________________
શ્રી આનંદઘનજીનાં પદે ધ્યાન કહેવાય છે અને તદ્વિષયક તીર્થંકર મહારાજ રૂપસ્થ ધયેય કહેવાય છે. અમૂર્ત ચિદાનંદ ભગવાન નિરંજન નિરાકાર શ્રી સિદ્ધસ્વરૂપને દયેય કરવું તે રૂપાતીત ધ્યેય કહેવાય છે. એ આરાધ્યની આરાધનાને માટે કહ્યાં છે. સામાન્ય વિષયને અંગે તે આર્તધ્યાન અને રદ્રધ્યાન સંસારના હેતુ છે અને સંસારમાં રખડાવનાર છે. તે પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન શુભ ધ્યાને છે. ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રેગચિંતા અને નિદાનચિંતા (ભવિષ્યમાં શું થશે તદ્વિષયક ગ્લાનિ) એ આર્તધ્યાનના ચાર પ્રકાર છે અને હિંસાનન્દી, મૃષાનન્દી, ચૌર્યાનન્દી અને સંરક્ષણાનુબંધી એ રૌદ્રધ્યાનના ચાર ભેદ છે. આ પ્રાણી જ્યાં સુધી વસ્તુસ્વરૂપ સમજતો નથી ત્યાં સુધી અને ખાસ કરીને સંસારદશામાં હોય છે ત્યાં સુધી આત્ત અને રીદ્રધ્યાનની દિશામાં વર્યા કરે છે અને અનેક ફિલણ કમે મનથી જ બાંધ્યા કરે છે. | ધર્મધ્યાનને માર્ગે ચઢનાર મુમુક્ષુ મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યથ્યિ એ ચાર ભાવના નિરંતર ભાવી સ્વ પર વિવેક કરે છે. ધર્મ ધ્યાનને પ્રથમ વિભાગ આજ્ઞાવિચય (નિશ્ચય) છે. પ્રમાણનય નિક્ષેપથી સ્યાદ્વાદ વચનમાં સર્વજ્ઞકથિતત્વને અંશ કેવી રીતે આવી રહેલો છે તેની અત્ર વિચારણા તર્કન્યાયના વિચારપૂર્વક સમ્યગ્ર રીત્યા ચાલે છે અને જ્યારે પૂર્વાપર અવિરોધીપણું તેને સમજાય છે ત્યારે તે તત્ત્વદર્શનમાં સર્વજ્ઞથિતતા અનુભવે છે. ભવચકની ચારે ગતિમાં ઇન્દ્રિય, કષાય આદિથી અનેક પીડા થાય છે તેને કેવી રીતે મટાડવી જોઈએ તદ્વિષયક ચિંતા અને પીડા મટાડવા યોગ્ય છે એવી દઢ ભાવનાને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. કર્મ સંબંધી અને સ્વપીડાનો એક ભાવ તે એટલી સારી રીતે વિચારે છે કે એને વત્સ્વરૂપનું જ્ઞાન ધીમે ધીમે આ વિભેદમાં થઈ જાય છે. પ્રાણીને જે સુખ દુઃખ થાય છે તે કર્મ જનિત છે અને કર્મ સ્વજનિત છે એ વિચાર કરી, કર્મની આઠ મૂલ પ્રકૃતિ અને ઉત્તર અનેક પ્રકૃતિ પર વિચાર કરે તેને વિપાકવિચય ધર્મધ્યાન કહેવામાં આવે છે. આ ભેદમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચાર પ્રકારના બંધ તથા ઉદ્વર્તનાદિ આઠ પ્રકારનાં કરણને વિચાર બહુ સૂક્ષમતાથી કરવામાં આવે છે. વ્યાનગની શ્રેષ્ઠતા કેટલી છે તે આ વિભાગ પર વિચાર કરવાથી પ્રતીત થાય છે અને તેથી શાસન પર દૃઢ પ્રતીતિ થાય છે. આ વિભાગમાં નવ તત્વ પૈકી આશ્રવ, સંવર, બંધ અને નિર્જરા તત્વ પર વિચારણા સૂક્ષમ રીતે ચાલે છે. લોકસ્વરૂપની વિચારણા, નરક, દેવસ્થાન, મનુષ્યલકનું સ્વરૂપ, તે મધ્યે બાર દેવલેક, રૈવેયક આદિનાં સ્થાને, આકાર વિગેરે ચોદ રાજલક અને સિદ્ધસ્થાન એ ઉપર ધ્યાન કરવું એ ચેથા સંસ્થાનવિચય ધર્મધ્યાન વિષય છે. આ સંસ્થાનવિય ધર્મધ્યાનમાં નારકીનાં કલેશ, ક્ષેત્ર અને અધમ અસુરકૃત દુઃખ અને દેવનાં વિમાન આદિનાં સુખો પર પુષ્કળ વિચારણું થાય છે અને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ચાર બેયનું ઉપર વિવેચન કર્યું તેને પણ આ ધર્મધ્યાનના ચોથા ભેદમાં સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org