્તરગુણે છે. એવા અનેક ગુણોનાં નામ લખવાં પણ અત્ર સ્થળસંકોચથી બની શકે તેમ નથી પણ પાંચ સમિતિ અને ત્રણ ગુમિ પર જરા વિવેચન કરી ઉત્તરગુણમાં કેવી વિશિષ્ટતા છે તેની વાનકી જોઈએ.
યેગી મુનિ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવા માટે ચાલે તે સાડાત્રણ હાથ નીચે જમીન પર દૃષ્ટિ રાખી પ્રમાદ રહિત થઈને ચાલે, દિવસે સૂર્યના પ્રકાશમાં જ ચાલે અને બહુ માણસ જે રસ્તા પર જતાં આવતાં હોય તેવા માર્ગે જ ચાલે-આને પ્રથમ ઇસમિતિ સાચવવા માટે હોય છે). મુદ્રા=શરીર આકૃત્તિવિશેષ એ માટે વિવેચન જુઓ. પર્યકાસન=એક પ્રકારનું આસન, વિવેચન જુઓ. ચારી ગમત કરી. રેચક=શ્વાસને બહાર કાઢે છે. પૂરકશ્વાસને અંદર પૂર તે. કુંભક=શ્વાસને અંદર સ્થિર કરે છે. સારી સંપૂર્ણપણે, બધી. જયકારી=જય મેળવવાની ઈરછાવાળે, જય કરનારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org