________________
છવું. પદ્મ
૧૪૭
વતા મનુષ્ય પાતાના ઘરનેા ત્યાગ કરી મઠમાં રહે છે અને ચેગમાર્ગની આરાધના કરે છે. અહીં આનંદઘન મહારાજ કહે છે કે-મારા માળાભાળા ચેતન ત્યાગના રસ્તા કાંઇક જાણી સન્યાસી થાય છે અને તે અવસ્થામાં જેમ સંન્યાસી શૃંગેરી શારદાપીઠ વિગેરે મઠમાં રહે છે તેમ મારા ખાળેાલાળા ચેતન દેહદેવળરૂપ મઠમાં રહે છે. દેહુ એટલે શરીર, એ આત્માને રહેવાનુ સ્થાન છે અને તેને સદુપયોગ થાય તે તે ધમ સાધન-યોગમાર્ગમાં પ્રગતિ અને છેવટે મેાક્ષપ્રાપ્તિનું ઉત્તમ કારણ છે તેથી તે જેમ સંસારની વૃદ્ધિ કરનાર છે તેમ દેવળનુ' પણુ કામ મજાવે છે. એવા દેદેવળમાં રહેલા શુદ્ધ દશા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખતા ખાળ ચેતન યોગસાધના કરે છે તે વખતે શું કરે છે તે બતાવે છે.
શ્રીમાન્ હેમચંદ્રાચાય યોગશાસ્ત્રના પંચમ પ્રકાશમાં અન્ય ચેાગગ્રંથકારાની અપેક્ષાએ ચેગની પ્રક્રિયા જણાવતાં કહે છે કે-જ્યાં મન છે ત્યાં પવન છે અને જ્યાં પવન છે ત્યાં મન છે અને એ બન્નેની ક્રિયા એક સરખી હાવાથી ક્ષીરનીરની પેઠે તેઓ જોડાઇને રહેલા છે. આમાંથી એકના નાશ થયે બીજાના નાશ થાય છે અને એક હાય તેા ખીજું પણ હાય જ છે. આથી પવનના સંચાર અને તેના ભે–વિભેદ સાથે તેના પર જય કેવી રીતે મળી શકે તેનુ સ્વરૂપ સમજવાની જરૂર છે; કારણ પવનને જય થવાથી ઇંદ્રિયાદિના જય થાય છે અને છેવટે મેાક્ષ પણ તેથી પ્રાપ્ત થાય છે. એ પ્રાણને એળખવા માટે તેની નાડીએનુ સ્વરૂપ જાણવું જોઇએ. ડાબી બાજુની નાડીને ચંદ્ર નાડી અથવા ઈંડા નાડી ચેાગમાગ માં કહેવામાં આવે છે, જમણી બાજુની નાડીને સૂર્ય નાડી અથવા પિંગલા નાડી કહે છે અને બન્ને ( ડાભી તથા જમણી ) નાડી સાથે ચાલતી હૈાય તેને સુષુમ્ઝા નાડી કહે છે.× સ ગાત્રામાં અમૃત પેઠે આનંદ આપનાર ચંદ્ર નાડી શુભ સૂચવનાર છે અને સૂર્ય નાડી ( જમણી બાજુને પ્રવાહ ) અનિષ્ટ સૂચવનાર છે. મહાસિદ્ધિ અને મેક્ષ આપનાર યાગમાગમાં વધારો કરનાર અથવા કરવા ઈચ્છનારને સુષુમ્હા નાડી બહુ હિત કરનાર છે. અભ્યુદય વિગેરે ઉત્તમ કાર્યાંમાં ઇંડા નાડી-ચંદ્ર સ્વર ઈષ્ટ છે અને યુદ્ધ, આહાર, સભાગાદ્ધિ દીપ્ત કાર્યોંમાં પિંગળા નાડી ઇષ્ટ છે. ક્યા દિવસે કઈ નાડી પ્રશસ્ત અપ્રશસ્ત ગણાય, કયા કાર્યાં કરતી વખતે કઇ નાડી હાવી જોઇએ અને અમુક લાંબા વખત સુધી એક જ નાડીને પ્રવાહ ચાલ્યા કરે તે તેનું ફળ શુ થાય અને છેવટે કાળજ્ઞાન, મૃત્યુસમયના નય પણુનાડીસંચારના જ્ઞાનથી કેવી રીતે થાય એ સંબંધી બહુ લંબાણુથી ઉલ્લેખ ચેાગના વિશેષ ગ્રંથમાં જોવામાં આવે છે. જેને એ વિષયના અભ્યાસ કરવાની રુચિ ડાય તેમણે યોગશાસ્ત્રના પાંચમા અધિકાર ૬૧ મા શ્લેાકથી વાંચવા. તે જ હકીકત શુભચંદ્રાચાર્ય વિરચિત જ્ઞાનાણુંવ ગ્રંથના ૨૯ મા પ્રકરણમાં પણ વિસ્તારથી અતાવી છે
* યોગશાસ્ત્ર પથમ પ્રકાશ, ક્લાક ૨-૩.
× યોગશાસ્ત્ર પચમ પ્રકાશ, શ્લાક ૬૧.
Jain Education International
* સદર શ્લાક ૬૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org