________________
છઠું પદ
૧૫૩ નથી અને વળી પ્રત્યાહારથી સ્થિરતા પામેલું મન સર્વ ઉપાધિ રહિત થઈ સમપણું પામી જાય છે અને આત્મામાં તેને લય થઈ જાય છે.*
સદરહુ ગનાં પ્રથમનાં પાંચ અંગે બહિરંગ છે અને તે મંદાધિકારી માટે જરૂરનાં છે, એમ એગદર્શનકારો કહે છે. બાકીનાં ત્રણ અંગો સર્વ અધિકારી માટે સાધારણ છે. ધારણું, ધ્યાન અને સમાધિને અંગે પતંજલિ કહે છે તે સમજવા જેવું છે. જે દેશમાં યેયનું ચિંતવન કરવાનું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણ છે. એ દેશ તે બાહ્ય અને અત્યંતર બે પ્રકારને સમજ. બાહ્ય પદાર્થમાં મહાત્મા પુરુષથી પ્રતિષિત મૂર્તિ, સૂર્ય ચંદ્રાદિ પદાર્થ લેવા અને અત્યંતરમાં હૃદયકમળ, નાભિકમળ, બ્રહ્મરંધ્રાદિ લેવાં. ક્રમ હમેશાં પ્રથમ બાહ્ય પદાર્થથી શરૂ કરે અને તેમાં પણ પ્રથમ મૂર્ત પદાર્થ લેવા, ધારણું દેશમાં દયેયની એકતાનતાને ધ્યાન કહેવામાં આવે છે. ધારણામાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી દયેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી વસ્તુમાં વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં એ પ્રવાહ સતત ધારારૂપે ચાલતે નથી પણ વચ્ચે વિરદ પડી જાય છે. જ્યારે એ વિચ્છેદ બંધ પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. પોતાના સ્વરૂપને ભૂલી જઈ માત્ર ધ્યેયને જ નિર્માસ કરાવે તે સ્થિતિને સમાધિ કહે છે. ધ્યાન અને સમાધિમાં ફેર એ છે કે-ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથફ ભાન હોય છે. મતલબ ધ્યાનનાં ધ્યેયાકાર વૃત્તિના પ્રવાહમાં વચ્ચે ખલના પડે છે; સમાધિમાં તે અખંડિત હોય છે. સમાધિને પરિપાક થાય છે ત્યારે ધ્યેય વિષય ય થઈ જાય છે અને સમાધિની સિદ્ધિ થવાથી ધ્યેયને સાક્ષાત્કાર થાય છે.*
આ યુગનાં અષ્ટાંગની વ્યાખ્યામાં મેક્ષ સુધી જીવની ઉત્ક્રાંતિને અંગે જૈન દર્શનકારે કેટલેક મેટ ફેર બતાવે છે. તેમાંના કેટલાક ફેરફારે આપણે જોઈ ગયા. ધ્યાનને અંગે બહુ કહેવા ગ્ય છે. અત્ર સંક્ષેપમાં કહીએ તો આટલું બસ છે કે ધ્યાનની હકીકત બહ સ્પષ્ટ કરીને અનેક ભેદવિભેદ સાથે જૈન યુગાચાર્યો બતાવે છે. ધ્યાનના પ્રથમ પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત એવા ચાર ધ્યેયને અંગે ભેદ પાડે છે. એમાં પિંડ ધ્યેયની ધારણ પાર્થવી, આગ્નેયી, મસ્તી, વાણી અને તત્વભૂ એમ પાંચ પ્રકારની બતાવી તેનું સ્વરૂપ બતાવે છે. સ્વરવ્યંજન પંક્તિની રચના, નાભિકમળ આદિ કમળની સ્થાપના અને તત્ર અક્ષરવિન્યાસ કરી જે અનેક પ્રકારના જાપ કરવા તે પદસ્થ થેય કહેવાય છે. એને માટે ચોગશાસ્ત્રને આખો આઠમો પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. સમવસરણમાં વિરાજિત, અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત, રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ ભગવાન તીર્થકરને ધ્યેય કરવા તે રૂપસ્થ
* યોગશાસ્ત્ર પ્રકાશ છો, બ્લેક ૬. * પાતંજલ યોગદર્શન, પાદ તૃતીય, સૂત્ર ૧-૩. # યોગશાસ્ત્ર સપ્તમ પ્રકાશ, બ્લેક ૯-૨૮. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org