________________
૧૯
ચોથું પદ
આ મહાત્માએ શ્રી ધર્મનાથના સ્તવનમાં ઉપર લખેલી ગાથામાં કહ્યું છે તે ભાવ અત્ર આવે છે. દોડાદેડી મટી જઈ નજીકની પ્રીતિ ઉત્પન્ન થાય છે અને સ્થિરતા જે ચારિત્રને ગુણ છે તે પ્રગટ થાય છે. એટલા માટે હે શુદ્ધ ચેતના ! આ તારી સાથે જે પ્રીતિજાગ્રત થઈ છે તે છે કે કેઈને બતાવી કે સમજાવી શકાય તેવી નથી, માત્ર સ્થિરતાગુણથી સમજાય તેવી છે, તે પણ તેની એક નિશાની અચૂક છે કે એક વખત તે જાગ્રત થયા પછી નિરંતર બની રહે છે.
नादविलुद्धो प्राणकुं, गिने न तृण मृग लोय;
आनंदघन प्रभु प्रेमकी, अकथ कहानी कोय. सुहा० ४ “લેકમાં પણ રાગમાં આસક્ત મૃગલે-હરિણ પિતાના પ્રાણની તરખલા જેટલી પણ કિમત ગણતો નથી. આનંદના સમૂહ પ્રભુના પ્રેમની કથા અપૂર્વ અને ન કહી શકાય તેવી છે.”
ભાવ–આ અનુભવના પ્રેમમાં જે પ્રાણી પડી જાય તેની સ્થિતિ કેવી હોય છે તે સંબંધી સવાલ થતાં આનંદઘન મહારાજ કહે છે કે-પ્રેમી જીવની વાત અપૂર્વ અને અકથ્ય છે, એ તો એક જૂદી જ વાત છે, એ કહી શકાય તેવી વાત નથી. હરણ રાગ સાંભળવાની ઈચ્છાવાળે હોય છે તે પ્રસંગે તે પિતાના પ્રાણની પણ દરકાર કરતું નથી, તેને મારવા માટે ધનુષ્ય સજ્જ કરીને પારાધી બેઠે હોય તેને તે દેખે છતાં પણ જ્યારે વણુ મૃદંગ વાગવા માંડે છે ત્યારે રાગના આકર્ષણથી મૃગ ત્યાં ખેંચાઈ આવે છે, તે રાગ સાંભળવાની ઈચ્છા પાસે પ્રાણની પણ દરકાર કરતા નથી. મેરલીના સ્વરથી જેમ સર્ષ ખેંચાઈ આવે છે તેવી રીતે જેને અનુભવ પ્રીતિ જાગી હોય તે કેઈની દરકાર કર્યા વગર, પિતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર અનુભવના પ્રેમમાં ઉતરી જાય છે, તેને જ ચાહે છે અને તેના પ્રસંગ તરફ જ ખેંચાઈ જાય છે. આનંદઘનજી મહારાજ તેટલા માટે લખે છે કે–અનુભવ પ્રેમની વાત શબ્દોમાં લખી શકાય તેવી નથી, મુખેથી બોલી શકાય તેવી નથી, તે તે કોઈ અપૂર્વ છે. આત્મસ્વરૂપના રંગી ચકવતી જેવી મોટી શક્તિ હોય તેને તૃણની પેઠે તજી દઈ પર્વત ગુફામાં એકાંતે આત્માને અનંત ઠામે જોતાં, તન્મયપણે રમતાં અને તલ્લીન થતાં દેશે ઊણી પૂર્વકેટિ એટલે કાળ પસાર કરી નાખે એવી તેમની અપૂર્વ કહાણી છે.
નાદ શબ્દને યાગિક અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ મધુર નાદ અંતરંગમાંથી ઊઠે છે. જેના સ્વરની
૪ નાદ રાગ. વિલુદ્દો વિલુબ્ધ, આસક્ત. લેલેકમાં. અકથન કહી શકાય તેવી. કાય=અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org