SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું પદ ૧૩૧ જે સ્થાનકે (મોક્ષમાં સ્થિરતા પામી જાય ત્યાં પણ ઉપજવા વિનાશ પામવારૂપ ધર્મ રહે છે, વળી તે ઉપજે છે, વિનાશ પામે છે અને છતાં ધ્રુવ ( સ્થિર ) સત્તા રાખે છે. આવી રમત અમે તે કઈ જગ્યાએ સાંભળી નથી.” ભાવ-થા પદમાં છેવટે કહ્યું કે અનુભવની વાર્તા અકથ્ય અને અપૂર્વ છે તે અત્ર બહુ વિદ્વત્તાપૂર્વક બતાવે છે. આગમના ઊંડા અભ્યાસથી આ પદની રચના થઈ છે, તેમાં જે અપૂર્વ રહસ્ય બતાવ્યું છે તે મનન કરીને સમજવા ગ્ય છે. અવધુ=અધુ, અધ્રુવ. શ્રુ એટલે પ્રજવું, ચાલવું, હાલચાલે નહિ તે સ્થિરતા ગુણવાળે આત્મા અથવા અવધૂત સંસારમાયાને કંપાવીને નિર્મળ થયેલે આત્મા; તેને ઉદ્દેશીને કહે છે કે-હે આત્મન ! તેં જે બાજી માંડી છે તે બહુ સાનંદાશ્ચર્ય ઉપજાવે તેવી છે. તું ખરેખર કળાબાજ નાગરિક નટ છે. શહેરના લેકે હમેશ ગામડાના લોકો કરતાં વિશેષ કળાબાજ હોય છે. ગામડીઆ લેકે ભેળા, સાદા, નિખાલસ હોય છે, તેઓ બાજી માંડે તે તુરત કળાઈ જાય છે, પણ શહેરી માણસની બાજી એકદમ કળી શકાતી નથી. કળાબાજ મદારી જ્યારે એકના દશ કરે છે કે ચલીઓ ઉડાવે છે ત્યારે તેની યુક્તિ સમજવી બહુ મુશ્કેલ પડે છે તેવી રીતે હે ચેતન ! તારી બાજી બહુ અજાયબ જેવી છે, તે બ્રાહ્મણ, કાજી જેવા બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી, કારણ તેઓમાં એટલા ઊંડા ઉતરવાની શક્તિ હોતી નથી. બ્રાહ્મણ એટલે અભેદવાદી વેદાન્તીઓ તથા ઉપચારથી વૈશેષિક, નિયાયિક, જૈમિની અને સાંખ્ય સમજી લેવા અને કાજી શબ્દથી સર્વ પ્રકારના મુસલમાન અને ઉપચારથી પારસી, ક્રિશ્ચીયન અને યહુદી વિગેરે સમજી લેવા. બ્રાહ્મણ અને કાજી તે બાજી જેવા બેઠેલાને ઉદ્દેશીને સમજવું. નટ અને શહેરીની કે એવી કળા હોવી જોઈએ કે તેથી બ્રાહ્મણ અને કાજી ઠગાયા હોય. આ સંબંધમાં કે ઈલેકપ્રચલિત વાર્તા હોવી જોઈએ જેની મને માહિતી નથી. આટલી સામાન્ય પ્રસ્તાવના કર્યા પછી નટનાગરની બાજી કેવા પ્રકારની છે તે બતાવે છે. અત્ર શરીર છોડીને આત્મા નીકળે છે તે એક જ સમયમાં મેક્ષમાં પહોંચી જાય છે, એટલે જે સમયે અહીંથી દેહ ત્યાગ કરે છે તે જ સમયે સિદ્ધદશામાં ઉત્પન્ન થાય છે અને જે અન્ય ભવ કરવાનું હોય તે જે સમયે અહીં કાળ કરે છે તેને બીજે સમયે હજુ ગતિથી અન્ય ગતિમાં ઉપજી આહાર લે છે, અને જે વક ગતિ કરે છે તે ત્રીજે, ચેથે, પાંચમે સમયે તેમ કરે છે, પરંતુ સિદ્ધાત્મા તો તે જ સમયમાં સ્વસ્થાનકે પહોંચી જાય છે. મેક્ષસ્થાનકને અજર અમર કહેવામાં આવે છે એટલે ત્યાં જન્મ, જરા, મૃત્યુ નથી છતાં શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-એક જ સમયમાં મેક્ષમાં સ્થિરતા પામી જાય છતાં પણ ઉપજવું અને વિનાશ પામવું એ તે તેને રહ્યા જ કરે છે. સર્વ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય અને પ્રવપણું છે અને તે જ અમુક વસ્તુનું દ્રવ્યત્વ સિદ્ધ કરી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy