________________
૧૩૬
શ્રી આનંદઘનજીનાં પદ ચાલી શક્તા નથી તેવું આત્મવ તે એક જ છે અને તે ગુણ પર્યાયને લઈને અનેક રૂપે વ્યક્ત થાય છે, પણ તે અનેક રૂપમાં એકત્વ તે રહેલું જ હોય છે. આવી રીતે એકને અનેક રૂપે બતાવે છતાં પોતે નાટક કરતી વખતે પણ એક ને એક જ રહે એ જે શિયાર નાટકીઆને સ્વભાવ છે તે અવધુ નટનાગર બહુ સારી રીતે બતાવી આપે છે. તેને સમજવો એ સાધારણ સમજણવાળાનું કામ નથી, એને માટે બહુ ધીરજ, હશિયારી અને ખંત જોઈએ.
આ એક અને અનેક પક્ષ પર પદ્ધવ્યના સંબંધમાં વિવેચન કરતાં શ્રી દેવચંદ્રજી આગમસાર ગ્રંથમાં લખે છે કે-જીવ દ્રવ્ય અનંત છે, એક જીવમાં પ્રદેશ અસંખ્યાતા છે, ગુણ અનંતા છે અને અપર્યાય પણ અનંતા છે તે જીવ દ્રવ્યનું અનેકગણું છે પણ જીવપણું સર્વ જીવોમાં સરખું છે માટે એકપણું છે. અહીં કેઈ શંકા કરે કે સિદ્ધદશામાં પરમાનંદપણું છે અને સંસારીદશામાં કર્મને વશ રહેલા જીવ દુઃખી દેખાય છે, તેના સંબંધમાં કહે છે કે નિશ્ચયનયની અપેક્ષાએ તે સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેમ છે તેથી જ કર્મ ખપાવી મોક્ષે જાય છે, તેથી સર્વ જીવની સત્તા એક છે. કદાચ એમ શંકા થાય કે અભવ્ય તે કદિ ક્ષે જવાના નથી તે તેની સત્તા સરખી કેમ કહી શકાય તે તેના સંબંધમાં જણાવવાનું કે-અભવ્યને કર્મ ચીકણાં છે અને તે જીવોમાં પરાવર્ત ધર્મ નથી તેથી તે સિદ્ધ થતા નથી અને ભવ્ય જીવમાં પરાવર્ત ધર્મ છે તેથી કારણ સામગ્રી મળે પલટન ભાવ પામે છે અને ગુણશ્રેણીએ ચઢી મેક્ષે જાય છે, પરંતુ આઠ રુચક પ્રદેશ તે. સર્વ ભવ્ય અને અભિવ્યના સિદ્ધ સમાન જ છે માટે અંશગ્રાહી નિગમનયની અપેક્ષાએ સર્વ જીવની સત્તા એક સરખી છે. એના આઠ રુચક પ્રદેશને કદિ કમ લાગતાં નથી.
है नांहि है वचन अगोचर, नय प्रमाण सतभंगी; निरपख होय लखे कोई विरला, क्या देखे मत जंगी ? अव० ३
છે, નથી, વચનથી અગોચર છે વિગેરે નય, પ્રમાણ અને સપ્તભંગી કઈ વીરલા ભાગ્યશાળી હોય તે તે નિરપક્ષ થઈને જઈ શકે, પોતાના મત માટે લડવાવાળો હોય તે શું જુએ?”
ભાવ–વળી આ નાગરિક નટની કેવી ખૂબીવાળી ચમત્કાર ઉપજાવનારી છે તે વિશેષ પણે બતાવે છે. એ બાજીમાં છે ને નથી એવી રમત છે, વળી તે વચનથી અગોચર છે. આવી અદ્ભુત રમત છે, જરામાં છે, વળી જરામાં નથી એવી આશ્ચર્યકારક વાત છે; વળી તેમાં નય પ્રમાણે સપ્તભંગી પણ જૂદી જૂદી રમત બતાવે છે. એક નયથી જોઈએ
૩ હૈ=સ્યાનું અસ્તિ. નાંહિ સ્યાદ્ નાસ્તિ. હૈ=સ્યાત અવક્તવ્ય. સતભંગી=સપ્તભંગી. નિરપખનિરપક્ષ. લખે=જાણે. ક્યા=શું. મત જંગી=પતાને મતમાં મસ્ત.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org