SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિીનું પદ ૧ર ભવાટવીમાં ભૂલે પડી જાય છે. જેઓ એને વશ થતા નથી તેઓ નિશ્ચયથી અવિચળ કળામય, મહાતેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને તેને તે જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ તેવું કરનારા વિરલા હેય છે. * શ્રી આનંદઘનજી મહારાજ આ આખા પદમાં એ જ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કરે, બાહ્ય વસ્તુ પરની પ્રીતિ છોડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કરે, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સામાન્ય રીતે સમજવામાં આવે તેટલા માત્રથી પરિસમાપ્તિ ન માનવી, આત્મવિચારણું કરવી, આત્માનુભવ રસનું પાન કરવું અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાનો માર્ગ જોઈ; શોધી તે ભાગે લાગી જવું. પદ ત્રીજું રાગ=વેલાવલ, તાલ-જાતી. *जीय जाने मेरी सफल घरीरी. जीय० सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी. जीय० १ “પુત્ર, સ્ત્રી, જુવાની અને ધનમાં મસ્ત જીવ એના સંબંધમાં ગયેલી ઘડીઓને સફળ માને છે અને ગર્ભની વેદના ભૂલી જાય છે.” ભાવ—જ્યારે સ્ત્રીની પાસે આનંદ કરતા હોય, પુત્રને રમાડતે હોય, યૌવન વયના રસનું આવાદન કરતું હોય અને પૈસા કમાતે હોય ત્યારે આ જીવ માને છે કે મારે વખત સફળ થયે, મારી જિન્દગી સફળ થઈ, હું ભાગ્યશાળી, હું મારા બાપને કમી પુત્ર. એ બિચારો ભૂલી જાય છે કે જ્યારે પિતે પિતાની માતાની કૂલીમાં હતું ત્યારે લગભગ બસેં ને એંશી દિવસ સુધી ઊંધે મસ્તકે લટકયો હતો, સંકેચનું મહાદુઃખ પામે. હતું અને અંધારી કોટડીમાં ટળવળતા હત; એને બદલે આજે જરા ગરમી લાગે તે હલસ્ટેશને (હવા ખાવાના ઊંચાણ પ્રદેશેએ) ઉપડી જાય, પંખા, કેલ્ડ ડ્રીંક, ટટ્ટી વિગેરે ને જમાવ કરી દે, જરા ઠંડી લાગે તે ગરમ વસ્ત્રો કે પક્ષીનાં પછાઓનો ઉપહાર પહેરે; એને વાસ્તવિક સુખને જરા પણ ખ્યાલ ન હોવાથી સુખ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. સુંદર સ્ત્રી કે અનેક પુત્ર પુત્રીની વચ્ચે બેઠા હોય ત્યારે સ્વર્ગ સાથે પિતાને મુકાબેલે કરે છે; પણ પુત્રના શરીરાદિની ચિન્તા, અભ્યાસ, લગ્ન, પુત્રીના વિવાહ, વૈધવ્ય વિગેરેને વિચાર કરે, સ્ત્રીના પ્રેમનો સ્વાર્થ વિચારે, યોવનની અસ્થિરતા જાણે કે ધનના આય, રક્ષણ અને વ્યયની આપદા પર ધ્યાન આપે તે તેની આંખ ઊઘડી જાય તેમ છે. * જયારે જાનત-પાઠાંતર. ૧ મા=મત્ત, ચકચૂર. વિસરી=ભૂલી. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy