________________
ર
શ્રી આનથનજીનાં પદા
છે.
હવે આ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણાથી દ્રવ્યત્વ કેવી રીતે સિદ્ધ થાય છે તે બતાવવા સારું વિવેચન કરીએ. દરેક દ્રવ્યમાં છ સામાન્ય ગુણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય, સત્ત્વ અને અનુલઘુત્વ. સ દ્રવ્ય પેાતાના ગુણુ પર્યાયથી હસ્તિ ભોગવે છે તે અસ્તિત્વ, જેમાં ગુણુ અને પર્યંચા રહે તે વસ્તુ-દ્રવ્ય-તે સર્વ દ્રવ્યે એકઠાં એક ક્ષેત્રમાં રહ્યાં છે તે વસ્તુત્વ, પ્રત્યેક દ્રવ્ય પાતપેાતાના ગુણથી યુક્ત છે તે દ્રવ્યત્વ, પ્રત્યેક દ્રવ્ય અમુક પ્રમાણાથી જાણી શકાય છે તે પ્રમેયત્વ, પ્રત્યેક દ્રવ્ય એક સમયમાં ઉપજે છે, વણસે છે અને સ્થિર પણુ છે તે સત્ત્વ અને દરેક દ્રવ્ય ષદ્ગુણ હાનિ વૃદ્ધિ પામે છે તે પોતપોતાની અપેક્ષાએ ગુરૂલઘુ નથી માટે અથવા તેવી જાતના અપૂવ ધર્માં તેમાં છે તે અનુરૂલઘુત્વ. દરેક દ્રવ્યના આ સામાન્ય ચુણા પૈકી સત્ત્વગુણુ ઉપર જરા વિશેષ વિવેચન કરવું. પ્રસ્તુત છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કાઢ્યયપ્રાથ્યચુરું સર્ એટલે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ ત્રણ ગુણૅ કરી યુક્તપણું તે જ અમુક વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ન હૈાય તે સત્ કહી શકાય નહિ. મૃત્તિકારૂપ દ્રવ્ય હોય તેના ઘટ બનાવીએ ત્યારે તે ઘડાની ઉત્પત્તિ થઈ કહેવાય છે, તેના પ્રદેશા આછા થયા કરે અથવા ઘડો ફૂટી જાય તે વ્યય છે પણ મૃત્તિકા તરીકે અથવા પુદ્ગલ તરીકે તે નિર ંતર રહે છે એ ધ્રુવત્વ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્વભાવે અનુલઘુ પર્યાયની અને પરભાવે ગમન અને સ્થિતિ કરનારને અનુક્રમે સાહાત્મ્ય દેવાની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય અને ધ્રુવત્વ સિદ્ધ થઇ શકે છે. એવી રીતે આકાશ દ્રવ્ય પણ એક સમયે ત્રણે પરિણામે પરિણમે છે અને કાળ દ્રવ્ય તા વ્યવહારે ઉપચરિત દ્રવ્ય હાવાથી પુદ્ગલના ઉત્પાદાદિને આધારે તેના ઉત્પાદાઢ લેવા ચેાગ્ય છે. જીવ દ્રવ્યમાં કર્માંવૃત સ્થિતિમાં તા અનેક પ્રકારની ગતિ આદિથી ઉત્પાદ, વ્યય થયા કરે છે અને જીવ-આત્મત્વ સ્થિર છે તે સમજાય તેવું છે. સિદ્ધદશામાં પણ ઉત્પાદાદિ થયા કરે છે તે હવે વિચારીએ, વસ્તુગતે મૂળપણે જ્ઞેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમન થાય તે પૂ પર્યાયના ભાસનના વ્યય અને અભિનય જ્ઞેય પર્યાયના ભાસનના ઉત્પાદ તથા જ્ઞાનપણાનુ ધ્રુવત્વ; એવી રીતે સવ ગુણુના ધર્મની પ્રવૃત્તિરૂપ પર્યાયના ઉત્પાદ, વ્યય શ્રીસિદ્ધ ભગવતમાં પણ થઇ રહ્યો છે. એ હકીકતને હજુ વધારે સાદા આકારમાં રજૂ કરીએ તે સ્પષ્ટ સમજાશે. સિદ્ધદશામાં એક સમયે વિશેષની મુખ્યતાવાળા ઉપચાગ અને બીજે સમયે સામાન્યની મુખ્યતાવાળા ઉપયાગ થાય છે. જ્યારે સામાન્યની મુખ્યતાવાળા ઉપયેગ હેાય ત્યારે વિશેષવાળા ઉપયોગના વ્યય થાય છે અને સામાન્યવાળા ઉપયોગના ઉત્પાદ થાય છે, છતાં ઉપયાગગુણુ તે સ્થિર જ છે. સામાન્ય વિશેષવાળાની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે, તેથી સિદ્ધ મહાત્મા સ્થિર છે છતાં પણ ઉપયોગની અપેક્ષાએ ઉપજે છે અને વિસે છે. જે પર્યાયનુ ભાસન થયુ તેરૂપ ઉત્પાદ અને તે પર્યાય પલટવાથી અન્ય પર્યાયનુ ભાસન થવું તે પ્રથમ ભાસિત પર્યાયનો વ્યય-એ પ્રત્યેક સમયે સિદ્ધદશામાં પણ થયા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org