________________
ચાણું પદ
૧૫ રામા રહે છે, પરવતુ પિતાની થવાની નથી, અને છેડી જવાની છે અને રહે છે તેટલે વખત પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યથા કરનારી છે. આ વસ્તુસ્વરૂપ ઓળખી પિતાનાં રત્ન ધી કાઢે અને માયાને ત્યાગ કરે.
પદ ચોથું
રાગ–વેરાવલ. सुहागण ! जागी अनुभव प्रीत. सुहा०
*निन्द अनादि अग्यानकी; मिट गई निज रीत. सुहा० १ “હે સાભાગ્યવતી ! યથાર્થ સ્વરૂપ જ્ઞાનરૂપ તારી સાથેની પ્રીતિ હવે જાગ્રત થઈ છે, અનાદિ કાળથી અજ્ઞાનને લીધે જે નિદ્રા આવી ગઈ હતી તે પિતાને સ્વભાવે જ મટી ગઈ છે.”
સૌભાગ્યવતી કહીને અત્ર જીવ શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને કહે છે અથવા સુહાગણને પ્રીતિનું વિશેષણ લઈ શકાય. સુખ આપનાર પ્રીતિ હવે જાગ્રત થઈ છે.
બીજી પંક્તિમાં “નિંદ અનાદિઆ પાનકી ” અને કવચિત્ “નિંદ અજ્ઞાન અનાદિકી” એવો પાઠ છે. અનાદિ કાળથી અજ્ઞાનરૂપ નિદ્રા આવેલી હતી તે હવે ખસી જઈ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે એ મૂળ પાઠનો અર્થ કર. મોહમદિરાનું પાન કરવાથી થયેલી નિદ્રા મટી ગઈ એ પાઠાંતરને અર્થ કરે.
“નિજ રીત” પિતાની મેળે જ અથવા મારી એ રીતિ હતી એ તેને અર્થ થાય, તે બને અર્થ સમીચીન છે.
ભાવ-જ્યારે જીવ અપૂર્વકરણ કરી દર્શન મેહનીયની સારી પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરે છે ત્યારે શુદ્ધ ચેતનાને ઝાખો પ્રકાશ થવા માંડે છે. શુદ્ધ ચેતના એટલે જ્ઞાન લક્ષણ ચૈતન્યની શુદ્ધતાવાળો આત્મા. એના શુદ્ધ સ્વરૂપમાં ચેતના આવી જાય ત્યારે તે તેને અપૂર્વ આનંદ થાય છે, પણ તેનું અફુટ શુદ્ધપણું અંશે અંશે ચતુર્થ ગુણસ્થાનકથી થવા માંડે છે. પછી જેમ જેમ ઉત્કાતિ થતી જાય છે તેમ તેમ શુદ્ધ ચેતના પ્રગટ થતી જાય છે. સામાન્ય બેધથી ચેતનાને શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થવાનું કારણ મળતું નથી, પણ જ્યારે સૂમ બધ-યથાર્થ વસ્તુસ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે પોતે વાસ્તવિક રીતે કેણુ છે, પિતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે, પિતાને ઉપાધિઓ કઈ કઈ લાગેલી છે અને
* “નિંદ અનાદિઆ પાનકી” અથવા “નિંદ અજ્ઞાન અનાદિની એ પાઠાંતર છે. t “મેટી ગહી ' એવો પાઠાંતર છે. ૧. સુહાગણ સૌભાગ્યવતી અથવા સુખ આપનારી. નિજ=પોતાની મેળે, આપોઆપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org