________________
ચાથું પદ
૧૨૭ કે-દારુ પીનાર માણસ અસ્તવ્યસ્ત બેલે છે, ગટરમાં પડે છે અને અતિ નિંદ્ય આચરણે આચરે છે, તેમ તું મેહમદિરા પીને ક્રોધ કરે છે, અભિમાન કરે છે, કપટજાળ પાથરે છે, ધન મેળવે છે, હસે છે, રમે છે, રડે છે, છાતી ફૂટે છે, ભય પામે છે, મહીં મરડે છે કે સ્ત્રી સેવન કરે છે-એ સર્વ દારુ પીનારનાં કૃત્યો છે, તારા જેવા શુદ્ધ સ્વરૂપવાળાને તે અઘટિત છે, માટે તું તારી જાતને ઓળખ અને મેહને તાબે થવાની તારી પદ્ધતિ છોડી દે. આવી રીતે અનુભવજ્ઞાન પ્રગટ થતાં અનાદિ કાળની નિદ્રા ઊડી જાય છે. એ અનુભવજ્ઞાન પ્રગટ થતાં વધારે શું થાય છે તે આગળ બતાવે છે.
घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरूप; ___ आप पराई आपही, ठानत वस्तु अनूप. सुहा० २
( અનુભવજ્ઞાન થવાથી) હદયમંદિરમાં કુદરતી પ્રકાશરૂપ દીપક પ્રગટ થયે, તેથી આપણું અને પારકી વસ્તુને અનુપમ રીતે પોતે જ સ્થાપના કરી.”
ભાવ–મોહની નિદ્રામાં આ જીવ પડેલો હતો ત્યાં સુધી ઘોર અંધકાર તેના હૃદયમાં હતું, તેને જરા પણ વિવેક નહોતે, પણ અનુભવજ્ઞાન જાગ્રત થવાથી હૃદયમંદિરમાં જે અંધકાર હતા તે દૂર થઈ ગયો અને પિતાને કુદરતી પ્રકાશ હતો તે જાગ્રત થયા. અંધકારને લીધે આ જીવ ઉન્મત્ત થઈ કુમતિ સાથે ખેલ કરતો હતો, પણ હવે જ્યારે હૃદયમંદિરમાં જ્ઞાતિને સ્વયં પ્રકાશ પડવા લાગે ત્યારે શુદ્ધ ચેતના સાથેનું પોતાનું સગપણ તેને યાદ આવ્યું, વળી અત્યાર સુધી તેને સ્વપરને વિવેક નહોતે, આત્મિક વસ્તુ કઈ છે અને પગલિક વરતુ કઈ છે તેને તેને ખ્યાલ નહોતે, તેથી સ્ત્રીને તે સર્વસ્વ માનતે હતે, ધનને પ્રાણ સમાન માનતો હતો, છોકરાઓને તે પિતારૂપ માનતે હવે, વ્યવહારના કૃત્યોને તે તાવિક માનતો હતો તેને બદલે હવે એ સર્વ ઉપાધિરૂપ છે, ચકભમણ કરાવનાર છે, અધઃપાત કરાવનાર છે એમ સમજાવા લાગ્યું, અને સાથે સમજાયું કે જ્ઞાન, દર્શન, ચારિત્ર પોતાને સ્વભાવ છે અને તેને પ્રકટ કરી આ સર્વ ઉપાધિ ત્યાગ કરવા એગ્ય છે.
ગના ગ્રંથમાં વપર વિવેચન કરવાની આવશ્યકતા વારંવાર બતાવવામાં આવે છે. જ્ઞાન અને વર્તન સર્વને મુદ્દો એ જ છે કે પરભાવનું સ્વરૂપ સમજી, તેને ત્યાગ કરી, નિજ સ્વરૂપ ઓળખી તેને પ્રગટ કરવાને દઢ નિશ્ચય કરે એ ખાસ કર્તવ્ય છે, આ જીવ પગલિક વસ્તુઓમાં એટલે બધા આસક્ત રહે છે કે એની સાથે તે એક રસ થઈ જાય છે, એ સંબંધમાં જે મેટી ભૂલ થાય છે તે અનુભવજ્ઞાનથી મટે છે. એટલા માટે અત્રે કહ્યું છે કે પિતાની અને પારકી વસ્તુઓને વિવેક અનુપમ રીતે પિતે જ કરી લે છે. અનુભવ
૨ આપહી પોતેજ. ધનતસ્થાપના કરી. અનુપ=અનુપમ રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org