________________
૧૪૩
પાંચમુ` પદ્મ
વેદાંતના મત પ્રમાણે માયાથી ભિન્નતા દેખાય છે પણ સના અભેદ છે એ વાદમાં એટલે કે અદ્વૈતવાદમાં વિરોધ બહુ આવે છે. એમાં ઇશ્વરકતૃત્વ તે રહેતું નથી અને તેથી જ શાંકર ભાષ્યમાં કતૃત્વનું ખંડન શંકરાચાર્યે કર્યું છે. આ પ્રમાણે હાવાથી તેનુ પરિણામ શૂન્યવાદમાં આવે છે. વ્યક્તિત્વ જ જ્યાં પડી શકતુ નથી ત્યાં કર્માવરણુ ખસેડવાની કે એકાકાર થવાની જરૂરિયાત પણ અસ્થાને પ્રયાસ જેવી જણાય છે. જૈનશાસ્ત્રકાર નયજ્ઞાનથી જીવ અને પરમાત્માના અભેદ્ય તા સ્વીકારી શકે છે, પણ અવગાહના તરીકે વ્યક્તિત્વ તે તેનું ન્યારું રહે છે. એ સ્પષ્ટ રીતે બતાવી આપે છે. આવી નટનાગરની માજી છે. એ જરામાં એક દેખાય છે, વળી અનેક દેખાય છે, છે એમ દેખાય છે, અને નથી એમ દેખાય છે, ઉપજે છે, વિષ્ણુસે છે, છતાં પણ નિર ંતર સ્થિર રહે છે, કોઈને તે સવ્યાપી દેખાય છે, કોઈને વ્યક્ત સ્વરૂપ દેખાય છે, કોઇને તે દેખાતા જ નથી. આ પ્રમાણે તેણે જે મદારીની રમત માંડી છે તે સમજવી બહુ મુશ્કેલ છે. એ કાઈ સામાન્ય પ્રાણીઓ-હામજીભામજી સમજી શકે એમ જણાતું નથી. એનું રહસ્ય સમજવા માટે સર્વજ્ઞ મહારાજ જ યાગ્ય છે.
આ પદના અર્થ લખતી વખતે દેવચંદ્રજી મહારાજના આગમસાર અને નયચક્રસાર તેમ જ શ્રીમદ્યશેાવિજયજીના દ્રવ્યપર્યાયના રાસના આધાર લેવામાં આવ્યે છે. જૈન તર્કનુ પિરજ્ઞાન મેળવવા યોગ્ય છે. અને જૈનશાસ્ત્રની એ કૂંચી છે એટલુ ખતાવવાને હેતુ અત્ર એટલા જ છે કે એ જ્ઞાન-તેના નય-નિક્ષેપ-ભંગ-પ્રમાણુ સાથે મેળવવા રુચિ થાય. એ જ્ઞાન જૈન શાસ્ત્રકારોએ બહુ વિદ્વત્તાપૂર્ણાંક અનેક ગ્રંથામાં ભયુ છે.
આ પદના અર્થમાં ગહન અવાળા ભાગ ઘણે! હાવાથી તેને સરલ કરવા માટે અભ્યાસ કરીને લેખ લખવામાં આન્યા છે છતાં કેઈ જગ્યા પર વિરુદ્ધતા લાગે તે વિદ્વાને જણાવવા કૃપા કરશે. થયેલી સ્ખલના આભાર સાથે ગ્રહણુ કરવામાં અને તદનુસાર સુધારો કરવામાં કોઇ જાતના વાંધા નથી. બાકી હકીકત એમ છે કે આ ચેતનજી પાતે અનેક ગુણુરત્નાથી ભરેલ મહાસમુદ્ર છે અને પેતે સČજ્ઞ, સદશી, પરમાત્મસ્વરૂપ, નિરંજન નિરાકારના આશિક્તિગત અનેક ગુણાના ધારણ કરનાર હાવાથી તેના સ્વરૂપને સમજવા બહુ સારા પ્રયાસ કરવા જોઇએ. એની સ્વરૂપવિચારણામાં જેટલા વખત કાઢવામાં આવશે તે મહાલાભ કરનાર નિવડશે અને તે ભાવ એક વખત વિચારણામાં આવી જશે એટલે પછી તે સંબંધી વિશેષ ચણુ થતુ જશે અને છેવટે ઉત્ક્રાન્તિમાં બહુ મોટો લાભ થશે. આ ભાવને જાણવાના પ્રયાસ થતાં ખીજા સવ ભાવા સ્વાભાવિક રીતે જ સમજાઇ જશે. એક જગ્યા પર શાસ્ત્રકાર કહે છે કે
एको भावः सर्वभावस्वभावः सर्वे भावाः एकभावस्वभावाः । एको भावस्ततो येन बुद्ध:, सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ॥ * આ સંબંધી વિશેષ વિવેચન માટે જુએ ચાલીશમા પદ ઉપરનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org