________________
પાંચમું પદ
૧૩૫ તેમાં પરાવર્તન થતું નથી, તેથી અત્ર નટનાગરની રમત બતાવતાં કહે છે કે-એક જીવ છે તે અનેક રૂપ ધારણ કરે છે, અનેક આકાર ધારણ કરે છે, અનેક નામ ધારણ કરે છે, વળી અનેકના એક થઈ જાય છે, પણ તેનું મૂળ આત્મત્વ તે એક જ છે, ઘટના અનેક આકારમાં પણ ઘટત્વ તે એક જ છે. તેમ જ કંચન–સુવર્ણના અનેક આકાર થાય, અનેક ઘાટ થાય, અનેક ઉપરોક્ત તથા અન્ય નામ ધારણ કરે પણ તેમાં સુવર્ણત્વ તે એક જ છે, એ દૃષ્ટાંતથી આ હકીકત સમજી લેવી. આ જીવ દ્રવ્યને તેના ગુણ અને પર્યાય સાથે કથંચિત્ અભેદ છે. દાખલા તરીકે જ્ઞાન ગુણ જીવને છે, તેમાં જ્ઞાન એ ગુણ થયે અને જીવ એ ગુણ થયે તેને અભેદ માન પડે, કારણ કે ગુણ ગુણીને અભેદ હોય છે. જે તેઓને ભેદ માનીએ તે તેમાં અનવસ્થા પ્રસંગ આવે છે તેથી દ્રવ્યમાં ગુણ પર્યાયને કથંચિત્ અભેદ માનવે શાસ્ત્રથી અને યુક્તિથી ગમ્ય થાય છે. એમ જે ન હોય તે સુવર્ણમાંથી પર્યાયરૂપ કુંડળ વિગેરે થવાનો સંભવ જ નથી રહેતો, કારણ કે ગુણ ગુણીને સંબંધ અવિશ્વભાવ સંબંધે જે ત્યાં ન હોય તો તેને જોડનાર અન્ય સંબંધ માનવો પડે અને તેમ આગળ આગળ ચાલતાં છેડે જ ન આવે. આ સુવર્ણ કુંડળના સ્વભાવે જીવ અનેક રૂપ ધારણ કરે છે અને વળી અનેક રૂપમાં સ્વાભાવિક એકતા સર્વદા પ્રતીયમાન રહે છે. અનેક રૂપે કર્મસંબંધથી થાય છે અને અનેક રૂપે વસ્તુગતે આત્માથી જૂદાં નથી તેથી એકના અનેક અને અનેકમાં એકનું ભાન રહે છે એવી અનુપમ બાજી આ અવધુએ માંડી છે.
એકનાં અનેક રૂપે ગુણ પર્યાયથી થાય છે તેના સંબંધમાં વિશેષ દૃષ્ટાંતે બતાવે છે. પાણીના અનેક તરંગો સવારથી સાંજ સુધી થાય છે, દરિયામાં કે તળાવમાં જેવાથી તેની પ્રતીતિ થાય છે, છતાં પણ જળ તે જળ જ છે, તરંગથી તેના જુદા જુદા અનેક આકાર દેખાય છે, છતાં તેનું જલત્વ તે કાયમ રહે છે તેવી જ રીતે માટીને ઘડે બને છે, કેડી બને છે, માટલું બને છે, છતાં માટી તે એક જ છે. અત્ર માટી તે ઊર્ધ્વતા સામાન્ય શક્તિ સમજવી. કાળાદિકના પ્રયોગથી સર્વ ઘટ પદાર્થમાં આ ઘટ છે આવી પ્રતીતિ તે એકની એક જ રહે છે. આવી રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિમાં દેશભેદે એક જ જણાય તે તિર્યસામાન્ય શક્તિ કહેવાય અને કાળભેદે અનુગત આકારભેદે પ્રતીતિ ઉપજે તે ઊર્વ સામાન્ય શકિત કહેવાય. પ્રત્યેક દ્રવ્યમાં આ બન્નેમાંથી એક સામાન્ય અવશ્ય હોય છે. તેવી જ રીતે સૂર્યનાં કિરણે અનેક દેખાય છે, તે સર્વ વ્યક્ત સ્વરૂપ છે, પણ જૂદી જૂદી દિશાએ ગમન કરવાવાળા હાઈને વિચિત્ર છતાં સૂર્ય તરીકે એકરૂપ છે. તેથી સમજાય છે કે આવા જળના તરંગે, માટીના ઘડાઓ અને સૂર્યનાં કિરણો અનેક દેખાય છે, છતાં તેઓનું અસલ મૂળ રૂપ એક છે; તરંગોમાં જળત્વ સામાન્ય છે, ઘટેની માટી એક જ છે અને કિરણરૂપ વ્યક્ત પદાર્થોનું મૂળ કારણ રવિ-સૂર્ય છે, તેમ જીવના અનેક ગુણ પર્યાયનું ભાજન જેનું રૂપ ત્રણે કાળમાં એક સરખું રહે છે, જેમાં અવાંતર ભેદ કેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org