________________
૧૩૦
શ્રી આનંદઘનજીનાં પદો મીઠાશ વણ, વેણું, વાયોલીન કે પીયાનાના સ્વર કરતાં અનેકગણી વધારે હોય છે. એના પર આસક્ત જીવ પોતાના શરીરની દરકાર કરતું નથી, નાદને આ યૌગિક અર્થ સમજ. આ પદમાં એક બીજું વ્યંગ્ય છે તે પણ સમજવા જેવું છે. અનુભવની પ્રીતિ જગ્યા પછી પણ જે પ્રાણ વિષયાદિકમાં આસક્ત રહે તે જનાવર કરતાં પણ વધારે ખરાબ છે. જો પ્રીતિ સાચી હોય તે પછી પ્રાણની પણ દરકાર રાખવી ઉચિત નથી. એવું તે જનાવર પણ શીખવે છે. વ્યવહારમાં પણ આપણે અનેક રજપૂતને પ્રેમ ખાતર પ્રાણ આપતા જોઈએ છીએ, તે પછી સાચી પ્રીતિ હોય તે શ્વાનની જેમ જ્યાં ત્યાં હેઠું ઘાલવું ઉચિત નથી, પ્રીતિ એગ્ય પદાર્થને મેળવવો અને તેના ઉપર પ્રાણ પાથરવા. આ હકીકતમાં બહુ ઊંડું રહસ્ય છે તે વિચારવા યોગ્ય છે.
યોગના પ્રેમમાં લાગેલા પ્રાણીઓ જગતથી તદ્દન બેદરકાર હોય છે એમ આ પદ પરથી જણાય છે. દુનિયા તેમને માટે શું બોલે છે? તે જાણવા તથા સાંભળવાની તેને ઈચ્છા પણ રહેતી નથી. પ્રેમથી તેઓ એગમાર્ગને પકડે છે અને તેની ખાતર જ તેઓ તેને નભાવે છે. શ્રી આનંદઘનજી મહારાજ પણ આવા બેદરકાર હતા, એ તેઓના ચરિત્રના સંબંધમાં મળતી હકીકત પરથી જણાય છે. પોતાના નાના કે મેટા કાર્યની દુનિયા શું તુલના કરશે એ વિચાર કઈ પણ કાર્ય કરતી વખતે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે કાર્યમાં ખરી મધુરતા આવતી નથી, એ બાબતને ખ્યાલ નિરાશી ભાવથી એકાદ કામ કરવા પછી જ આવે છે.
પદ પાંચમું
રાગ-આશાવરી. अवधु नट नागरकी बाजी, जाणें न बांभण काजी. अ० थिरता एक समयमें ठानें, उपजे विणसें तबही;
उलटपलट ध्रुव सत्ता राखें, या हम सुनी न कबही. अ० १ “હે આત્મા! આ શહેરી નાટકીઆની રચેલી બાજી તે બ્રાહ્મણ કે કાજી ( જેવા બુદ્ધિમાન પુરુષે) જાણી શકતા નથી. (તે બાજી કેવી છે તે બતાવે છે.) એક સમયમાં | * આ પદનો ભાવ સમજો જરા મુશ્કેલ પડશે, કદાચ ગુચ્ચમ વગર સમજાય નહિ તે આ પદ મૂકી દઈ આગળ ચલાવવું. અને પ્રસંગે ગુર્નાદિને વેગ થયે આ પદ સમજવું. આ પદનું વિવેચન ન સમજાય તે નાસીપાસ ન થતાં આગળ ચલાવવું. | ૧ અવધ=સ્થિર, હાલે ચાલે નહિ તે આત્મા. નટ બાજીગર. નાગરકી=શહેરમાં નાચવા આવેલે. બાળ રમત. બાંભણ કાજી=બ્રાહ્મણ કે કાજી, બુદ્ધિવાળા માણસે. થિરતા સ્થિરતા. ઠાસ્વસ્થાનકે, મોક્ષમાં. ઉપજે=ઉત્પન્ન થાય. વિણસેગનાશ પામે. તબહી તો પણ રહ્યા છતાં. ઉલટપલટ ઉલટસુલટી, ઉત્પાદત્રયની ઉપર કહી તે. ધ્રુવ સત્તા=સ્થિરતાની અથવા સત્તાની ધ્રુવતા. યાત્રતે. હમ=અમે. સુનીસાંભળી. કબડી=કઈ જગ્યાએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org