________________
૧૫ર
શ્રી આનંદધનજીનાં પદો પ્રાણવાયુને આયામ એટલે રોધ કરે તેને પ્રાણાયામ* કહે છે. રેચક, પૂરક અને કુંભક એ પ્રાણાયામમાં અનુગત થયેલાં છે એમ સમજવું. એના સામાન્ય સ્વરૂપ પર આપણે સહજ વિચાર ઉપર કરી ગયા. એ પ્રાણાયામની ભૂમિકાને નિર્ણય દેશ, કાળ અને સંખ્યાથી થાય છે. અભ્યાસથી એ દીર્ઘ તથા સૂક્ષમ થાય છે. પ્રાણાયામના અનેક પ્રકાર છે અને તેનાથી અનેક પ્રકારનું કાળજ્ઞાન થાય છે તેમ જ શરીરનું સ્વાથ્ય સુધરી જાય છે. એ ઉપરાંત પ્રાણાયામ માટે વારંવાર એમ કહેવામાં આવે છે કે સુખેરછાવાન કઈ પણ પ્રાણીએ ગીશ્વર શ્રી સદ્દગુરુ વિના તેમાં કદિ પણ પ્રવેશ કરે નહિ. પતંજલિ બીજા પદના બાવનમા સૂત્રમાં કહે છે કે-પ્રાણાયામથી વિવેક જ્ઞાનને આવરણ કરનાર પાપરૂપ અશુદ્ધિને ક્ષય થાય છે, કારણ પ્રાણને અને મનને અત્યંત ગાઢ સંબંધ છે અને પ્રાણને નિરોધ થવાથી અતિ સૂક્ષ્મ અગ્નિ ઉત્પન્ન થાય છે અને પરિણામે જળ ઉત્પન્ન થાય છે અને એ ત્રણવડે અંતઃકરણનાં (રજસ્ અને તમસ) પાપ ધોવાઈ જાય છે; આથી પ્રકાશસ્વરૂપ જે અત્યાર સુધી આવરિત હોય છે તેના આવરણને ક્ષય થવાથી અંતે જ્ઞાનદીપ્તિ થાય છે. જ્યાં પ્રાણ હોય ત્યાં વાયુ હોય છે અને એકના જયથી બીજાને જય થાય છે તે સંબંધી યુગના પ્રસંગમાં પુષ્કળ વિવેચન કરી શ્રીમાન હેમચંદ્રાચાર્ય નાડીસંચાર, પૃથ્વી આદિ તત્વોનું સ્વરૂપ બતાવી પ્રાણાયામથી કેટલાક સ્થળ લાભ યોગશાસ્ત્રના પાંચમા અધિકારમાં બતાવે છે; પરંતુ છઠ્ઠા પ્રકાશમાં કડી દે છે કે પ્રાણાયામથી મન ઊલટું કદર્થના પામે છે અને ચિત્ત વ્યાકુળ થાય છે અને તેથી પરિણામે એ પ્રાણાયામ મોક્ષપ્રાપ્તિમાં વિજ્ઞરૂપ છે.
પિતાના વિષયના ગકાળે પિતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે એવી જે ઇકિની સ્થિતિ તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે.... નિરંતરને માટે એ નિયમ છે કે જ્યાં સુધી ઇદ્રિ પર જ્ય થયો ન હોય ત્યાં સુધી મન ઇંદ્રિયોને અનુસરે છે. ધ્યાનસમયે અંતઃકરણ ધ્યેયને અભિમુખ થાય છે તે વખતે ઇંદ્રિયે પિતાનું સામ્રાજ્ય ન બતાવતાં ધ્યેય અભિમુખ રહે અને ચિત્તને વિષય તરફ ખેંચી ન જાય, મતલબ ઇંદ્રિયે પણ ધ્યેયાભિમુખ થઈ રહે એવી ઇન્દ્રિયની સ્થિતિને પ્રત્યાહાર કહે છે. આવી પ્રત્યાહારની સિદ્ધિથી ઈદ્રિયનો જય થાય છે. વૈરાગ્યના બળથી મન જ્યારે ઇન્દ્રિયમાં ધાવન ન કરે અને ધ્યેય તરફ ગમન કરે ત્યારે ઈદ્રિયે પણ તેને અનુસરે તે વખતે જે સ્થિતિ થાય છે તેને પ્રત્યાહાર કહે છે અને પછી તે મન પર એટલે કાબ આવી જાય છે કે ઇન્દ્રિયોને તેના વિષયમાંથી ખેંચી ગમે તે જગ્યા પર ઈરછાનુસાર ધારણ કરી શકાય છે. આ પ્રત્યાહાર ગાગને જૈન યુગાચાર્યો પણ સમ્યમ્ સમાધિની સિદ્ધિ માટે પ્રશસ્ત ગણે છે, કારણ કે પ્રાણાયામની પેઠે આમાં ચિત્ત ક્ષેભ પામતું
* યોગશાસ્ત્ર ચતુર્થ પ્રકાશ, શ્લેક ૧૩૪ તથા જ્ઞાનાવ પ્રકરણ ૨૮, શ્લેક ૧૧. + યોગશાસ્ત્ર પ્રકાશ છટ્ટ, બ્લેક ૪–૫. પાતંજલ યોગદર્શન, દ્વિતીય પાદ, સૂત્ર ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org